Russia: BJP ના મોટા નેતા પર હુમલાનું રચાઈ રહ્યું હતું ષડયંત્ર, રશિયાએ IS આતંકી દબોચ્યો
Russia detains IS suicide bomber: રશિયામાં પકડાયેલા એક ઈસ્લામિક સ્ટેટ એટલે કે ISIS ના આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.
Trending Photos
Russia detains IS suicide bomber: રશિયામાં પકડાયેલા એક ઈસ્લામિક સ્ટેટ એટલે કે ISIS ના આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. રશિયાથી મળેલા રિપોર્ટ્સ મુજબ આ આતંકીના નિશાના પર ભારતની સરકારમાં સામેલ પાર્ટી ભાજપના એક મોટા નેતા હતા.
રશિયાએ ભારતમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહેલા આઈએસના એક આત્મઘાતી હુમલાખોરને અટકાયતમાં લીધો છે. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના ચીફે સોમવારે જણાવ્યું કે તેમના અધિકારીઓએ એક સ્યુસાઈડ બોમ્બરને અટકાયતમાં લીધો છે. જે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહનો સક્રિય સભ્ય છે. એજન્સીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે આ આતંકી ભારતની સત્તાધારી પાર્ટી ભાજપના એક મોટા નેતા પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.
FSB નો મોટો ખુલાસો
રશિયાની ન્યૂઝ એજન્સી સ્પુતનિકમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ FSB એ રશિયામાં પ્રતિબંધિત આતંકવાદી સમૂહ ઈસ્લામિક સ્ટેટની ઈન્ટરનેશનલ યુનિટના એક સભ્યની ઓળખ કરતા તેને તરત દબોચી લીધો. આરોપી આતંકી કોઈ મધ્ય એશિયાઈ દેશનો મૂળ રહીશ છે. જે ભારતના એક મોટા નેતા પર હુમલો કરવાની ફિરાકમાં હતો. રશિયાની એજન્સીના નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે અટકાયતમાં લેવાયેલા આ આતંકીની ભરતી તુર્કીમાં આત્મઘાતી હુમલાખોર તરીકે થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે