Ram Mandir Inauguration: આ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અયોધ્યાનો કાર્યક્રમ, જાણો પ્રાણ પ્રતિષ્ઠાનો સમય

Ram Mandir Opening Ceremony: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ પહેલા કાર્યક્રમની તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. 

Ram Mandir Inauguration: આ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અયોધ્યાનો કાર્યક્રમ, જાણો પ્રાણ પ્રતિષ્ઠાનો સમય

અયોધ્યાઃ PM Modi Schedule For Ayodhya: અયોધ્યામાં સોમવાર (22 જાન્યુઆરી) એ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. રામ મંદિરનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે, સાથે તેઓ આ કાર્યક્રમના મુખ્ય યજમાન પણ છે. જ્યારે પોગ્રામમાં માત્ર એક દિવસનો સમય બાકી છે, ત્યારે પીએમ મોદીનો અયોધ્યા પહોંચવાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

સોમવારની સવારે 10.25 કલાકે પીએમ મોદીનું પ્લેન અયોધ્યા એરપોર્ટ પર પહોંચશે. તેની 20 મિનિટ બાદ એટલે કે 10.45 પર અયોધ્યાના હેલીપેડ પર પહોંચશે. પીએમ મોદીનું શ્રી રામ જન્મભૂમિ પર 10 કલાક 55 મિનિટ પર આગમન થશે. ત્યારબાદ સવારે 11 કલાકથી 12 કલાક સુધી તેમનો કાર્યક્રમ રિઝર્વ રહેશે. 

આ સમય પર લેશે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ
પોતાના રિઝર્વ કાર્યક્રમમાં પીએમ મોદી બપોરે 12 કલાક 5 મિનિટથી લઈને 12 કલાક 55 મિનિટ એટલે કે લગભગ 50 મિનિટ સુધી તેઓ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારબાદ તેઓ પૂજા સ્થળથી નિકળશે અને બપોરે આશરે 1 કલાકની આસપાસ એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં તેઓ બપોરે 2 કલાક સુધી રહેશે. આ કાર્યક્રમમાં સામેલ થયા બાદ બપોરે 2 કલાક 10 મિનિટ બાદ પીએમ મોદી કુબેલ ટીલા પહોંચશે અને દર્શન કરશે.

ત્યારબાદ 2 કલાક 25 મિનિટ પર હેલીપેડ માટે રવાના થશે, પછી 2 કલાક 40 મિનિટ પર હેલીપેડથી એરપોર્ટ પર રવાના થશે. 3 કલાક 5 મિનિટ પર તેઓ એરપોર્ટથી દિલ્હી માટે રવાના થશે. આ રીતે પીએમ મોદી આશરે પોણા પાંચ કલાક અયોધ્યામાં રહેશે. 

જનસભાને કરશે સંબોધિત
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. રામ મંદિરની સામે કેન્દ્રીય શિખર અને બે અન્ય શિખરો સાથે-સાથે ખુલા મંચ પર ખુરશીઓ લગાવવામાં આવશે. આ જનસભા માટે આશરે 6 હજાર ખુરશીઓ લગાવવામાં આવશે.

રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા
આ પહેલા 18 જાન્યુઆરીએ રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીએ બપોરે 12 કલાક 20 મિનિટ પર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવશે. વિગ્રહની આંખોના પાટા હટાવવામાં આવશે અને તેમને દર્પણ દેખાડવામાં આવશે. રામ મંદિરમાં ભગવાન રામને બાળ રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news