રાહુલ ગાંધીના બેંગકોક જવાના સમાચારો પર ભાજપનો કટાક્ષ, બચાવમાં આવ્યા અભિષેક મનુ સિંઘવી

સિંઘવીએ ટ્વીટ કર્યું, 'કોઈ વ્યક્તિના અંગત જીવન અને જાહેર જીવન સાથે મિક્સ ન કરવું જોઈએ. તે જરૂરી છે કે આપણે દરેકની અંગતતાને જાળવી રાખીએ. આ કોઈપણ પ્રોગ્રેસિવ અને લિબરલ ડેમોક્રેસી માટે જરૂરી છે.'  

Updated By: Oct 6, 2019, 06:05 PM IST
રાહુલ ગાંધીના બેંગકોક જવાના સમાચારો પર ભાજપનો કટાક્ષ, બચાવમાં આવ્યા અભિષેક મનુ સિંઘવી

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના બેંગકોક જવાને લઈને દેશમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પહેલા તેના બેંગકોક જવા પર કટાક્ષ કર્યો છે તો કોંગ્રેસે અંગત અને જાહેર જીવનને મિક્સ ન કરવાની સલાહ આપી છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય બાદ હવે કર્ણાટક ભાજપે રાહુલ પર કટાક્ષ કર્યો છે. પાર્ટીના કર્ણાટક યૂનિટે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર લખ્યું, 'મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી નજીક છે. મતદાતા પોતાના સ્ટાર પ્રચારકની યાદીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. શું તે સત્ય છે કે તે પહેલા તેઓ બેંગકોક રવાના થઈ ચુક્યા છે. હવે અંબાલામાં 'આલૂ સે સોના' અને 'ઔરંગાબાદ મેડ મોબાઇલ'ની વાત કોણ કરશે. 

આ પહેલા શનિવારે રાત્રે રાહુલ ગાંધીના બેંગકોક જવાના સમાચાર સામે આવ્યા બાદથી ટ્વીટર પર બેંગકોક ટ્રેન્ડ થવા લાગ્યું છે. એટલું જ નહીં રવિવારે પણ રાહુલ ગાંધી ટ્વીટરના ટોપ ટ્રેન્ડમાં છે. આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું કે, અંગત અને જાહેર જીવનને મિક્સ ન કરવું જોઈએ. 

NBT

સિંઘવીએ ટ્વીટ કર્યું, 'કોઈ વ્યક્તિના અંગત જીવન અને જાહેર જીવન સાથે મિક્સ ન કરવું જોઈએ. તે જરૂરી છે કે આપણે દરેકની અંગતતાને જાળવી રાખીએ. આ કોઈપણ પ્રોગ્રેસિવ અને લિબરલ ડેમોક્રેસી માટે જરૂરી છે.' ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી શનિવારે રાત્રે બેંગકોક માટે રવાના થયા હતા. સૂત્રો પ્રમાણે તેઓ 11 તારીખે પરત ફરશે. પરંતુ ચૂંટણીના થોડા સમય પહેલા તેમના વિદેશ પ્રવાસને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. 

NBT

આ પહેલા 2015મા પણ તેઓ 60 દિવસ માટે બેંગકોક અને દક્ષિણ પૂર્વ એશિયન દેશોની યાત્રા પર ગયા હતા. તે સમયે પણ રાજકીય વિરોધીઓ અને સોશિયલ મીડિયા યૂઝરોએ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું.