રાફેલ કેસ: AGએ MiG21ના કર્યા વખાણ, કહ્યું-ઓલ્ડ જનરેશનનું હોવા છતાં સારું પરફોર્મન્સ આપ્યું

સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ મામલે દાખલ થયેલી પુર્નઅરજીઓ પર આજે જે સુનાવણી થઈ તેમાં અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કેટલાક ગંભીર તથ્યો કોર્ટ સમક્ષ રજુ કર્યાં. તેમણે કોર્ટને જણાવ્યું કે કેટલાક લોક સેવકો દ્વારા મામલા સંબંધિત મહત્વના દસ્તાવેજો ચોરાયા અને અખબારમાં પ્રકાશિત કરાયા. આ મામલે તપાસ ચાલુ છે. 

રાફેલ કેસ: AGએ MiG21ના કર્યા વખાણ, કહ્યું-ઓલ્ડ જનરેશનનું હોવા છતાં સારું પરફોર્મન્સ આપ્યું

નવી દિલ્હી: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પૂરી થઈ છે. હવે આ મામલે આગામી સુનાવણી 14 માર્ચના રોજ બપોરે 3 વાગે હાથ ધરાશે.  સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ મામલે દાખલ થયેલી પુર્નઅરજીઓ પર આજે જે સુનાવણી થઈ તેમાં અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કેટલાક ગંભીર તથ્યો કોર્ટ સમક્ષ રજુ કર્યાં. તેમણે કોર્ટને જણાવ્યું કે કેટલાક લોક સેવકો દ્વારા મામલા સંબંધિત મહત્વના દસ્તાવેજો ચોરાયા અને અખબારમાં પ્રકાશિત કરાયા. આ મામલે તપાસ ચાલુ છે. 

તેમણે કહ્યું કે ફાઈલ નોટિંગ Judicial adjudicationનો વિષય હોઈ શકે નહીં. અખબારોને રાફેલ સંબંધિત દસ્તાવેજો કોણે આપ્યા છે, તેના પર તપાસ ચાલુ છે. અમે અપરાધિક કાર્યવાહી કરીશું. આ બધા ખુબ મહત્વના દસ્તાવેજો છે. જો કે કોર્ટ દ્વારા તેની તપાસ થવી જોઈએ નહીં. તેમણે કોર્ટને જણાવ્યું કે અમે આ કેસમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટર હેઠળ તપાસ કરવા અંગે વિચારી રહ્યાં છીએ. 

અટોર્ની જનરલે દલીલ કરતા MiG21નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આટલું જૂનું, ઓલ્ડ જનરેશનનું વિમાન હોવા છતાં તેને સારું પરફોર્મન્સ આપ્યું છે અને હાલની ઘટના (પુલવામા)થી સ્પષ્ટ છે કે આપણે કેટલા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ. જ્યારે બાકીના દેશો પાસે F 16 જેવા એરક્રાફ્ટ છે, આપણી પાસે પણ હોવા જોઈએ.  જસ્ટિસ જોસેફે કહ્યું કે જો પુરાવા ચોરાયા હોય, અને કોર્ટને લાગે છે કે પુરાવા મહત્વપૂર્ણ છે તો કોર્ટ તેના પર વિચાર કરી શકે છે. 

જસ્ટિસ જોસેફે કહ્યું કે પરંતુ જો ભ્રષ્ટાચારની તપાસની માગણી કરવાનમાં આવી રહી છે તો તમે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને બચી શકો નહીં. અટોર્ની જનરલે કહ્યું કે દરેક વાતની ન્યાયિક સમીક્ષા થઈ શકે નહીં. શું અમારે કોર્ટને એ પણ બતાવવું પડશે કે યુદ્ધ કેમ થયું. શાંતિનો નિર્ણય કેમ લેવાયો. કોર્ટે અરજીકર્તાઓને દસ્તાવેજો મેળવવાની રીત પણ પૂછે. જો રીત યોગ્ય લાગે તો જ સુનાવણી કરે. 

રાફેલ ડીલ મામલે દાખલ થયેલી પુર્નઅરજીઓ પર સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે ડીલ અંગે સંરક્ષણ મંત્રાલયના તે ફાઈલ નોટિંગને રજુ  કર્યું જેને હિન્દુ અખબારે છાપ્યું હતું. પરંતુ એટોર્ની જનરલે તેના પર આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે તે ચોરી થયેલું છે અને તપાસ ચાલુ છે. આ અંગે કેસ કરાશે. કોર્ટે એટોર્ની જનરલને કહ્યું કે તેઓ લંચ બાદ કોર્ટને જણાવે કે જો હિન્દુ અખબારમાં અહેવાલ 8 ફેબ્રુઆરીએ પ્રકાશિત થયો હતો તો ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી? AGએ સંરક્ષણ મંત્રાલયના નોટને Cognitionમાં લેવાનો વિરોધ કર્યો અને કહ્યું કે આ એક ગોપનીય દસ્તાવેજ છે. 

અરજીકર્તા પ્રશાંત ભૂષણે કહ્યું કે 2જી, કોલસા કૌભાંડની તપાસ પણ આ રીતે થઈ હતી. મને કોઈ સૂત્ર પાસથી દસ્તાવેજો મળ્યા હતાં, મેં અરજી દાખલ કરી. ત્યારે તો આ સવાલ નહતો ઉઠ્યો કે દસ્તાવેજો ક્યાંથી આવ્યાં. અટોર્ની જનરલે કહ્યું કે ધ હિન્દુ અને એએનઆઈ પાસે જે દસ્તાવેજો છે, તે ચોરી થયા હતાં. સીજેઆઈએ કહ્યું કે શું સંરક્ષણ મંત્રાલયના સંબંધિત વિભાગના પ્રમુખ આ વાત જણાવીને સોગંદનામું રજુ કરશે. અટોર્ની જનરલે કહ્યું કે હું આવતી કાલ સુધીમાં સોગંદનામુ જમા કરાવી દઈશ. 

સંજય સિંહની અરજી પર સુનાવણીની કોર્ટે પાડી ના
રાફેલ ડીલ મામલે આપ નેતા સંજય સિંહની પુર્નવિચારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણીની ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે ન્યાયપાલિકા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીના પગલે સંજય સિંહની પુર્નવિચાર અરજી પર સુનાવણી થશે નહીં. કોર્ટે સંજય સિંહને પૂછ્યું કે તમારી સામે અવગણનાની કાર્યવાહી કેમ ન ચલાવવામાં આવે? કોર્ટે સંજય સિંહ પાસે જવાબ માગ્યો, આ બાજુ અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કોર્ટને જણાવ્યું કે ગોપનીય દસ્તાવેજ લીક કરવાના મામલે બે અખબારો સામે કડક કાર્યવાહી કરાશે. 

સુપ્રીમ કોર્ટે આપ નેતા સંજય સિંહના વીકલ સંજય હેગડેને પૂછયું હતું કે તમે કઈ પાર્ટી તરફથી છો તો હેગડેએ જવાબ આપ્યો કે તેઓ આમ આદમી પાર્ટી તરફથી છે. સીજેઆઈએ કહ્યું કે અમે  તમારી અરજી પર સુનાવણી નહીં કરીએ. તમે અમારા ચુકાદા પર અનિચ્છનીય ટિપ્પણી કરી હતી. અમે ચોક્કસપણે તેના પર કાર્યવાહી કરીશું.

અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે જે દસ્તાવેજો પર ધ હિન્દુ અખબારે અહેવાલ પ્રકાશિત કર્યો તેના પર સ્પષ્ટરીતે ગોપનીય લખ્યું હતું. તેને સાર્વજનિક  કરી શકાય નહીં. તેની ઉપેક્ષા કરાઈને અહેવાલ પ્રકાશિત થયો. તે ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ વિરુદ્ધ છે. આ દસ્તાવેજો કોર્ટમાં પણ રજુ કરી નખાયા. 

અગાઉ સુપ્રીમ કોર્ટે અરજીઓને જોયા બાદ ઓપન કોર્ટમાં સુનાવણીની મંજૂરી આપી હતી. હકીકતમાં ચુકાદાના એક ભાગમાં સુધારને લઈને સરકારે અરજી આપેલી છે જ્યારે ખોટી જાણકારી આપી હોવાનો આરોપ મૂકીને પ્રશાંત ભૂષણ, પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા અને અરુણ શૌરીએ પુર્નવિચાર અરજી દાખલ કરી છે. 

અરજીમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને રાફેલ મામલે ખોટી જાણકારી આપી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે ચુકાદો આપતા કેન્દ્ર સરકારને ક્લિન ચીટ આપી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે રાફેલ ડીલ પ્રક્રિયામાં કોઈ ખામી નથી. 

અગાઉ સુપ્રીમે 3 પોઈન્ટના આધારે આપ્યો હતો ચુકાદો

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અગાઉ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અમે આ મામલે ત્રણ પોઈન્ટ- ડીલ કરવાની પ્રક્રિયા, કિંમત અને ઓફસેટ પાર્ટનરની પસંદગીની પ્રક્રિયા મામલે વિચાર કર્યો અને જાણ્યું કે કિંમતની સમીક્ષા કરવાનું કામ કોર્ટનું નથી જ્યારે એરક્રાફ્ટની જરૂરિયાતને લઈને કોઈ શંકા નથી. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 31 ઓક્ટોબર 2018ના રોજ સરકારને સીલબંધ કવરમાં રાફેલની કિંમત અને તેના ફાયદા અંગે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. કહ્યું હતું કે ડીલના નિર્ણયની પ્રક્રિયા તથા ઈન્ડિયન ઓફસેટ પાર્ટનર પસંદ કરવાની જેટલી પ્રક્રિયા જાહેર થઈ શકે તેમ હોય તેની વિગતો અરજીકર્તાઓને આપે. 

સરકારના આદેશનું પાલન કરતા આ વિગતો આપવામાં આવી છે. સરકારે ડીલના નિર્ણયની પ્રક્રિયાની જે વિગતો પક્ષકારોને આપી તેમાં કહેવાયું હતું કે રાફેલ ડીલમાં રક્ષા ખરીદ ડીલ હેઠળ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. 36 રાફેલ વિમાનોની ખરીદીની ડીલ અગાઉ ડિફેન્સ એક્યુઝિશન કાઉન્સિલ (ડીએસી)ની મંજૂરી લેવાઈ હતી. એટલું જ નહીં પરંતુ કરાર અગાઉ ફ્રાન્સ સાથે ડીલ માટે ઈન્ડિયન નેગોશિએશન ટીમ (આઈએનટી) રચાઈ હતી જેણે લગભગ એક વર્ષ સુધી ડીલ અંગે વાતચીત કરી અને ખરીદ સોદા પર હસ્તાક્ષર પહેલા કેબિનેટ કમિટી ઓન સિક્યોરીટ (સીસીએ) તથા કોમ્પીટેટન્ટ ફાઈનાન્શિયલ ઓથોરિટી (સીએએફએ)ની મંજૂરી પણ લેવાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news