નરેન્દ્ર મોદીને બીજીવાર વડાપ્રધાન બનાવવા પ્રતિબદ્ધ છીએ, જુઓ કોણે આપ્યું આવું નિવેદન

કુશવાહાએ જોર આપ્યું કે, તેમની પાર્ટી ઉચ્ચ ન્યાય પાલિકામાં સમાજના તમામ વર્ગોનું પ્રતનિધિત્વ નક્કી કરવા માટે ‘હલ્લા બોલ, દરવાજા ખોલ’ અભિયાન આગામી સમયમાં પૂરતી મજબૂતીથી આગળ વધારશે.

નરેન્દ્ર મોદીને બીજીવાર વડાપ્રધાન બનાવવા પ્રતિબદ્ધ છીએ, જુઓ કોણે આપ્યું આવું નિવેદન

કેન્દ્રીય મંત્રી તેમજ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કેન્દ્રમાં સત્તારુઢ રાજગ (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન)નો સાથ છોડવાની અટકળોને નકારતા કહ્યું કે, તેમની પાર્ટી રાજગની સાથે મજબૂતીથી ઉભી છે અને દેશહિતમાં આગામી પાંચ વર્ષો માટે નરેન્દ્ર મોદીને બીજીવાર વડાપ્રધાન બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. કુશવાહાએ જોર આપ્યું કે, તેમની પાર્ટી ઉચ્ચ ન્યાય પાલિકામાં સમાજના તમામ વર્ગોનું પ્રતનિધિત્વ નક્કી કરવા માટે ‘હલ્લા બોલ, દરવાજા ખોલ’ અભિયાન આગામી સમયમાં પૂરતી મજબૂતીથી આગળ વધારશે.

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, રાજગ ગઠબંધન મજબૂતીથી આગળ વધારી રહ્યું છે. અમે રાજગને મજબૂત બનાવવામાં કામ કરી રહ્યાં છે. તેમના ખીર સંબંધી કથિત નિવેદન વિશે પૂછાતા માનવ સંશાદન વિકાસ રાજ્ય મંત્રીએ કહ્યું કે, તેનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તેનો સંદેશ સમાજ માટે હતો. આ કોઈ રાજનીતિક નિવેદન ન હતું. માનવ સંશાધન વિકાસ રાજ્યમંત્રીના અનુસાર, તેમનો કહેવાનો આશય એ હતો કે, સમાજના અલગ અલગ વર્ગોમાંથી ચીજો લાવો અને તેમનામાંથી ખીર બને તો સમાજના તાણાવાણા મજબૂત થશે અને દેશ મજબૂતીથી આગળ વધશે. 

કુશવાહાએ કહ્યું કે, કોઈ યદુવંશીને ત્યાંથી દૂધ આવે, બ્રાહ્મણના ઘરેથી ખાંડ આવે, પછાતના ઘરમાંથી પંચમેવા, દલિતના ઘરેથી તુલસી આવે અને આ બધી જ સામગ્રી મિક્સ કરીને ખીર બનાવાય, અને તે મુસલમાન ભાઈના દસ્તરખાન પર બેસીને ખાવામાં આવે તો દેશને તાકાત મળશે. આ જ તો સબકા સાથ, સબકા વિકાસનો મુખ્ય હેતુ છે.

સીટના વિતરણ પર વાતચીત ચાલે છે
ભાજપાની સાથે સીટના ડિસ્ટ્રીબ્યુશન વિશે પૂછાતા તેમણે કહ્યું કે, વાત ચાલી રહી છે, પરંતુ તે વિશે યોગ્ય ચર્ચા મંચ પર જ થશે. તેમની પાર્ટીના મુદ્દા સમાજનો સંપૂર્ણ વિકાસ, શિક્ષા, સમાનતા અને અનુસૂચિત જાત, જનજાતિ તથા ઓબીસી વર્ગના હિતોનું રક્ષા કરવું છે. 

કુશવાહાએ કહ્યું કે, સામાજિક ન્યાય માટે સૌથી મોટો મુદ્દો ઉચ્ચ ન્યાયપાલિકામાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ પ્રદાન કરવાનું છે. જે કોલેજિયમ પ્રણાલીને કારણે શક્ય નથી થઈ રહ્યું. તેમણે જજોની બહાલીની કોલેજિયમ પ્રણાલીને અલોકતાંત્રિક બતાવતા કહ્યું કે, તેમની પાર્ટીએ હલ્લા બોલ દરવાજા ખોલ અભિયાન શરૂ કર્યું છે. જેથી ઉચ્ચ ન્યાયપાલિકામાં તમામ વર્ગોને સમાન્ય લોકો માટે રસ્તો મળે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news