500 વર્ષના ઈન્તેજારનો હવે આવશે અંત, આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો કાર્યક્રમની તમામ વિગતો

પ્રભુની કૃપા જ્યારે થાય ત્યારે તમામ કામ પાર પડતા હોય છે. હિન્દુ સમાજના 500 વર્ષના તપ બાદ આખરે સોમવારે પ્રભુ શ્રીરામલલ્લા પોતાના નવા, ભવ્ય, દિવ્ય મહેલમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આજે પીએમ મોદી અને સીએમ યોગી સહિત સંત સમાજ અને અતિ વિશિષ્ટ લોકોની ઉપસ્થિતિમાં રામલલ્લાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે.

500 વર્ષના ઈન્તેજારનો હવે આવશે અંત, આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો કાર્યક્રમની તમામ વિગતો

પ્રભુની કૃપા જ્યારે થાય ત્યારે તમામ કામ પાર પડતા હોય છે. હિન્દુ સમાજના 500 વર્ષના તપ બાદ આખરે સોમવારે પ્રભુ શ્રીરામલલ્લા પોતાના નવા, ભવ્ય, દિવ્ય મહેલમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આજે પીએમ મોદી અને સીએમ યોગી સહિત સંત સમાજ અને અતિ વિશિષ્ટ લોકોની ઉપસ્થિતિમાં રામલલ્લાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે. અયોધ્યા નગરને હજારો ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવી છે. અવધપુરીમાં ઉત્સવનો માહોલ છે. સૂર્યવંશની રાજધાની અયોધ્યા ધામ સહિત સમગ્ર દેશના મંદિરોમાં રામ સંકીર્તન અને રામ ચરિતના પાઠ થઈ રહ્યા છે. 

આવી રહ્યા છે ભગવાન રામ
ફૂલોથી સજેલી અયોધ્યા નગરીમાં જન્મભૂમિ પથથી લઈને રામ પથ, ભક્તિ પથ અને ધર્મ પથની ઔલોકિક આભા જોવા મળી રહી છે. સાંસ્કૃતિક નૃત્ય અને વાદનના માધ્યમથી વિવિધ સ્થળો પર પ્રદેશની સાથે સાથે  દેશભરની પરંપરાઓ અને કળાનો સમાગમ થઈ રહ્યો છે. ચારે બાજુ ભગવાન રામના ભજન સાંભળવા મળી રહ્યા છે. સોમવારે સાંજે  ભવ્ય દિપોત્સવની તૈયારી છે. એવું લાગે છે કે જાણે રઘુનંદનના અભિનંદન માટે આખુ સ્વર્ગ ધરતી પર ઉતરી પડ્યું છે. જાન્યુઆરીમાં દીવાળીનો અહેસાસ થઈ રહ્યો છે. શબરીના, કેવટના, દલિતો, વંચિતો બધાના શ્રી રામ આવી રહ્યા છે. 

(Pics: VHP spokesperson Sharad Sharma) pic.twitter.com/w0VpVEPv1x

— ANI (@ANI) January 22, 2024

10.30 વાગે પીએમ મોદી પહોંચશે
સવારે 10 વાગ્યાથી મંગળ ધ્વનિ થશે. જેમાં દેશના વિવિધ રાજ્યોથી આવેલા 50થી વધુ વાદ્ય મંત્ર એકસાથે વાગશે. અને તેમાંથી નીકળેલા સૂરિલા સૂર સમગ્ર માહોલને ભક્તિમય બનાવશે. સવારે 10.30 વાગે પીએમ મોદી અયોધ્યામાં નવ નિર્મિત રામમંદિર પહોંચશે. પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન પીએમ મોદી છે, જ્યારે રામલલ્લાની નવી મૂર્તિની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરશે. 

— ANI (@ANI) January 22, 2024

સવારે 11 વાગ્યાથી અતિથિઓનું આગમન થરૂ થશે. 
સવારે 11.30 વાગ્યાથી બપોરે 12.35માં ગર્ભગૃહમાં પૂજા થશે. આ બધા વચ્ચે 84 સેકન્ડના સૌથી શુભ મુહૂર્તમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. 
બપોરે 12.35 વાગ્યાથી મુખ્ય અતિથિઓનું ભાષણ
બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અતિથિગણ રામલ્લાના દર્શન કરી શકશે અને નવનિર્મિત મંદિર પરિસરને જોઈ શકશે. 
આ બધા વચ્ચે 2.25 વાગે પીએમ મોદી કુબેર ટીલા પર બનેલી શિવ મંદિરમાં પૂજા કરશે. 

જૂની મૂર્તિ પહોંચી ગર્ભગૃહમાં
મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની નવી મૂર્તિ 17 જાન્યુઆરીએ જ ગર્ભગૃહમાં પહોંચી ગઈ. જેનું વૈદિક રીતે તમામ અનુષ્ઠાન થઈ ગયું છે. જ્યારે ગઈ કાલે એટલે કે 21 જાન્યુઆરીએ રામલલ્લાની જૂની મૂર્તિ (અસ્થાયી મંદિરમાં બિરાજમાન પ્રતિમા જેની અત્યાર સુધી પૂજા થતી હતી) તે પણ નવા ગર્ભગૃહમાં પહોંચી ગઈ. આ મૂર્તિ આ જ ગર્ભગૃહમાં રહેશે અને આ ચલ મૂર્તિ કે ઉત્સવ મૂર્તિ હશે. આ પ્રતિમા 10 કિલો ચાંદીની બનેલી છે. રામલલ્લાની જૂની મૂર્તિ ઉપરાંત તેમના ત્રણ ભાઈ સહિત હનુમાન અને શાલિગ્રામ પણ ગર્ભગૃહમાં લાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news