Muradnagar દુર્ઘટનાનો જવાબદાર કોન્ટ્રાક્ટર ફરાર, 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર

ગાઝિયાબાદ (Ghaziabad)ના મુરાદનગરના સ્મશાન ઘાટ (Muradnagar Crematorium Incident)માં 23 લોકોના મોતનો જવાબદાર કોન્ટ્રાક્ટર અજય ત્યાગી (Ajay Tyagi) હજુ પણ ફરાર છે. પોલીસની કેટલીક ટીમ તેની શોદ કરી રહી છે પરંતુ તેની કોઈ જાણકારી સામે આવી નથી

Muradnagar દુર્ઘટનાનો જવાબદાર કોન્ટ્રાક્ટર ફરાર, 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર

નવી દિલ્હી: ગાઝિયાબાદ (Ghaziabad)ના મુરાદનગરના સ્મશાન ઘાટ (Muradnagar Crematorium Incident)માં 23 લોકોના મોતનો જવાબદાર કોન્ટ્રાક્ટર અજય ત્યાગી (Ajay Tyagi) હજુ પણ ફરાર છે. પોલીસની કેટલીક ટીમ તેની શોદ કરી રહી છે પરંતુ તેની કોઈ જાણકારી સામે આવી નથી. તેના ફરાર થવા પર ગાઝિયાબાદના એસએસપીએ તેના પર 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

પીડિત પરિજનોને નોકરી અને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત
આ ઘટનાના બીજા દિવસે સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ પર ગાઝિયાબાદના પ્રભારી મંત્રી સુરેશ કુમાર ખન્ના (Suresh Khanna) મુરાદનગર (Muradnagar) પહોંચ્યા. તેમણે સૌથી પહેલા ઘટનાસ્થળ જઈ ત્યાં બનેલી ઘટનાનું કારણ જાણ્યું. ત્યારબાદ મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી અને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયતા અને યોગ્યતા અનુસાર સરકારની નોકરી આપવાની જાહેરાત કરી છે.

પ્રત્યેક પીડિતની સાથે ઉભી છે સરકાર- સુરેશ ખન્ના
તેમણે વધુમાં કહ્યું કે, યોગી સરકાર પ્રત્યેક પીડિત પરિવાર સાથે ઉભી છે. આ મામલે દોષી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ ફરાર છે. તેની ધરપકડ માટે શોધ કરવામાં આવી રહી છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે મેરઠ ડિવિઝનના કમિશનર, અનિતા મેશ્રામને તમામ સ્મશાન ઘાટ અને અન્ય સમુદાય સ્થળોની ઇમારતોની ગુણવત્તા ચકાસવા સૂચના આપી હતી. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર કાબૂમાં કરી શકાય.

પરિવારજનોએ મૃતદેહને હાઇવે પર મુકી કર્યો ટ્રાફિક જામ
આ પહેલા મૃતકોના પરિવારજનોએ હાઈવે પર મૃતદેહોને મુકી ટ્રાફિક જામ કર્યો હતો. ત્યારબાદ ડિવિઝનના કમિશનર, અનિતા મેશ્રામ, આઇજી પોલીસ મેરઠ ઝોન પ્રવીણ કુમાર, જિલ્લા અધિકારી અજય શંકર પાંડ્યા, એસએસપી કલાનિધિ નૈથાની અને ક્ષેત્રીય ધારાસભ્ય અજીત પાલ ત્યાગી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સરકારને પીડિત પરિવારજનોની માંગથી અવગત કરાવ્યા. ત્યારબાદ સરકાર તરફથી મળેલા આશ્વાસન બાદ રોષે ભરાયેલા લોકોએ ટ્રાફિક જામ ખોલ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news