રાજ્ય સભા સાંસદ સુભાષ ચંદ્રાએ કહ્યું- દેશભક્તિ અને આધ્યાત્મવાદ ભારતની તાકાત છે

આ અવસર પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝને યાદ કરતા રાજ્ય સભા સાંસદ સુભાષ ચંદ્રાએ કહ્યું કે તે નેતાજી ભારતથી જર્મની ગયા હતા. બર્લિનમાં તેઓએ ભારત માટે એક પ્રસારણની શરૂઆત કરી હતી. દેશવાસીઓને આઝાદ હિંદ ફૌજમાં જોડાવા માટે અપીલ કરી હતી.

રાજ્ય સભા સાંસદ સુભાષ ચંદ્રાએ કહ્યું- દેશભક્તિ અને આધ્યાત્મવાદ ભારતની તાકાત છે

નવી દિલ્હી: 23 જાન્યુઆરી- નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ (Subhash Chandra Bose Jayanti 2021) ને આ વખતે સરકારે 'પરાક્રમ દિવસ' ના રૂપે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ પર્વ પર દેશભરમાં મોટા પાયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અમેરિકામાં પણ નેતાજીની જન્મ જયંતિને ધામધૂમથી મનાવામાં આવશે.  

આ અવસર પર રાજ્ય સભા સાંસદ સુભાષ ચંદ્રા (Rajya Sabha Member Subhash Chandra) એ વિશ્વ હિંદૂ પરિષદ (અમેરિકા) દ્વારા આયોજિત કાર્યક્રમ 'પૈટ્રિયૉટિક હૈપનિંગ'  (Patriotic Happening) માં સંબોધન કર્યું હતું. તેઓએ આ આયોજન બદલ VHP અમેરિકાને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, 'મને એટલો આનંદ છે કે આજે  VHP અમેરિકાના નેતૃત્વ હેઠળ ભારતના બે વીર સપૂતો સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની યાદમાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આપ સૌને મારા સાદર પ્રણામ.'

તેમણે ક્હ્યું, દેશભક્તિ અને આધ્યાત્મવાદ ભારતને એકજુટ દેશ બનાવે છે. આ ભારતની એકતા અને અખંડિતતા જ છે જે બીજા દેશોને આકર્ષિત કરે છે. 

'નેતાજીએ ભારતને એકજૂટ બનાવ્યું'
આ અવસર પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝને યાદ કરતા રાજ્ય સભા સાંસદ સુભાષ ચંદ્રાએ કહ્યું કે તે નેતાજી ભારતથી જર્મની ગયા હતા. બર્લિનમાં તેઓએ ભારત માટે એક પ્રસારણની શરૂઆત કરી હતી. દેશવાસીઓને આઝાદ હિંદ ફૌજમાં જોડાવા માટે અપીલ કરી હતી. જે દર્શાવે છે કે નેતાજી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ હતો જેનાથી તેઓ જનતાની તાકાતને સમજી શક્યા અને આ રીતે દેશવાસીઓને એકજૂટ કર્યા. 

સુભાષ ચંદ્રાએ કહ્યું કે નેતાજીએ ભારતમાં અંગ્રેજોના મૂળીયાંને હલાવી નાખ્યા હતા, જોકે દેશની આઝાદીનો શ્રેય પંડિત નહેરૂ અને મહાત્મા ગાંધી લઈ ગયા. પરંતુ એ સત્ય છે કે નેતાજી અને દેશના અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપણને અંગ્રેજોની જકડમાંથી આઝાદી અપાવી હતી. તેઓએ કહ્યું, ' આઝાદી બાદ સરદાર પટેલે દેશને અખંડ કર્યો અને ભારતને એ સપનું દેખાડ્યું જે આજે આપણે જીવી રહ્યા છીએ. ' 

પરાક્રમ દિવસને ઉજવવા પ્રધાનમંત્રી મોદી કોલકાત્તા જશે
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ પર પ્રધાનમંત્રી મોદી કોલકાત્તા જશે. આ દિવસને પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવામાં આવશે. કોલકાત્તામાં PM મોદી એક કાર્યક્રમમાં સંબોધન કરશે અને નેતાજીની યાદમાં એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ જાહેર કરશે. બંગાળના પ્રવાસ સમયે PM મોદી નેતાજીના જીવન પર આધારિત એક સ્થાયી પ્રદર્શની અને એક 'પ્રોજેક્ટ મૈપિંગ શોર'નું પણ ઉદ્ધાટન કરશે. 

ગુજરાતમાં થશે ખાસ કાર્યક્રમ
નેતાજીની 125મી જયંતીને આ વખતે સરકારે પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવાનું નક્કી કર્યું છે અને દેશભરમાં વ્યાપક રીતે કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. આવા જ એક કાર્યક્રમનું આયોજન ગુજરાતના હરિપુરામાં કરાયું છે.  

શુક્રવારે PM મોદીએ કહ્યું કે હરિપુરમાં થનાર આયોજન ખુબ જ ખાસ છે. તેઓએ લોકોને આ કાર્યક્રમમાં જોડાવવા માટે અપીલ કરી. ખરેખર, હરિપુરા સાથે નેતાજીનો ગાઢ સંબંધ છે. વર્ષ 1938માં અહીં થયેલા કોંગ્રેસના ઐતિહાસિક અધિવેશનમાં નેતાજીને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમાયા હતાં.   

PM મોદીએ,'ટ્વીટ કરીને કહ્યું કે કાલે ભારત નેતાજીની જયંતી પર પરાક્રમ દિવસ ઉજવાશે. દેશભરમાં આયોજિત કાર્યક્રમોમાં એક વિશેષ કાર્યક્રમ ગુજરાતના હરિપુરામાં પણ થશે. તમે સૌ આમાં જોડાઓ .' તેઓએ કહ્યું કે હરિપુરામાં થનાર કાર્યક્રમ નેતાજીના યોગદાન પ્રતિ દેશની શ્રદ્ધાંજલિ હશે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news