Puducherry Viral Video: સ્કૂટર પર ફટાકડા ઘરે જઈ રહ્યાં હતા પિતા-પુત્ર, અચાનક થયો વિસ્ફોટ, બંનેના મોત
Puducherry Viral Video: પુડુચેરીથી એક દિલ હચમચાવી દેતો વીડિયો સામે આવ્યો છે. સ્કૂટર પર દેશી ફટાકડા લઈને ઘરે જઈ રહેલા પિતા-પુત્રનું વિસ્ફોટમાં મોત થઈ ગયું છે.
Trending Photos
પુડુચેરીઃ પુડુચેરીથી હચમચાવી નાખતો વીડિયો (Puducherry Viral Video) સામે આવ્યો છે. એક વ્યક્તિ સ્કૂટર પર દેશી ફટાકડા લઈને પુત્રની સાથે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ફટાકડામાં જોરદાર વિસ્ફોટ થયો તો ઘટનાસ્થળે બંનેના મોત થયા છે.
ફટાકડાના વિસ્ફોટથી પિતા-પુત્રનું મોત
જાણકારી પ્રમાણે દિવાળી (Diwali 2021) પર પુડુચેરી (Puducherry) ના રહેવાસી કલઈ અરસન પોતાના 7 વર્ષના પુત્ર પ્રદીપની સાથે ફટાકડા લઈને સ્કૂટરથી ઘરે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન ફટાકડામાં જોરદાર વિસ્ફોટ થયો. ધમાકો એટલો જોરદાર હતો કે સ્કૂટર સહિત તેના પર સવાર પિતા-પુત્રના મોત થયા હતા. તો રસ્તા પરથી પસાર થઈ રહેલાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
पुडुचेरी में भीषण हादसा: पटाखों से लदे स्कूटर में धमाके से पिता-बेटे की मौत, @capt_ivane #Puducherry #Accident
अन्य खबरों के लिए क्लिक करें - https://t.co/asaJAv45ul pic.twitter.com/IKz7WCjO3H
— Zee News (@ZeeNews) November 5, 2021
દેશી ફટાકડામાં ભરવામાં આવે છે વધુ દારૂગોળો
સૂત્રો પ્રમાણે પુડુચેરીમાં ગેરકાયદેસર રીતે કેટલાક દેશી ફટાકડા બનાવવામાં અને વેચવામાં આવે છે. કલઈ અરસન જે ફટાકડા લઈને જઈ રહ્યાં હતા તે દેશી હતી. આ દેશી ફટાકડામાં મોટા અવાજ માટે વધુ દારૂગોળો ભરવામાં આવે છે. તેથી સ્કૂટરના આગળના ભાગમાં રાખ્યા હોવાને કારણે લગભગ તેમાં સ્પાર્ક થયો હતો, જેના કારણે વિસ્ફોટ થયો હતો.
પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા
ઘટના બાદ વિલ્લુપુરમ જિલ્લાના ડીઆઈજી પાંડિયન સ્થળ પર પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું હતું. પોલીસે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણ લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. પરંતુ તેઓ કલઈ અરસન અને તેમના પુત્ર પ્રદીપને બચાવી શક્યા નહીં. પોલીસે કહ્યુ કે, કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે