IND vs SCO: સ્કોટલેન્ડને 8 વિકેટે હરાવી ભારતનો ભવ્ય વિજય, નેટ રનરેટમાં થયો મોટો ફાયદો

આઈસીસી ટી20 વિશ્વકપના સુપર-12ના એક મુકાબલામાં ભારતે સ્કોટલેન્ડને 10 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે.

IND vs SCO: સ્કોટલેન્ડને 8 વિકેટે હરાવી ભારતનો ભવ્ય વિજય, નેટ રનરેટમાં થયો મોટો ફાયદો

દુબઈઃ આઈસીસી ટી20 વિશ્વકપના સુપર-12ના એક મુકાબલામાં ભારતે સ્કોટલેન્ડને 10 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ભારતને નેટ રનરેટમાં મોટો ફાયદો થયો છે. હવે ભારત નેટ રનરેટના મામલામાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન કરતા આગળ નિકળી ગયું છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ભારતે સ્કોટલેન્ડને માત્ર 85 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ ભારતે માત્ર 6.3 ઓવરમાં બે વિકેટે 89 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારતે 81 બોલ બાકી રહેતા લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગ
ભારતે નેટ રનરેટ વધારવા માટે ઓછામાં ઓછી ઓવરમાં મેચ જીતવી જરૂરી હતી. ભારતના બંને ઓપનર આ લક્ષ્યને ધ્યાને રાખી ઈનિંગની શરૂઆત કરવા આવ્યા હતા. કેએલ રાહુલે આક્રમક અંદાજમાં બેટિંગ કરતા માત્ર 18 બોલમાં 6 ચોગ્ગા અને 3 સિક્સ સાથે પોતાના 50 રન પૂરા કર્યા હતા. રાહુલ 19 બોલમાં 50 રન બનાવી આઉટ થયો હતો. તો રોહિત શર્મા 16 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 30 રન બનાવી આઉટ થયો હતો. 

ભારતે પાવરપ્લેમાં પોતાના ટી20 ક્રિકેટનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતે પાવરપ્લેમાં બે વિકેટે 82 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 6 અને કોહલી બે રન બનાવી અણનમ રહ્યાં હતા. 

પાવરપ્લેમાં ભારતની ઘાતક બોલિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સ્કોટલેન્ડની ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં બુમરાહે કોએત્ઝર (1) ને બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ મુનસી (24) ને શમીએ હાર્દિક પંડ્યાના હાથે કેચઆઉટ કરાવીને ભારતને બીજી સફળતા અપાવી હતી. મુનસીએ 19 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. સ્કોટલેન્ડે પાવરપ્લેમાં બે વિકેટે 27 રન બનાવ્યા હતા. 

રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન
પાવરપ્લે બાદ રવિન્દ્ર જાડેજાએ મેથ્યૂ ક્રોસ (2) અને બેરિંગટોન (0)ને એક ઓવરમાં આઉટ કરી સ્કોટલેન્ડને બેકફુટ તરફ ધકેલી દીધું હતું. ત્યારબાદ જાડેજાએ લીસ્ક (21)ને પણ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. જાડેજાએ ટી20 ક્રિકેટમાં પોતાના કરિયરનું બેસ્ટ પ્રદર્શન કરતા 4 ઓવરમાં 15 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. 

મોહમ્મદ શમીને મળી ત્રણ સફળતા
ન્યૂઝીલેન્ડના બે બેટર 20થી વધુ રન બનાવી શક્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ આક્રમક અંદાજમાં બોલિંગ કરી હતી. શમીએ 3 ઓવરમાં એક મેડન સાથે 15 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. તો બુમરાહને બે તથા અશ્વિનને એક સફળતા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news