કલામનાં રસ્તે કોવિંદ: ઇફ્તાર પાર્ટી રદ્દ કરીને ટેક્સપેયરનાં પૈસા બચાવશે

પૂર્વ રાષ્ટ્રપતિ કલામ ઇફ્તાર પાર્ટી પર થનારા ખર્ચને નિર્ધન અને અનાથ બાળકોનાં શિક્ષણ પાછળ ખર્ચ કરશે

કલામનાં રસ્તે કોવિંદ:  ઇફ્તાર પાર્ટી રદ્દ કરીને ટેક્સપેયરનાં પૈસા બચાવશે

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ભવનમાં આ વખતે રોજા ઇફ્તાર પાર્ટી નહી હોય. રાષ્ટ્રપતિ ભવનનાં પ્રેસ સચિવ અશોક મલિકે મીડિયાને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ કોવિંદે નિર્ણય લીધો છે કે, કદરાતાઓનાં પૈસાનો ખર્ચ કરવો યોગ્ય નથી. અત્રે ઉલ્લખનીય છે કે રાષ્ટ્રપતિ ભવનનાં ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ઇફ્તાર પાર્ટીનું આયોજન નહી થાય. અગાઉ પુર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ પોતાનાં કાર્યકાળ દરમિયાન ઇફ્તાર પાર્ટીઓનાં આયોજનની મનાઇ કરી દીધી હતી. વર્ષ 2002થી 2007 વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં ઇફ્તારની દાવત નહોતી થઇ. ઉલ્લેખનીય છે કે, પુર્વ રાષ્ટ્રપતિ કલામન ઇફ્તાર પાર્ટી પર થનારા ખર્ચને નિર્ધન અને બેસહારા બાળકોનાં શિક્ષણ માટે દાન આપતા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં 25 ડિસેમ્બરનાં રોજ ક્રિસમસ દરમિયાન કેરલ સિંગિંગ અને રમઝાન દરમિયાન ઇફ્તારી દાવતનું પણ આયોજન પહેલાથી જ થતું આવે છે. જો કે કોઇ અન્ય ધર્મ-સમુદાયનાં તહેવાર સંબંધિત બીજા કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં પહેલા જ નથી. એવામાં હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં કાર્યકાળ દરમિયાન બંન્ને કાર્યક્રમ નહી થાય. તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા અપાયેલા નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ ભવનમાં હાલ કોઇ પણ તહેવાર પર પાર્ટીનું આયોજન નહી થાય. 

મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા ઇફ્તાર પાર્ટીની પરંપરા ખતમ કરવા માટે મહત્વપુર્ણ પગલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તરફથી આયોજીત ઇફ્તાર પાર્ટીમાં ભાગ નહોતો લીધો. જે સમયે ઇફ્તાર પાર્ટીનું આયોજન થયું તે સમયે વડાપ્રધાન મોદીની પુર્વોત્તર રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથેની બેઠક હતી. વડાપ્રધાન મોદીએ પોતાનાં વ્યસ્ત કાર્યક્રમનાં કારણે આ પાર્ટીમાં નહોતા જઇ શક્યા. અગાઉ વર્ષ 2014માં પણ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિની તરફથી અપાયેલી ઇફ્તાર પાર્ટીમાં ભાગ નહોતો લીધો. 

— ANI (@ANI) June 6, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news