શહીદે આઝમ ભગત સિંહના ગામમાં શપથ લેશે ભગવંત માન, મુખ્યમંત્રી શુક્રવારે આપશે રાજીનામુ

Punjab Election Result 2022: માત્ર આઠ વર્ષ જૂની આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ બવે પંજાબની સત્તા કબજે કરી લીધી છે. આમ આદમી પાર્ટીની લહેરમાં અનેક મોટા નેતાઓ ધરાશાયી થઈ ગયા છે. પરિણામે સ્પષ્ટ કરી દીધુ છે કે ભગવંત માન પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. 

શહીદે આઝમ ભગત સિંહના ગામમાં શપથ લેશે ભગવંત માન, મુખ્યમંત્રી શુક્રવારે આપશે રાજીનામુ

ચંદીગઢઃ પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામ સ્થાપિત પાર્ટીઓ માટે વાવાઝોડું લઈને આવ્યા છે. માત્ર આઠ વર્ષ જૂની આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ બવે પંજાબની સત્તા કબજે કરી લીધી છે. આમ આદમી પાર્ટીની લહેરમાં અનેક મોટા નેતાઓ ધરાશાયી થઈ ગયા છે. પરિણામે સ્પષ્ટ કરી દીધુ છે કે ભગવંત માન પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ શહીદ-એ-આઝમ ભગત સિંહની ધરતી ખટકડ કલાંમાં શપથ લેશે. પંજાબના લોકોએ નવજોત સિંહ સિદ્ધુના પંજાબ મોડલની જગ્યાએ અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચરણજીત સિંહ ચન્ની શુક્રવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપશે.

ભગવંત માન બનશે મુખ્યમંત્રી, શહીદ ભગત સિંહની ધરતી પર લેશે શપથ
આમ આદમી પાર્ટીએ રાજ્યની 117માંથી 92 સીટ પર જીત મેળવી છે. પરંતુ પાર્ટી શિરોમણિ અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને 1997માં મળેલી 93 સીટથી એક સીટ ઓછી રહી ગઈ પરંતુ એક સિંગલ પાર્ટીના રૂપમાં સૌથી મોટી પાર્ટી કહેવામાં આવશે. આ પહેલાં કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં 77 સીટ જીતીને આ પ્રકારની જીત હાસિલ કરી હતી. 

સત્તામાં રહેલી કોંગ્રેસ બીજા નંબર પર રહી જેણે માત્ર 18 સીટથી સંતોષ કરવો પડ્યો છે. શિરોમણિ અકાલી દળના ગઠબંધનને ચાર, ભાજપને બે અને એક આઝાદ ઉમેદવારને જીત મળી છે. 2017ની ચૂંટણીમાં આપને 20, અકાલીને 15, ભાજપને ત્રણ સીટ મળી હતી. 

આમ આદમી પાર્ટીની સુનામીની જાણકારી તેના ઉમેદવારોની જીતના અંતર પરથી લગાવી શકાય છે. મોટાભાગના ઉમેદવાર 20 હજારથી વધુ માર્જિનથી જીત્યા છે પરંતુ સૌથી મોટુ માર્જિન અમન અરોડાના સુનામથી સામે આવ્યું છે. તેણે 75277 હજારના અંતરથી કોંગ્રેસના જસવિંદર સિંહ ધીમાનને હરાવ્યા છે. 

આજના પરિણામોએ તમામ દિગ્ગજોને ધૂળ ચાટતા કરી દીધા છે. અજેય રહી ચૂકેલા આ દિગ્ગજો, પ્રકાશ સિંહ બાદલ, સુખબીર સિંહ બાદલ, બિક્રમ સિંહ મજીઠિયા, કેપ્ટન અમરિંદર સિંહ, બીબી રાજીન્દર કૌર ભટ્ટલ, સતત છ વખત જીતનારા પરમિન્દર સિંહ ધીંડસા, સ્પીકર રાણા કેપી સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, મનપ્રીત બાદલ આ બધાએ ભારે માર્જિનથી તેમની બેઠકો ગુમાવી છે.

મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ તેમની બંને બેઠકો ચમકૌર સાહિબ અને ભદૌર ગુમાવી છે. ચન્ની કેબિનેટના માત્ર છ મંત્રીઓ સુખજિન્દર રંધાવા, તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા, અરુણા ચૌધરી, પરગટ સિંહ, સુખબિન્દર સિંહ સરકારિયા, અમરિંદર સિંહ રાજા વાડિંગ અને રાણા ગુરજીત સિંહ તેમની બેઠકો બચાવી શક્યા છે. મુખ્યમંત્રી સહિત 11 મંત્રીઓ સીટ બચાવી શક્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news