આજથી લેવા માંગો છો ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બરની સેવાઓ, તો પહેલાં જાણી લો આ નિયમ

તમને જણાવી દઇએ કે જો તમે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને કારપેન્ટર પાસેથી કોઇપણ સેવા લેવા માંગો છો તો તેના માટે સૌથી પહેલાં જાણી લેવું જોઇએ કે તમારું અને તેનું ઘર ગ્રીન ઝોનમાં હોવું જરૂરી છે.

આજથી લેવા માંગો છો ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બરની સેવાઓ, તો પહેલાં જાણી લો આ નિયમ

નવી દિલ્હી: દેશભરમાં લોકડાઉન (Lockdown) વચ્ચે આજે (20 એપ્રિલ)થી ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી છે. જોકે છૂટ તે જિલ્લાઓ અથવા વિસ્તારોને મળી છે જે રેડ અને ઓરેન્જ ઝોનથી બહાર છે. તેનો અર્થ એ છે કે રાજ્યના તે જિલ્લાઓને લોકડાઉનની શરતોમાં છૂટ આપવામાં આવી છે જ્યાં કોરોનાના કેસ 10થી ઓછા છે.  

સરકારે સ્પષ્ટ કર્યું છે કે વેચાણ પર પાબંધી યથાવત રહેશે, પરંતુ રિપેરિંગ સેવા શરૂ કરવામાં આવી રહી છે. એવામાં જે વિસ્તારોમાં છૂટ આપવામાં આવી રહી છે ત્યાં શરતોનું પાલન કરતાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને કારપેન્ટર કામ પર જઇ શકે છે. સાથે જ તેમની સેવાઓ લેનાર ગ્રાહકોને પણ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. 

તમને જણાવી દઇએ કે જો તમે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને કારપેન્ટર પાસેથી કોઇપણ સેવા લેવા માંગો છો તો તેના માટે સૌથી પહેલાં જાણી લેવું જોઇએ કે તમારું અને તેનું ઘર ગ્રીન ઝોનમાં હોવું જરૂરી છે. ત્યારે તમે તેને પોતાના ઘરમાં કામ કરવા માટે બોલાવી શકો છો. 

જો તમારે કારપેન્ટરની સેવા લેવી છે અને તેનું અને તમારું ઘર ગ્રીન ઝોનમાં આવે છે ત્યારે જ તેને ફોન કરો. તેના માટે પહેલાં પાસ બનાવવો પડશે. તેને એ જણાવવું પડશે કે તેનું ઘર ગ્રીન ઝોનમાં આવે છે. પ્લમ્બર, કારપેન્ટર, ઇલેક્ટ્રિશિયન અને અન્ય મિકેનિકોને પોતાની સેવા અપવા માટે નગરપાલિકા, ગ્રામ પંચાયત, પોલીસ જિલ્લા કાર્યાલયમાં ઓળખ પત્ર આપીને પાસ બનાવવો પડશે. 

વધતી જતી ગરમીને જોતાં હરિયાણા સરકારે જિલ્લામાં એસી, કુલર અને પંખા રિપેરિંગની કેટલીક દુકાનો ખોલવાની પરમિશન આપી છે. આ દુકાનો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news