Rule Change: 1 ઓગસ્ટથી થશે આ 5 મોટા ફેરફારો, બેન્કના અને સરકારી કામમાં ભરાશો
Rule Change From 1st August 2024 : દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફારો જોવા મળે છે. આ મહિનો પૂરો થવાને હવે 2 દિવસ બાકી છે. 1લી ઓગસ્ટથી ઘણા નિયમોમાં ફેરફાર થશે, જે ઘરના રસોડાથી લઈને દરેક વસ્તુને અસર કરશે.
Trending Photos
જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને ઑગસ્ટ (August 2024 શરૂ થવાનો છે. માત્ર બે દિવસ બાકી છે અને તે પછી, 1 ઓગસ્ટથી (Rule Change From 1st August)દેશમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે, જેમાં એલપીજી સિલિન્ડરની (LPG Cylinder Price) કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના (Credit Card Rule Change)નિયમોમાં ફેરફાર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફારો વિશે...
Google Map શુલ્ક
ગૂગલ મેપ (Google Map) પણ 1 ઓગસ્ટ 2024થી ભારતમાં તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે પહેલી તારીખથી સમગ્ર દેશમાં લાગુ થશે. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને ભારતમાં તેની ગૂગલ મેપ સર્વિસના ચાર્જીસ 70 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. આ સિવાય હવે ગૂગલ તેની મેપ સર્વિસ માટે પણ ડોલરને બદલે ભારતીય રૂપિયામાં (Indian Rupee) પેમેન્ટ લેશે.
13 દિવસના Bank Holiday
જો ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય તો ઘર છોડતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલ બેંક હોલી ડે લિસ્ટ જોઈ લો. વાસ્તવમાં, August Bank Holiday List મુજબ, આખા મહિનામાં 13 દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય. રક્ષાબંધન, જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ જેવા વિવિધ પ્રસંગોને કારણે બેંકોમાં રજા રહેશે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે.
LPGના ભાવ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના (LPG Cylinder Price)ભાવમાં ફેરફાર કરે છે અને નવા ભાવ 1 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે, પરંતુ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલી જુલાઈએ પણ રાજધાની દિલ્હીમાં Commercial PLG Cylinderની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે લોકો ઘરેલુ સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે.
ATF અને CNG-PNG દર
સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને (CNG-PNG) ના ભાવમાં પણ સુધારો કરે છે. નવી કિંમતો પણ 1 ઓગસ્ટ, 2024ના રોજ જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
HDFC બેંક ક્રેડિટ કાર્ડ
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC Bank 1 ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે પણ ફેરફારો લાવી રહી છે. HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી , થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ CRED, Paytm, Mobikwik, Freecharge પર કરવામાં આવશે તો પ્રતિ ટ્રાન્જેક્શન 1% ચાર્જ લાગશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 3,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 15,000 રૂપિયાથી ઓછા વ્યવહારો માટે ઈંધણના વ્યવહારો પર કોઈ વધારાના શુલ્ક લાગશે નહીં, જો કે, 15,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર કુલ રકમ પર 1% ચાર્જ લાગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે