પીએમ મોદીના ચીન પ્રવાસથી આખરે ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં જાણો
: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ચીન પ્રવાસ પૂરો કરીને શનિવારે (28 એપ્રિલ) જ ભારત પાછા ફર્યા.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ચીન પ્રવાસ પૂરો કરીને શનિવારે (28 એપ્રિલ) જ ભારત પાછા ફર્યા. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે ભારત-ચીન સરહદ પર શાંતિ જાળવી રાખવાનો સંકલ્પ લીધો અને ચીનના વુહાન શહેરમાં શનિવારે પૂરી થયેલી અનૌપચારિક વાર્તામાં ડોકલામ જેવા સૈન્ય ગતિરોધની સ્થિતિ પેદા થતી રોકવા માટે પોત પોતાની સેનાઓને માર્ગદર્શન આપશે. એવી આશા કરવામાં આવી રહી છે કે ભારત ચીનની બોર્ડર પર તણાવ ઓછો થઈ જશે. પીએમ મોદીના ચીન પ્રવાસની ફળશ્રુતિ આ 10 પોઈન્ટમાં જાણીએ.
1. ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે પીએમ મોદી અને શી વચ્ચે ચાલેલી મહત્વપૂર્ણ બેઠકોથી એશિયાના બે પાડોશી દેશો વચ્ચે જે ગંભીર મુદ્દાઓ પર બેચેની વધેલી છે તેના ઉપર સકારાત્મક પ્રભાવ પડશે. ગોખલેએ બે દિવસમાં મોદી અને શી વચ્ચે ચાલેલી છ તબક્કાની વાર્તા પર પ્રેસને સંબોધિત કરતા કહ્યું કે બંને નેતાઓએ માન્યું કે ભારત અને ચીન સરહદ ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવી એ મહત્વપૂર્ણ છે અને ફેસલો લીધો કે તેઓ પોત પોતાની સેનાઓના સંપર્ક મજબુત કરવા અને વિશ્વાસ તથા આપસી સમજ બનાવવા માટે રણનીતિક માર્ગદર્શન કરશે.
2. બંને નેતાઓએ સરહદી વિસ્તારમાં હાલાતના મેનેજમેન્ટ અને બચાવ માટે વર્તમાન સંસ્થાગત તંત્રને મજબુત કરવાનો નિર્ણય લીધો છે. ગોખલેએ કહ્યું કે મોદી અને શીએ સ્વીકાર્યુ છે કે સરહદ વાર્તા પર બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓને નિષ્પક્ષ, યોગ્ય અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલના શોધ માટે પોતાના પ્રયાસોમાં ઝડપ લાવવી પડશે.
3. ગોખલેએ કહ્યું કે ભારત અને ચીને અફઘાનિસ્તાનમાં એક સયુંક્ત આર્થિક પરિયોજના પર કામ કરવા અંગે સહમતિ બનાવી. આ પગલાંથી ચીનનો હંમેશાના સહયોગી અને ભારતનો કટ્ટર વિરોધી પાકિસ્તાન પરેશાન થઈ શકે છે.
4. બંને દેશોના પ્રમખો વચ્ચે અનેક તબક્કામાં થયેલી બેઠકોમાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ છવાયેલા રહ્યાં, જેના પર બંને નેતાઓનો એકસરખો દ્રષ્ટિકોણ હતો. રણનીતિક અને લાંબાગાળાના પરિપેક્ષ્યમાં ભારત-ચીન સંબંધોની પ્રગતિની સમીક્ષા પણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શીએ કરી.
5. બંને દેશો એકબીજાની સંવેદનશીલતાઓ, ચિંતાઓ અને આકાંક્ષાઓનું સન્માન કરતા શાંતિપૂર્ણ રીતે વાતચીતના માધ્યમથી આપસી મતભેદોને દૂર કરવામાં સક્ષમ છે તે અંગે બંને નેતાઓ સહમત હતાં. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે ભારત-ચીન સરહદ ક્ષેત્રમાં અમન અને શાંતિ જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો.
6. બંને નેતાઓએ પોત પોતાની સેનાના સરહદી મામલાઓના મેનેજમેન્ટમાં આપીસ વિશ્વાસ બહાલીના વિભિન્ન ઉપાયોને અમલમાં લાવવાની દિશામાં ભરોસો તથા તાલમેળ બનાવી રાખવા માટે એકબીજા સાથે સંવાદ વધારવા રણનીતિક નિર્દેશ જારી કર્યાં.
7. પીએમ મોદી અને શી જિનપિંગે પોત પોતાની સેનાઓને બંને પક્ષો વચ્ચે સહમતિના આધાર પર વિશ્વાસ બહાલીના વિભિન્ન ઉપાયોગને જલદી અમલમાં લાવવા માટે નિર્દેશ આપ્યાં. બંને પક્ષો વચ્ચે સરહદી વિસ્તારની ઘટનાઓને રોકવા માટે આપસી તથા સમાન સુરક્ષાના સિદ્ધાંતને અમલમાં લાવવા, હાલની સંસ્થાગત વ્યવસ્થાને મજબુતી પ્રદાન કરવા અને સૂચના શેર કરવાના તંત્ર અંગે સહમતિ બની.
8. ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી સરહદ વિવાદ એક ગંભીર મુદ્દો છે. જેને લઈને 1962માં બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયું અને પરસ્પર અવિશ્વાસ બની રહ્યો છે. ગત વર્ષ 2017માં ભારત-ચીન સરહદ વિસ્તારમાં સિક્કિમના ડોકલામમાં બંને દેશોની સેનાઓ વચ્ચે 73 દિવસો સુધી ગતિરોધ બની રહ્યો હતો. ઓગસ્ટમાં વાતચીત બાદ ગતિરોધ દૂર થયો હતો. પીએમ મોદીના ચીન પ્રવાસ દરમિયાન ભારત-ચીન શિખરવાર્તા વખતે એક મોટો ફેસલો અફઘાનિસ્તાનમાં ભારત-ચીન આર્થિક પરિયોજનાને લઈને થયો છે. જેના પર બંને દેશોએ કામ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.
9. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધ સાવ સૂકો રહ્યો છે અને ચીન તેમની વચ્ચે અમન સ્થાપિત કરવા માટે વચેટિયાની ભૂમિકા ભજવવા માંગે છે. દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ વાતચીતનો મહત્વનો ભાગ રહ્યો. બંને નેતાઓએ એ વાતને રેખાંકિત કરી કે વ્યાપાર સંતુલિત અને લાંબા ગાળાનો હોવો જોઈએ. આપણે બંને દેશોની અર્થવ્યવસ્થાની પૂરકતાનો લાભ ઉઠાવીને પોતાનો વ્યાપર અને રોકાણ વધારવું જોઈએ. વડાપ્રધાને પણ વ્યાપારને સંતુલિત કરવાના મહત્વનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ચીનને કૃષિના ઉત્પાદનો અને ઔષધીઓની નિકાસ કરી શકાય છે.
10. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શીએ સ્વીકાર્યું છે કે આતંકવાદ તેમના માટે એકસમાન ખતરો છે અને બંનેએ એકવાર ફરીથી તેની આકરી ટિકા કરી. તેમણે આતંકવાદા સામે મુકાબલો કરવા મુદ્દે સહયોગને લઈને પણ પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે