ઇન્દોરની ‘56’ દુકાન પહોંચી રાહુલે કર્યું આ કામ, લોકોએ તાળીઓ પાડી, જુઓ Video

અધ્યક્ષ રાહુલ ગાંધી 29 અને 30 ઓક્ટોબર સુધી તેના બે દિવસીય મધ્યપ્રદેશના પ્રવાસ પર છે. સોમવારે રાહુલ તેનો રોડ શો પુરો કર્યા

ઇન્દોરની ‘56’ દુકાન પહોંચી રાહુલે કર્યું આ કામ, લોકોએ તાળીઓ પાડી, જુઓ Video

ઇન્દોર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 29 અને 30 ઓક્ટોબર સુધી તેના બે દિવસીય મધ્યપ્રદેશના પ્રવાસ પર છે. સોમવારે રાહુલ તેનો રોડ શો પુરો કર્યા બાદ ઇન્દોર ફરવા નિકળ્યો હતો અને તે દરમિયાન રાહુલે ઇન્દોરના સ્વાદિષ્ટ ભોજનની મજા માણી હતી. ત્યારબાદ રાહુલે ઇન્દોરની ફેમસ ‘56’ દુકાન પર આઇસક્રિમ ખાધી અને ત્યાં હાજર બાળકોને પણ પોતાના હાથે આઇસક્રિમ ખવડાવી ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડવાની શરૂ કરી દીધી હતી. જણાવી દઇએ ઇન્દોરની 56 દુકાન દેશ ભરમાં તેના સ્વાદિષ્ટ વ્યંજન માટે ફેમસ છે.

રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ
તમને જણાવી દઇએ કે રાહુલની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ પણ હાજર હતા. ત્યારે રાહુલનો બાળકોને આઇસક્રિમ ખવડાવતો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને લોકોએ ઘણો પસંદ કર્યો છે અને રાહુલની પ્રશંસા પણ કરી રહ્યા છે. રાહુલ જ્યારે આ દુકાન પર પહોંચ્યો ત્યારે ચારેય બાજુ રાહુલના ચાહકોની ભીડ લાગી ગઇ હતી. એટલું જ નહીં દુકાનદારે પણ તેમને આઇસક્રિમ અને ખાવાના પૈસા લીધા ન હતા.

— Congress (@INCIndia) October 29, 2018

રાહુલ ગાંધીએ કર્યો ભાજપ પર વાર
મધ્યપ્રદેશમાં બે દિવસના પ્રવાસ પર રાહુલે ઉજ્જૈનમાં બાબા મહાકાલના દર્શન કરી તેના પ્રવાસની શરૂઆત કરી હતી. તે દરમિયાન રાહુલ ગાંધીએ રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યુ અને કાશ્મીરમાં વધતા આતંકી ઘટનાઓ સહીત રાફેલ મુદ્દા પર કેન્દ્ર સરકારને દોષી ગણાવી હતી. આ સાથે જ તેણે પ્રદેશના મુખિયા શિવરાજ સિંહ ચૌહાણને પણ નિશાના પર લીધા અને તેમની નિતીઓ પર સવાલ ઉઠાવ્યા હતા.

મધ્યપ્રદેશમાં ચૂંટણી
મધ્યપ્રદેશ સહીત દેશના પાંચ રાજ્યોમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. જેના માટે બધી રાજકીય પાર્ટીઓ આ રાજ્યોમાં જીત સુનિશ્ચિત કરવા માટે કામે લાગ્યા છે. મધ્યપ્રદેશમાં એક ચરણમાં 28 નવેમ્બરે ચૂંટણી થશે. મધ્યપ્રદેશમાં બે નબેમ્બર ચૂંટણીની સૂચનાઓ જાહેર કરવામાં આવશે. 9 નવેમ્બર સુધીમાં રાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાય છે. સાથે 11 ડિસેમ્બરે બધા જ રાજ્યોમાં મતગણતરી કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news