ટ્રેન લેટ હોવાને કારણે છૂટી ફ્લાઇટ, સુપ્રીમ કોર્ટના આદેશ પર યાત્રીને 30 હજારનું વળતર આપશે રેલવે

એક રિપોર્ટ પ્રમાણે નોર્ધન રેલવેને 15 હજાર રૂપિયા ટેક્સી ખર્ચ તરીકે, 10 હજાર રૂપિયા ટિકિટ ખર્ચ અને 5 હજાર રૂપિયા માનસિક પીડા અને કેસના ખર્ચના રૂપમાં આપવા પડશે. 
 

ટ્રેન લેટ હોવાને કારણે છૂટી ફ્લાઇટ, સુપ્રીમ કોર્ટના આદેશ પર યાત્રીને 30 હજારનું વળતર આપશે રેલવે

નવી દિલ્હીઃ ભારતમાં ટ્રેન મોડી પડવી સામાન્ય વાત છે અને હંમેશા તેનું પરિણામ આપણે કોઈને કોઈ રીતે ભોગવવું પડે છે આ વચ્ચે સુપ્રીમ કોર્ટે રેલવેને એક ફરિયાદીને 30 હજાર રૂપિયાનો દંડ આપવાનું કહ્યું છે, જેની જમ્મુથી શ્રીનગરની ફ્લાઇટ અજમેર-જમ્મુ એક્સપ્રેસ મોડી પડવાને કારણે છૂટી ગઈ હતી. આ ટ્રેન ચાલ કલાક મોડી હતી. 

વળતરનો ઓર્ડર મૂળ રીતે જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ ફોરમ, અલવર અને ત્યારબાદ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ, નવી દિલ્હી દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ ઉત્તર રેલવેએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, જેના પર જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝે ચુકાદો આપ્યો છે.

એક રિપોર્ટ પ્રમાણે નોર્ધન રેલવેને 15 હજાર રૂપિયા ટેક્સી ખર્ચ તરીકે, 10 હજાર રૂપિયા ટિકિટ ખર્ચ અને 5 હજાર રૂપિયા માનસિક પીડા અને કેસના ખર્ચના રૂપમાં આપવા પડશે. ટ્રેન લેટ હોવાને કારણે ફરિયાદીની ફ્લાઇટ છૂટી ગઈ હતી. તેણે ટેક્સીથી શ્રીનગર જવું પડ્યુ અને એર ટિકિટના રૂપમાં 9 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. તેણે ટેક્સી ભાડા પર 15 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. આ સિવાય ડલ ઝીલમાં શિકારાની બુકિંગ માટે 10 હજારનું નુકસાન થયું હતું. 

એડિશનલ સોલિસિટર જનરલે અદાલતને કહ્યુ કે ટ્રેન મોડી ચાલવાને કારણે રેલવેની સેવામાં કમી કહી શકાય નહીં. તેના પર સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યુ કે રેલવેને આ વાતના પૂરાવા આપવા પડશે અને અને જણાવવું પડશે કે ટ્રેન લેટ થવાના કારણો નિયંત્રણથી બહાર હતા. રેલવે આમ કરવામાં નિષ્ફળ રહ્યું છે. બેંચે કહ્યુ- તેના પર કોઈ વિવાદ ન હોઈ શકે કે દરેક યાત્રીનો સમય કિંમતી છે અને બની શકે કે તેણે આગળની યાત્રા માટે ટિકિટ લીધી હોય, જેમ આ કેસમાં થયું છે. 

ખંડપીઠે કહ્યું, "આ સમય સ્પર્ધા અને જવાબદારીનો છે. જો સરકારી પરિવહન અસ્તિત્વ ધરાવે છે અને ખાનગી ખેલાડીઓ સાથે સ્પર્ધા કરે છે, તો તેઓએ તેમની સિસ્ટમો અને કાર્ય સંસ્કૃતિમાં સુધારો કરવો પડશે. નાગરિકો અને મુસાફરોને સત્તા/વહીવટની દયા પર છોડી શકાય નહીં. કોઈએ જવાબદારી લેવી પડશે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news