Rajya Sabha Election: રાજ્યસભાની 15 બેઠકો માટે આજે ચૂંટણી, UP-કર્ણાટકમાં ક્રોસ વોટિંગનો ડર

દેશમાં 3 રાજ્યોની 15 રાજ્યસભા બેઠકો માટે આજે ચૂંટણી થઈ રહી છે. આવામાં જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક સામેલ છે.

Rajya Sabha Election: રાજ્યસભાની 15 બેઠકો માટે આજે ચૂંટણી, UP-કર્ણાટકમાં ક્રોસ વોટિંગનો ડર

દેશમાં 3 રાજ્યોની 15 રાજ્યસભા બેઠકો માટે આજે ચૂંટણી થઈ રહી છે. આવામાં જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક સામેલ છે. યુપી અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગ થાય તેવી ભીતિ છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. 

56 સીટો ખાલી
15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે. જેમાંથી 12 રાજ્યોની 41 બેઠકો માટે રાજ્યસભાના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન સવારે નવ વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.ત્યારબાદ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે. જ્યારે રાત સુધીમાં પરિણામ આવી જાય તેવું કહેવાય છે. 

યુપી-કર્ણાટકમાં રસપ્રદ મુકાબલો
રાજ્યસભાની ચૂંટણીમાં રસપ્રદ મુકાબલો તો ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં જોવા મળશે. કારણ કે અહીં એક એક સીટ પર પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે. યુપીની 10 બેઠકો માટે 11 જ્યારે ક્ણાટકની 4 સીટો માટે 5 ઉમેદવાર છે. હિમાચલની 1 બેઠક માટે પણ 2 ઉમેદવાર છે. પરંતુ અહીં કોંગ્રેસ પાસે સંખ્યાબળ છે એટલે અહીં મુકાબલો આકરો હોવાની બહુ આશા નથી. 

યુપીમાં રાજ્યસભા ચૂંટણીનું ગણિત
યુપીમાં વિધાનસભાની કુલ 403 બેઠકો છે. જેમાંથી હાલ 4 બેઠકો ખાલી છે. કુલ વિધાયકોની સંખ્યા હાલ 399 છે. જેમાંથી એનડીએ પાસે કુલ 287 વિધાયક છે. જ્યારે સમાજવાદી પાર્ટી ગઠબંધનના વિધાયકોની સંખ્યા 110 છે. એક સીટ પર જીત માટે 37 વિધાયકોની જરૂર છે. આવામાં 8 ઉમેદવારોની જીત માટે ભાજપને બીજા 9 વિધાયકો જોઈએ. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના 2 ઉમેદવારોની જીત નિશ્ચિત ગણાઈ રહી છે. કારણ કે સમાજવાદી પાર્ટીના 2 વિધાયક રમાકાંત યાદવ અને ઈરફાન સોલંકી જેલમાં છે. જો એસપી વિધાયક રાકેશ પાંડે પણ ભાજપને મત આપે તો પછી સમાજવાદી પાર્ટીને ત્રીજી સીટ માટે 4 મતની જરૂર પડશે. યુપીમાં રાજ્યસભાની 10 સીટો માટે 11 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં  ભાજપના 8, સમાજવાદી પાર્ટીના 3 ઉમેદવારો છે. આવામાં એક બેઠક માટે મુકાબલો રોમાંચક બન્યો છે. ભાજપના 7 અને સમાજવાદીના 2 ઉમેદવારોની જીત નક્કી મનાઈ રહી છે જ્યારે એક સીટ માટે પેચ ફસાયેલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news