થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે ભવિષ્યવાણી કરતા કહ્યું કે આગામી ચારથી પાંચ દિવસ સુધી ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ થવાનો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ચોમાસાએ નિર્ધારિત સમય કરતાં 6 દિવસ પહેલાં સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના તમામ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ઉત્તર-પૂર્વમાં સૌથી ખરાબ સ્થિતિ છે. તો અનરાધાર વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. દેશના કયા રાજ્યમાં વરસાદ બાદ કેવી પરિસ્થિતિ છે? હવામાન ખાતાએ શું આગાહી કરી છે?... જોઈશું આ રિપોર્ટમાં....
આ સ્થિતિ ભારત દેશના વિવિધ શહેરોમાં છે. કેમ કે ધીમે-ધીમે દેશના તમામ રાજ્યોમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ રમવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે અનેક રાજ્યોમાં સ્થિતિ વિકટ બની ગઈ છે. તો કેટલાંક રાજ્યોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
અસમ રાજ્યના નગાંવ શહેર ભારે વરસાદે સ્થિતિ મુશ્કેલ બનાવી છે. અહીંયા ભારે વરસાદના કારણે જ્યાં નજર કરો ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલી શાળા હોય કે સરકારી કચેરી દરેક જળમગ્ન છે. પૂરના પાણી શહેરના અનેક વિસ્તારમાં ઘૂસતાં લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. તો અસમ રાજ્યના મોરેગાંવમાં પણ ભારે વરસાદ પડ્યો છે. અહીંયા ઉપરવાસમાં વરસાદથી બ્રહ્મપુત્રા નદી ગાંડીતૂર બની ગઈ છે. જેના કારણે નદીનું પાણી નદીકાંઠાના વિસ્તારમાં આવેલાં ગામડાઓમાં વિનાશ વેરી રહ્યું છે... નદીમાં સતત વધી રહેલાં જળસ્તરના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે.
અસમ રાજ્યના દિબ્રુગઢ શહેરની છે. અહીંયા છેલ્લાં 7 દિવસથી પાણી ઉતરવાનું નામ લઈ રહ્યું છે. રસ્તાઓ પર સતત પાણી ભરાઈ રહેવાના કારણે લોકોને રોજિંદી વસ્તુઓ લાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એકબાજુ પૂરના પાણીથી માણસો પરેશાન છે. તો કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરના પાણી ભરાઈ જતાં અબોલ પ્રાણીઓ લાચાર બની ગયા છે. નદીનું પાણી નેશનલ પાર્કમાં આવવાથી પશુઓ સતત જોખમ વચ્ચે જીવી રહ્યા છે. અહીંયા સતત જીવ બચાવવા માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે.
આ તરફ ઉત્તરાખંડના લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે. કેમ કે ઉપરવાસમાં વરસાદથી અચાનક અલકનંદા નદીના જળસ્તરમાં વધારો થઈ ગયો છે. તો દહેરાદૂનમાં પણ ભારે વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
આ દ્રશ્યો ઉત્તરાખંડમાં કુદરતના ક્રૂર મિજાજના છે... અહીંયા પિથૌરાગઢના ધારચુલા તવાઘાટ રસ્તા પર પહાડનો મોટો હિસ્સો ધડામ કરતો નીચે આવ્યો... સદનસીબે કોઈ વાહન કે માણસ તેની ઝપેટમાં આવ્યું નહીં... હાલ આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે...
વરસાદના કહેર વચ્ચે હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ આપ્યું છે... જેમાં પંજાબ,હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, ઉત્તરાખંડ, ત્રિપુરા, મિઝોરમમાં ભારે વરસાદ પડશે. રાજસ્થાન, ગુજરાત, બિહાર, પશ્વિમ બંગાળ, સિક્કિમ, મણિપુરમાં ભારે વરસાદ પડશે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, અસમ, નાગાલેન્ડમાં ભારે વરસાદ પડશે. એટલે આ રાજ્યના લોકોની મુશ્કેલી ઓછી નહીં થાય... પરંતુ વધવાની જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે