કેમ લોક કર્યું રવિશંકર પ્રસાદ અને થરૂરનું એકાઉન્ટ? સમિતિએ Twitter પાસે બે દિવસમાં માંગ્યો જવાબ
આજે સંસદની એક સમિતિએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપથી બંધ કરવાના મામલામાં ટ્વિટરને નોટિસ ફટકારી છે.
Trending Photos
નવી દિલ્હીઃ નવા કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ટકરાવ જારી છે. આ વચ્ચે આજે સંસદની એક સમિતિએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપથી બંધ કરવાના મામલામાં ટ્વિટરને નોટિસ ફટકારી છે. સમિતિએ ટ્વિટર પાસે બે દિવસમાં જવાબ માંગ્યો છે. સૂચના ટેક્નોલોજી મામલાની સંસદીય મામલા સંબંધી સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર છે.
હકીકતમાં 25 જૂને રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટની નજીક એક કલાક બંધ કરવાની જાણકારી આપી હતી. ત્યારબાદ થરૂરે પણ આ પ્રકારની ફરિયાદ કરી હતી.
રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ- ટ્વિટરે અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ અધિનિયમ (ડીએમસીએ) ના કથિત ઉલ્લંઘનના આધાર પર લગભગ એક કલાક મારૂ એકાઉન્ટ બંધ રાખ્યુ અને બાદમાં તેણે મને એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી.
પ્રસાદે કહ્યુ કે ટ્વિટરનું આ પગલું આઈટી નિયમોનું ઘોર ઉલ્લંઘન છે કારણ કે તે એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવતા પહેલા નોટિસ આપવામાં નિષ્ફળ રહ્યું. તેમણે આગળ લખ્યું- એવું લાગે છે કે ટ્વિટરની નિરંકુશ તથા મનમાની કાર્યવાહીઓને લઈને મેં જે આલોચના કરી ખાસ કરી ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યૂના ભાગ જે શેર કરવામાં આવ્યા તેના જબરદસ્ત પ્રભાવથી સ્પષ્ટ રીતે આ ગુસ્સો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા મંચોએ નવા આઈટી નિયમોનું પાલન કરવું પડશે.
ત્યારબાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે કહ્યુ હતુ- રવિ જી, મારી સાથે પણ આ થયું. સ્પષ્ટ રૂપથી ડીએમસીએ અતિ સક્રિય થઈ રહ્યું છે. તેમણે કહ્યું- સૂચના ટેક્નોલોજી સંબંધી સ્થાયી સમિતિના પ્રમુખ તરીકે હું તે કરી શકું કે આપણે ટ્વિટર ઈન્ડિયાને પ્રસાદ અને મારા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાને લઈને સ્પષ્ટીકરણ માંગીશું. તેની પાસે તે પણ જવાબ માંગવામાં આવશે કે ભારતમાં કારોબાર કરતા તે ક્યા નિયમો તથા પ્રક્રિયાઓનું પાલન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે