RBI સરકારને આપશે 28 હજાર કરોડનું ડિવિડન્ડ, બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બોર્ડની બેઠકમાં સરકારને નાણા આપવા અંગે લેવાયેલા નિર્ણયથી સરકારને તેની યોજનાઓના અમલીકરણમાં ઘણી રાહત મળશે

RBI સરકારને આપશે 28 હજાર કરોડનું ડિવિડન્ડ, બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બોર્ડની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. RBI સરકારને રૂ.28 હજાર કરોડનું ડિવિડન્ડ આપશે. RBI પોતાના નફાના એક ભાગ તરીકે સરકારને અગાઉ પણ ડિવિડન્ડ આપતી રહી છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે આરબીઆઈએ સરકારને ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. RBIના આ નિર્ણયથી સરકારને મોટી રાહત મળશે. 

સતત બીજા વર્ષે ડિવિડન્ડ
RBI બોર્ડની બેઠકમાં સરકારને ચાલુ નાણાકિય વર્ષમાં RBI વચગાળાનો નફો (ડિવિડન્ડ) ટ્રાન્સફર કરશે. કેન્દ્રીય બેન્કની નાણાકિય સ્થિતિના હિસાબે સરકારને વર્ષ 2018-19માં રૂ.28,000 કરોડનો વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે. ગત નાણાકિય વર્ષમાં રિઝર્વ બેન્ક દ્વારા કેન્દ્ર સરકારને રૂ.10,000 કરોડનું વચગાળાનું ડિવિડન્ડ અપાયું હતું. 

RBI decides to give interim surplus of Rs 28,000 crore to government

સરકારની જરૂરિયાત પૂરી થશે
લોકસભા ચૂંટણી પહેલા સરકારને મોટી રાહત મળી છે. RBI તરફથી મળેલા આ ડિવિડન્ડના નાણાનો ઉપયોગ સરકારી યોજનાઓમાં કરવામાં આવશે. ટૂંક સમયમાં જ સરકારને ખેડૂતોને પણ 'સમ્માન નીધિ' તરીકે એક મોટું ફંડ આપવાનું છે. RBIનો આ નિર્ણય સરકાર માટે મોટી રાહત સમાન ગણાઈ રહ્યો છે. 

જેટલીએ કેન્દ્રીય બોર્ડની બેઠકમાં કર્યું સંબોધન
આ અગાઉ નાણામંત્રી અરૂણ જેટલીએ પરંપરાગત રીતે બજેટ બાદ થયેલી RBI કેન્દ્રીય બોર્ડની બેઠકને સંબોધિત કરી હતી. સાથે જ તેમણે વચગાળાના બજેટની મુખ્ય બાબતો પર પણ પ્રકાશ ફેંક્યો હતો જેટલીએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરાયેલા સુધારા અને નીતિગત પગલાં અંગે પણ માહિતી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news