રામ મંદિર: પૂજન સંકલ્પ કરી રહેલા પુરોહિતે PM મોદીથી દક્ષિણામાં શું માંગ્યું?

આજનો દિવસ ઇતિહાસમાં સૂવર્ણ અક્ષરોથી લખવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરની પાયો નાખ્યો છે. દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં લોકોને જે શુભ સમયનો વિલંબ હતો તે આજે મંત્રોચ્ચારની સાથે સંપૂર્ણ થયો. પાયો નાખ્યા બાદ પૂજન સંકલ્પ દરમિયાન પુરોહિતે પીએમ મોદી પાસે દક્ષિણ માંગી.
રામ મંદિર: પૂજન સંકલ્પ કરી રહેલા પુરોહિતે PM મોદીથી દક્ષિણામાં શું માંગ્યું?

નવી દિલ્હી: આજનો દિવસ ઇતિહાસમાં સૂવર્ણ અક્ષરોથી લખવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરની પાયો નાખ્યો છે. દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં લોકોને જે શુભ સમયનો વિલંબ હતો તે આજે મંત્રોચ્ચારની સાથે સંપૂર્ણ થયો. પાયો નાખ્યા બાદ પૂજન સંકલ્પ દરમિયાન પુરોહિતે પીએમ મોદી પાસે દક્ષિણ માંગી.

પુરોહિતે પીએમથી કહ્યું કે, કોઇપણ યજ્ઞમાં દક્ષિણા મહત્વપૂર્ણ હોય છે. પરંતુ દક્ષિણા તો આજ એટલી આપી છે કે, આજે અજબો આશિર્વાદ મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ભારત તો અમારો દેશ જ છે, તેનાથી ઉપર કંઇ નથી. પુરોહિતે પીએમ મોદીને કહ્યું, કોઇ સમસ્યાઓ છે તે સમસ્યાઓને દુર કરવાનો સંકલ્પ તો લીધો છે, 5 ઓગસ્ટમાં અન્ય કેટલાક જોડાઇ જાયતો ભગવાનની કૃપા થશે.

કોરોના કારણે ભૂમિ પૂજન કાર્યક્રમમાં સીમિત લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પૂજન સંકલ્પ દરમિયાન પીએમ મોદીની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યાં. જ્યારે અન્ય આમંત્રિત લોકો રામ મંદિર પરિસરમાં રહ્યાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news