મનોહર પર્રિકરની તબિયત નાજુક, એર એમ્બ્યુલન્સથી ગોવા લઈ જવામાં આવ્યા

મુખ્યપ્રધાન મનોહર પર્રિકરે 12 ઓક્ટોબરે દિલ્હીમાં એમ્સના એક ખાનગી વોર્ડમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓ સાથે મુલાકાત કરી અને વહીવટી કામકાજની માહિતી મેળવી હતી. સીએમને મળવા ત્રણ કેબિનેટ મંત્રી અને 2 સાંસદ દિલ્હી આવ્યા હતા. સીએમ મનોહર પર્રિકરે ગોવા ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરીને રાજ્યના ઘણા મુદ્દા પર ચર્ચા કરી હતી. 

 મનોહર પર્રિકરની તબિયત નાજુક, એર એમ્બ્યુલન્સથી  ગોવા લઈ જવામાં આવ્યા

નવી દિલ્હીઃ લાંબા સમયથી બિમાર ચાલી રહેલા ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરને એર એમ્બ્યુલન્સના માધ્યથી દિલ્હીથી ગોવા લઈ જવામાં આવ્યા છે. તેમની સ્થિતિ ગંભીર છે તેવું જાણવા મળ્યું છે. પર્રિકરનો ઘણા સમયથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 

જાણવા મળ્યું કે, આજે સવારે તેમની તબિયત બગડી ગઈ, ત્યારબાદ તેમને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પર્રિકરને એર એમ્બ્યુલન્સથી ગોવા લઈ જવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ નાજુક છે. 

— ANI (@ANI) October 14, 2018

મનોહર પર્રિકર આશરે એક મહિનાથી દિલ્હીની એમ્સમાં દાખલ છે. અમેરિકાથી સારવાર બાદ તેમને ગત 15 સપ્ટેબરે અહીં લાવવામાં આવ્યા હતા. તેમની ગેરહાજરીમાં ગોવાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. શુક્રવારે પર્રિકરે એમ્સમાં જ પોતાના કેબિનેટના સહયોગીઓની સાથે મંત્રાલયની ફાળવણી અને સરકારના કામકાજને લઈને બેઠક કરી હતી. શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, તેઓ મનોહર પર્રિકરના સારા સ્વાસ્થ્ય માટે કામના કરે છે. પરંતુ બિમારીમાં તેમના પર રાજકાજનો બોઝ ન નાખવો જોઈએ, તેનાથી કામ પ્રભાવિત થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news