'જન આક્રોશ રેલી'માં આજે ગરજશે રાહુલ ગાંધી, નિશાના પર હશે મોદી સરકાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક જનસભાને સંબોધિત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાહુલની આ પહેલી રેલી હશે.
- કોંગ્રેસની જન આક્રોશ રેલી રામલીલા મેદાનમાં આયોજિત થશે
- સોનિયા ગાંધી, મનમોહન સિંહ સહિત તમામ કોંગ્રેસના નેતાઓ સામેલ થશે
- રાહુલ ગાંધીએ લોકોને રેલીમા સામેલ થવાની કરી અપીલ
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક જનસભાને સંબોધિત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાહુલની આ પહેલી રેલી હશે. રાષ્ટ્રીય સ્તરની જન આક્રોશ રેલી મહત્વપૂર્ણ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા થઈ રહી છે. કર્ણાટકમાં 12મી મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે.
રાહુલ ગાંધી આ રેલીમાં કુશાસન, ભ્રષ્ટાચાર, બેરોજગારી, આર્થિક સ્થિતિ, મહિલાઓ વિરુદ્ધ અપરાધો, દલિતો અને ન્યાયપાલિકા પર હુમલા અને સામાજિક અશાંતિ જેવા મુદ્દાઓ ઉઠાવશે. એવી આશા છે કે સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત પાર્ટીના ટોચના નેતાઓ રેલીને સંબોધિત કરશે.
રાહુલે લોકોને આ રેલીમાં સામેલ થવાની અપીલ કરી
રેલી અગાઉ રાહુલ ગાંધીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે મોદી સરકારના ચાર વર્ષોમાં યુવાઓને રોજગારી નથી મળી. મહિલાઓને સુરક્ષા નથી મળી, ખેડૂતોને પોતાના પાકની વ્યાજબી કિંમત તથા દલિતો-અલ્પસંખ્યકોને તેમના અધિકારો મળ્યા નથી. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ પોતાનો અસંતોષ અને આક્રોશ વ્યક્ત કરવા માટે આ રેલીમાં સામેલ થાય.
કોંગ્રેસ સચિવ અશોક ગહલોતે કહ્યું કે આક્રોશ સમાજના તમામ વર્ગો ગરીબ, વૃદ્ધ, યુવા, ખેડૂતો, મહિલાઓમાં છે. આથી તેનું નામ જન આક્રોશ રેલી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને મનમોહન સિંહ કોંગ્રેસીઓને સંબોધિત કરશે અને ભાજપને સત્તા પરથી હટાવવા માટે એકજૂથ થવાનું આહ્વાન કરશે, જે સમાજિક અશાંતિ ઊભી કરી રહી છે અને સમાજને વહેંચી રહી છે.
રેલીમાં કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો અને મુખ્યમંત્રીઓ સામેલ થશે
કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, સીએલપી નેતા, મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યો આ રેલીમાં હાજર રહેશે. તેમણે કહ્યું કે આ દેશ... કોંગ્રેસ માટે એક ઐતિહાસિક દિવસ રહેશે. ભારતમાં રાજકારણને પરિવર્તિત કરવા માટે એક નવા યુગની શરૂઆત રહશે. તેમણે કહ્યું કે સમગ્ર ભારત ભ્રષ્ટાચાર, બેંક કૌભાંડો, રાફેલ કૌભાંડ, મોટા પાયા પર બેરોજગારી અને દિન પ્રતિદિન જે રીતે વ્યાપાર નીચે જઈ રહ્યો છે તેને લઈને આક્રોશિત છે.
તેમણે કહ્યું કે મોદીજીના શાસનમાં ચારેબાજુ નફરત છે... લોકો દલિત, આદિવાસીઓ અને પછાતો વિરુદ્ધ અત્યાચારોને લઈને નારાજ છે. ન્યાયપાલિકા પર હુમલા થઈ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે