પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો, કોણ-કોણ હતું આ કાંડમાં સામેલ? જાણો કઈ રીતે આચરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ

જેણે આ સમગ્ર પેપરલીક કાંડને અંજામ આપ્યો હતો તે આરોપી હવે પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપી જયેશ પટેલની ધડપકડ કરી લેવામાં આવી છે. ગુજરાત ગૌણ સૈવા પસંદગી મંડળની હેડક્લર્કની પરીક્ષા યોજાઈ. જેમાં ક્યારે શું થયું? ક્યારે પેપરલીક કરવામાં આવ્યું? ત્યાર બાદ પેપરલીક કાંડનો પર્દાફાશ કયારે થયો? જાણી તારીખવાર સમગ્ર ઘટનાક્રમનો ડે ટૂ ડે ચિતાર...

પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો, કોણ-કોણ હતું આ કાંડમાં સામેલ? જાણો કઈ રીતે આચરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ હેડ કલર્કની પરીક્ષાનું પેપપ લીક થવાના સમાચારે સમગ્ર ગુજરાતના સંખ્યાબંધ યુવાઓની આશા-અપેક્ષાઓ અને સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. જે યુવાનોએ ખાવા-પીવાનું છોડીને પોતાનો આરામ છોડીને તનતોડ મહેનત કરીને આ પરીક્ષા માટે તૈયારીઓ કરી હતી તેમને પેપર લીક થવાને કારણે ભારે આઘાત લાગ્યો છે. હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ત્યારે જેણે આ સમગ્ર પેપરલીક કાંડને અંજામ આપ્યો હતો તે આરોપી હવે પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપી જયેશ પટેલની ધડપકડ કરી લેવામાં આવી છે. સાબરકાંઠા પોલીસે નાસતા ફરતા ફરાર આરોપી જયેશ પટેલને દબોચી લીધો છે. સાબરકાંઠા જિલ્લાના SP નિરજ બડગુરે પ્રેસ કરીને આ અંગે વિગતવાર માહિતી આપી હતી. ગુજરાત ગૌણ સૈવા પસંદગી મંડળની હેડક્લર્કની પરીક્ષા યોજાઈ. જેમાં ક્યારે શું થયું? ક્યારે પેપરલીક કરવામાં આવ્યું? ત્યાર બાદ પેપરલીક કાંડનો પર્દાફાશ કયારે થયો? જાણો તારીખવાર સમગ્ર ઘટનાક્રમનો ડે ટૂ ડે ચિતાર...

No description available.

13 ડિસેમ્બર:
યુવરાજસિંહે પેપરલીક થયાનો આક્ષેપ કર્યો
પરીક્ષા પહેલાં જ 72 લોકો સુધી પેપર પહોંચ્યાનો દાવો
સાબરકાંઠામાંથી પેપરલીક થયાનો દાવો કર્યો

14 ડિસેમ્બર:
પેપરલીકના પુરાવા સચીવ સુધી પહોંચાડ્યાનો યુવરાજસિંહનો દાવો
પેપરલીકના આક્ષેપ બાદ સાબરકાંઠા પોલીસે તપાસ શરૂ કરી
શંકાસ્પદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી
પેપરલીકના દાવાથી ગૃહ વિભાગ આવ્યું એક્શનમાં

15 ડિસેમ્બર:
અસિત વોરાએ કહ્યું પેપરલીકની કોઈ ફરિયાદ નથી મળી
અસિત વોરાએ કહ્યું અમને કોઇ જ સચોટ પુરાવાઓ મળ્યા નથી
યુવરાજસિંહ જાડેજાએ પુરાવા આપ્યાના પણ પુરાવા રજૂ કર્યા
યુવરાજસિંહ અસત વોરાને હટાવવાની માગ કરી 
4 શંકાસ્પદ ગાડીઓના યુવરાજસિંહ નંબર જાહેર કર્યા

16 ડિસેમ્બર:
હેડ ક્લર્કનું પેપર ફૂટ્યાનો સરકારે સ્વીકાર કર્યો
અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને ઈ-મેઈલ કર્યો
એક મહિનામાં ગૌણ સેવા મંડળના બે પેપર ફૂટ્યાનો ખુલાસો
હેડ ક્લર્ક અને સબ ઓડિટરના પેપર ફૂટ્યાનો ખુલાસો થયો
પેપરલીક કાંડનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો

17 ડિસેમ્બર:
પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી

18 ડિસેમ્બર:
પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી
દર્શન વ્યાસના ઘરેથી 27 લાખ રૂપિયા જપ્ત
કોર્ટે 8 આરોપીઓના 9 દિવસના રિમાન્ડ કર્યાં મંજૂર

19 ડિસેમ્બર:
પોલીસે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ
પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર સહિત ત્રણની ધરપકડ

20 ડિસેમ્બરઃ
પેપરલીક કાંડનો વિરોધ કરવા આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યાં. જ્યાં આપના કાર્યકરોએ વિરોધના નામે તમાશાકાંડને અંજામ આપ્યો. કાર્યાલય પર તોડફોડ કરાઈ અને ભાજપના મહિલા કાર્યકરો સાથે અભદ્ર વર્તણૂક કરાઈ હોવાનો પોલીસ કેસ કરવામાં આવ્યો. આ ઉપરાંત પેપરલીક કાંડમાં હવે તપાસ તેજ થઈ છે..ત્યારે DGP આશિષ ભાટિયાએ કહ્યું ટૂંક સમયમાં જ સમગ્ર કૌભાંડનો પ્રદાફાશ થશે...સૂર્યા ઓફસેટના માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે..પ્રિન્ટિંગ પ્રેસના માણસો સામે કડકાકાર્યવાહી કરવામાં આવશે..કેટલાક આરોપીની ધરપકડ થઈ ગઈ છે..અને અન્ય કોની કોની સંડોવણી છે તેની પણ તપાસ ચાલી રહી છે..કોને કોને પેપર આપ્યા...અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવશે..આ ગેંગ સિવાય અન્ય કોની પાસે પેપર પહોંચ્યા તેની પણ તપાસ કરવામાં આવશે..

21 ડિસેમ્બર:
પેપરલીકકાંડનો મુખ્ય આરોપી જયેશ પટેલ સાબરકાંઠાથી ઝડપાયો છે. સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા નિરજ બડગુરે પ્રેસ કરીને આ અંગે વિગતવાર માહિતી આપી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પેપરલીક કાંડ મુદ્દે મહત્ત્વની બેઠક કરી. આજે હેડકલર્કની પરીક્ષા રદ કરવાનો લેવાઈ શકે છે નિર્ણય.

આવી રીતે ફૂટ્યું હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યુંઃ
જયેશ પટેલ
પેપરની નકલ મેળવી

જશવંત પટેલ
જયેશ પટેલ પાસેથી પેપર મેળવ્યું

દેવલ પટેલ
પિતા જશવંત પટેલે પેપરની નકલી આપી
5 પરીક્ષાર્થીઓને સસરાના ઘરે પેપર સોલ્વ કરાવ્યું

ધ્રુવ બારોટ
દેવલ પટેલના સસરાના ઘરે પેપર સોલ્વ કર્યું

મહેશ પટેલ
દેવલ અને મહેન્દ્ર સાથે મળી પેપર સોલ્વ કરાવ્યા
પેપર સોલ્વ કરવા વિદ્યાર્થીઓને પુસ્તકો આપ્યા 

ચિંતન પટેલ
6 પરીક્ષાર્થીઓ સાથે મળી ઉંછામાં પેપર સોલ્વ કર્યું

દર્શન વ્યાસ
જયેશ પટેલ પાસેથી પેપરની એક નકલ મેળવી

કુલદીપ પટેલ
દર્શનને પેપરની નકલ કુલદિપ પટેલને આપી
કુલદીપે 5 પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાવ્યા

સુરેશ પટેલ
સુરેશ સહિતના આરોપીને કુલદીપે બાસણઆ ગામે મોકલ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news