સપા સાંસદ સુરેન્દ્ર નાગરનું રાજ્યસભામાંથી રાજીનામું, ભાજપમાં જોડાય તેવી વકી

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર નાગરે આજે પોતાના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસબાનાં સભાપતિ વેંકૈયા નાયડૂએ સુરેન્દ્ર નાગરનાં રાજીનામાનો સ્વિકાર કરી લીધો છે. ચર્ચા છે કે સુરેન્દ્ર નાગર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. જો કે સુરેન્દ્ર નાગર જે સપા અધ્યક્ષ અખિલેશ યાદવનાં ખુબ જ નજીકનાં વ્યક્તિ મનાતા હતા, તેમણે અચાનક રાજીનામું શા માટે આપ્યું અને પોતાનાં કાર્યકાળને 3 વર્ષ બાકી હોવા છતા આ પગલું કેમ ભર્યું તે અંગે હાલ રાજકીય વર્તુળોમાં મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.
સપા સાંસદ સુરેન્દ્ર નાગરનું રાજ્યસભામાંથી રાજીનામું, ભાજપમાં જોડાય તેવી વકી

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર નાગરે આજે પોતાના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસબાનાં સભાપતિ વેંકૈયા નાયડૂએ સુરેન્દ્ર નાગરનાં રાજીનામાનો સ્વિકાર કરી લીધો છે. ચર્ચા છે કે સુરેન્દ્ર નાગર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. જો કે સુરેન્દ્ર નાગર જે સપા અધ્યક્ષ અખિલેશ યાદવનાં ખુબ જ નજીકનાં વ્યક્તિ મનાતા હતા, તેમણે અચાનક રાજીનામું શા માટે આપ્યું અને પોતાનાં કાર્યકાળને 3 વર્ષ બાકી હોવા છતા આ પગલું કેમ ભર્યું તે અંગે હાલ રાજકીય વર્તુળોમાં મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.
J&K માં તમામ વિપક્ષી દળોની બેઠક, કંઇક મોટુ રંધાઇ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્ર નાગર ગત્ત ઘણા દિવસોથી પાર્ટી પાર્ટીના કામકાજની પદ્ધતીથી નાખુશ છે. બીજી તરફ રાજ્યસભામાં સપાનાં એક વરિષ્ઠ નેતાની પસંદ અને નાપસંદનો શિકાર પણ અનેક મુદ્દે થયા હતા. બીજી તરફ ભાજપનાં અનેક નેતાઓએ સુરેન્દ્ર નાગર સાથે વાતચીત ચાલુ કરી છે. 

હું અને નીતીશ એક જ શાળાનાં વિદ્યાર્થી, તેઓ થોડા વધુ આગળ વધી ગયા: બિહાર રાજ્યપાલ
સુત્રોનો દાવો છે કે સુરેન્દ્ર નાગરે ભાજપમાં જવાની પટકથા નીરજ શેખરની સાથે જ લખાઇ ચુકી હતી. એટલા માટે સુરેન્દ્ર નાગર ટ્રિપલ તલાક અને UAPA બિલમાં પણ રાજ્યસભામાં હાજર રહ્યા નહોતા. જો કે માત્ર નાગર જ નહી વિપક્ષનાં અનેક સાંસદો બિલ અંગેવોટિંગ દરમિયાન સદનમાં ગેરહાજર રહ્યાહ તા. ગુરૂવારે સંસદમાં સુરેન્દ્ર નાગરની મુલાકાત ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે થઇ. જો કે આ એક ખુબ જ અનૌપચારિક મુલાકાત હતી. 

J&K ભાજપ પ્રભારીએ કહ્યું અમે બનાવીશું સરકાર, 370 અંગે કેન્દ્ર નિર્ણય કરશે
સંસદની ગેલેરીમાંથી અમિત શાહ નિકળી રહ્યા હતા અને સુરેન્દ્ર નાગરે ગૃહમંત્રી અમિત શાહને નમસ્કાર કર્યું. આ અંગે અમિત શાહે પુછ્યું કે કેમ છો નાગર ? આ વાતચીત બાદ ભાજપનાં અનેક વરિષ્ઠ નેતાઓ નાગર સાથે સંપર્ક કરવા લાગ્યા અને શુક્રવારે નાગરે રાજીનામું આપ્યું. 
જલિયાવાલા બાગ ટ્રસ્ટ પણ કોંગ્રેસ મુક્ત, લોકસભામાં ખરડો પસાર
સુત્રો અનુસાર નાગર ભાજપમાં જોડાશે અને બચેલા કાર્યકાળમાં ભાજપ સુરેન્દ્ર નાગરને રાજ્યસભા મોકલશે. ભાજપમાં સુરેન્દ્ર નાગરની એન્ટ્રીની અન્ય એક કહાની છે, તે છે ગુર્જર વોટબેંક. અત્રે ઉલ્લેખનીય છે કે, યુપીની અનેક સીટો પર ગુર્જર વોટબેંકનું સારુ એવું પ્રભુત્વ છે અને પશ્ચિમી યુપીમાં ભાજપ પાસે કોઇ મોટો ગુર્જર નેતા નથી. ભાજપ સુરેન્દ્ર નાગર દ્વારા આ વોટબેંક પર કબ્જો કરવા માંગે છે. 

ISROએ ચંદ્રયાન-2ની ચોથી વખત સફળતાપુર્વ કક્ષા બદલી
પશ્ચિમી યુપીમાં સહારનપુરની ગંગોહ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થવાની છે, જે ગુર્જર બહુમતીની સીટ માનવામાં આવે છે. પેટાચૂંટણી પહેલા સુરેન્દ્ર નાગર જો ભાજપમાં આવે છે તો આ સીટ પર અસર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટી અને બસપાનાં કેટલાક અનેય સાંસદો હાલનાં સમયે ભાજપના સંપર્કમાં છે. આગામી દિવસોમાં કેટલાક અન્ય રાજ્યસભા સાંસદો પણ ભાજપમાં જોડાઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news