કાશ્મીરમાં રાજકીય સંકટના એંધાણ: વિપક્ષી દળોએ રાજ્યપાલ સાથે મુલાકાત યોજી

આતંકવાદી ખતરાને ધ્યાને રાખી જમ્મુ કાશ્મીર સરકારે અમરનાથ યાત્રાને સમય પહેલા રદ્દ કરવાની વાત કરી છે. સાથે જ એડવાઇઝરી બહાર પાડતા જણાવ્યું છે કે, જે પણ યાત્રીઓ ખીણ વિસ્તારમાં છે તેઓ પરત ફરી જાય. ગુપ્તચર એજન્સીઓનાં હવાલાથી જણાવાયું છે કે ખીણમાં જૈશનાં 5 આતંકવાદીઓ ઘુસી ગયા છે. તેઓ અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરે તેવી શક્યતાઓ છે.

કાશ્મીરમાં રાજકીય સંકટના એંધાણ: વિપક્ષી દળોએ રાજ્યપાલ સાથે મુલાકાત યોજી

નવી દિલ્હી : આતંકવાદી ખતરાને ધ્યાને રાખી જમ્મુ કાશ્મીર તંત્રએ અમરનાથ યાત્રાને સમય પહેલા ખતમ કરવાની વાત કહી છે. સાથે જ એડ્વાઇઝરી ઇશ્યુંક રી છે જે યાત્રીઓ ખીણમાં છે તેઓને પરત ફરી જવા માટે જણાવ્યું છે. ગુપ્તચર એજન્સીઓનાં હવાલાથી કહેવાયું છે કે, ખીણમાં જૈશનાં 5 આતંકવાદીઓ ઘુસ્યા છે. તેઓ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી શકે છે. 

તંત્રની કાશ્મીર અંગે નવી એડ્વાઇઝરી બાદ ખીણનાં દળોએ કહ્યું કે, ત્યાર બાદ અહીં અફરા તફડી અને ભયનું વાતાવરણ છે. પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ તમામ વિવાદ ભુલીને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા સાથે મુલાકાત યોજી. ત્યાર બાદ તેમણે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ મુલાકાત યોજી હતી. તેમણે એક પત્રકાર પરિષદ સંબોધિત કરતા કહ્યું કે, 70 વર્ષમાં આટલું ડર અને ભયનું વાતાવરણ તેમણે ખીણમાં જોયું નથી.

આતંકવાદી ખતરાને ધ્યાને રાખી જમ્મુ કાશ્મીર સરકારે અમરનાથ યાત્રાને સમય પહેલા રદ્દ કરવાની વાત કરી છે. સાથે જ એડવાઇઝરી બહાર પાડતા જણાવ્યું છે કે, જે પણ યાત્રીઓ ખીણ વિસ્તારમાં છે તેઓ પરત ફરી જાય. ગુપ્તચર એજન્સીઓનાં હવાલાથી જણાવાયું છે કે ખીણમાં જૈશનાં 5 આતંકવાદીઓ ઘુસી ગયા છે. તેઓ અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરે તેવી શક્યતાઓ છે.

કાશ્મીરમાંથી જપ્ત થઇ પાકિસ્તાનના સિક્કાવાળી ક્લેમોર માઇન, ષડયંત્રનો પર્દાફાશ
અમરનાથ યાત્રા વાળા રૂટ પર સુરક્ષાદળોને એક સ્નાઇપર ગન અને ક્લોમોર માઇન મળ્યું છે. ત્યાર બાદ આ એડ્વાઇઝરી જાહેર કરાઇ છે. તેના વિપક્ષી દળોએ સરકાર પર નિશાન સાધવાનું ચાલુ કરી દીધું છે. નેશનલ કોન્ફરન્સનાં નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, ડર ફેલાવવો ખુબ જ સરળ છે. પરંતુ ખીણમાં તે જણાવનારુ કોઇ જ નથી કે થયુ શું છે. મારા મનમાં અનેક સવાલ છે, પરંતુ તેમાંથી એક પણ સવાલનો જવાબ નથી.  ઉમરે કહ્યું કે, હં ખીણમાં ઘણા મહત્વનાં લોકોને મળ્યો, પરંતુ તેમને પણ કોઇ જ માહિતી નથી. એવી સ્થિતીમાં ગવર્નર ક્યાં છે. તે લોકો સાથે શા માટે વાત નથી કરી રહ્યા અને ડરને ફેલાવા દઇ રહ્યા છે. તેમનાં એક આદેશનાં કારણે રોડ રસ્તાઓ પર ગભરાટનું વાતાવરણ છે. પરંતુ ગવર્નર પોતે શાંત બેઠા છે. 

— JKNC (@JKNC_) August 2, 2019

હું અને નીતીશ એક જ શાળાનાં વિદ્યાર્થી, તેઓ થોડા વધુ આગળ વધી ગયા: બિહાર રાજ્યપાલ
મહેબુબા મુફ્તીએ કહ્યું કે, શ્રીનગરનાં માર્કો પર ગભરાટનું વાતાવરણ છે. પેટ્રોલ પંપ અને એટીએમમાં લોકો લાઇનો લગાવી રહ્યા છે. લોકો જીવન જરૂરી સામાન એકત્ર કરવા લાગ્યા છે. સરકારે માત્ર અમરનાથ યાત્રીઓની ચિંતા છે, ખીણનાં લોકોને કોના ભરોસે છોડ્યા છે. કાશ્મીરમાં હાલની સ્થિતી પર ખીણમાં એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી. તેમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને બીજા અન્ય દળોનાં નેતાનો સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, સરકારનાં આ પગલાથી ખીણમાં ડરનું વાતાવરણ વધી રહ્યું છે.

કાશ્મીરમાં ખોફનું વાતાવરણ : ગુલામ નબી આઝાદ
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પર્યટકો અને તિર્થ યાત્રીઓને ઝડપથી ખીણ વિસ્તાર છોડવા સંબંધિત એડ્વાઇઝરી અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી ક્યારે પણ આવી એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી નથી. તેમણે કહ્યું કે, આર્ટિકલ 35A અને આર્ટિકલ 370 હટાવવા મુદ્દે ચાલી રહેલી અટકળોથી ખીણમાં ડરનું વાતાવરણ છે. તેમણે કહ્યું કે, આ બંન્ને કલમ હટાવવાથી કાશ્મીરથી વધારે જમ્મુ અને લદ્દાખને નુકસાન પહોંચશે. 
અમરનાથ યાત્રા નિશ્ચિત કાર્યક્રમ હેઠળ ચાલુ જ રહેશે: રવિન્દ્ર રૈના
બીજી તરફ ભાજપનાં નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, ખરાબ હવામાનનાં કારણે જ્મુ રૂટથી અમરનાથ યાત્રાને 4 ઓગષ્ટ સુધી સસ્પેંડ કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીર ભાજપનાં અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું કે, અમરનાથ યાત્રા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, અમરનાથ યાત્રા 15 ઓગષ્ટ સુધી નિશ્ચિત કાર્યક્રમ અનુસાર ચાલુ રહેશે. સુરક્ષા માટેની પુરતી વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી ચુકી છે અને ડરનું કોઇ જ વાતાવરણ વથી. તમામ યાત્રી પવિત્ર તીર્થ દર્શન કરી શકે છે, પરંતુ ગૃહમંત્રાલય દ્વારા બહાર પડાયેલી એડ્વાઇઝરીનું પાલન કરવામાં આવવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news