મદમસ્ત ગોવા ફરવા જવાનું કરી રહ્યાં છો પ્લાનિંગ? તો ખાસ વાંચો, નહીં તો ભરપેટ પસ્તાશો
Trending Photos
અનિલ પાટીલ, પણજી: ગોવા વિધાનસભામાં ગુરુવારે ગોવા ટુરિસ્ટ પ્લેસ (પ્રોટેક્શન એન્ડ મેન્ટેનન્સ) એક્ટ 2001માં સંશોધન બિલ પસાર થયું. આ સંશોધન સમુદ્ર તટો એટલે કે બીચો સહિત તમામ સાર્વજનિક સ્થાનો પર દારૂ પીવા, ભોજન પકાવવા અને કાચની બોટલો તોડવા પર પ્રતિબંધ મૂકે છે. સંશોધન મુજબ જે પણ વ્યક્તિ આવી કોઈ હરકત કરતો જોવા મળશે કે પકડાશે તેને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો આ અપરાધ કોઈ સમૂહ દ્વારા કરવામાં આવ્યો તો દંડની રકમ વધીને 10,000 રૂપિયા થઈ જશે.
ગત દિવસોમાં જાહેરમાં દારૂ પીવા અને ધમાલ મસ્તી કરવાની ઘટનાઓ ગોવામાં વધી હતી જેના કારણે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો. આ અગાઉ જાહેરમાં દારૂ પીવા પર 300 રૂપિયાનો દંડ થતો હતો. પોલીસ તેમને પકડતી હતી અને કોર્ટ દંડ ફટકારતી હતી પરંતુ કોઈ સુધારો જોવા મળતો નહતો. હવે કાયદાનો ભંગ કરનારા પર 2000થી લઈને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ સાથે જ નવા કાયદા મુજબ 3 મહિનાની જેલ પણ થઈ શકે છે.
પર્યટન મંત્રી મનોહર અઝગાવકર દ્વારા ગુરુવારે સદનના પટલ પર રખાયેલા સંશોધનનો હેતું ગોવામાં પર્યટન સ્થળોની પર્યટન ક્ષમતાની રક્ષા અને સંરક્ષણ છે. આ ઉપરાંત સંશોધનનો હેતુ પર્યટન સ્થળોને ચોખ્ખા અને ઉપદ્રવથી મુક્ત રાખવાનો છે.
ગોવા કેબિનેટે મુસાફરી અને પર્યટન જગતના હિતધારકોની માગણી વચ્ચે 24 જાન્યુઆરીના રોજ સંશોધનોને મંજૂરી આપી હતી. આ હિતધારક હાલના સમયમાં રાજ્યમાં પર્યટકોની સંખ્યા અને તેમની ગુણવત્તામાં કમી લાવવા માટે પર્યટન મંત્રાલયને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે