અયોધ્યાથી જનકપુરી સુધી નિકળશે રામની જાન, CM યોગી અને નેપાળના રાજા લઇ શકે છે ભાગ

સુપ્રીમ કોર્ટ (Supreme court) દ્વારા રામ મંદિર (Ram temple)ના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના તત્વાધાનમાં અયોધ્યાથી જનકપુર (નેપાળ) સુધી જનાર રામના લગ્ન આ વર્ષે વધુ ધૂમધામથી કાઢવામાં આવશે. 

અયોધ્યાથી જનકપુરી સુધી નિકળશે રામની જાન, CM યોગી અને નેપાળના રાજા લઇ શકે છે ભાગ

અયોધ્યા: સુપ્રીમ કોર્ટ (Supreme court) દ્વારા રામ મંદિર (Ram temple)ના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના તત્વાધાનમાં અયોધ્યાથી જનકપુર (નેપાળ) સુધી જનાર રામના લગ્ન આ વર્ષે વધુ ધૂમધામથી કાઢવામાં આવશે. તેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગ આદિત્યનાથ (Yogi Adityanath) અને નેપાળનો રાજપરિવાર સામેલ થવાની સંભાવના છે. શ્રીરામ વિવાહ આયોજન સમિતિના સંયોજક રાજેંદ્વ સિંહ પંકજે જણાવ્યું હતું કે 'જાન 21 નવેમ્બરના રોજ ધૂમધામથી કાઢવામાં આવશે. આ જાન વિભિન્ન પડાવો પરથી પસાર થતાં 28 નવેમ્બરના રોજ જનકપુરી પહોંચશે. 29 નવેમ્બરના રોજ દશરથ મંદિરના પ્રાંગણમાં તિલકોત્સવ, 30 નવેમ્બરના રોજ કન્યા પૂજન ઉપરાંત મટકોરનું આયોજન કરવામાં આવશે. 

પંકજે જણાવ્યું હતું કે 'વિવાહોત્સવ પહેલાં રામલીલામાં ધનુષ યજ્ઞનું આયોજન થશે. પછી રાત્રે વિધિપૂર્વક લગ્ન સંપન્ન થશે. બે ડિસેમ્બરના રોજ કલેવાનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન નિર્ધન બાળકીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. પછી ત્રણ ડિસેમ્બરના રોજ જનકપુરથી જાન પરત ફરશે. 

તેમણે જણાવ્યું કે 'લગ્ન કાર અને બસમાં જશે. આ સાથે જ ભગવાન સ્વરૂપોનો રથ પણ સામેલ હશે. રામ જાનની શરૂઆત લક્ષ્મણ કિલાધીશ મહંત સીતારામશરણ મહારાજે કરી હતી. આ વખતે જાન હરિદ્વાર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના સંત સામેલ થશે. આ ઉપરાંત નેપાળના રાજ પરિવાર સામેલ થવાની સંભાવના છે. તેમને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.  

વિહિપ પ્રવક્તા શરદ વર્માએ જણાવ્યું કે આ જાન દર પાંચમા વર્ષે નિકળે છે. 2004થી તેની જવાબદારી વિહિપને મળી છે. પહેલાં આ લગ્ન અયોધ્યામાં જ નિકળતી હતી. પરંતુ ત્યારબાદ વિહિપે તેનું બીડું ઉઠાવ્યું છે. પહેલીવારમાં નૃત્યગોપાલ દાસ, અશોક સિંઘલ, નેપાળ નરેશ રાજા જ્ઞાનેન્દ્ર પણ સામેલ થયા હતા. આ વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થવાની સંભાવના છે. 

તેમણે જણાવ્યું કે આ જાન ધર્મયાત્રા મહાસંઘના બેનર હેઠળ કાઢવામાં આવશે. તેની શરૂઆત 2004માં થઇ હતી. ત્યારબાદ 2009 અને 2014માં કાઢવામાં આવી હતી. હવે 2019માં કાઢવામાં આવશે. લગ્ન માટે વડાપ્રધાન નરેંદ્ર મોદીને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news