પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન
પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા સરબજીત સિંહની પત્ની સુખપ્રીતનું નિધન થયું છે. એક રોડ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
Trending Photos
અમૃતસરઃ પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. રવિવારે સુખપ્રીત કૌર પોતાની પુત્રી સ્વપ્નદીપને મળવા માટે પાડોશીની સાથે બાઇક પર સવાર થઈને જાલંધર જવા માટે અમૃતસર જઈ રહ્યાં હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં તેનું સારવાર દરમિયાન આજે સવારે નિધન થયું છે.
જાણકારી પ્રમાણે જ્યારે સુખપ્રીત કૌર અમૃતસરના ખજાના ચોક પર પહોંચ્યાં તો તે બાઇકની પાછળથી પડી ગયા અને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને અમૃતસરની મહાજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. હવે સુખપ્રીત કૌરના અંતિમ સંસ્કાર મંગળવારે ભિખીવિંડના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે.
નોંધનીય છે કે સરબજીતને પાકિસ્તાનની કોર્ટે આતંકવાદ તથા જાસૂસી માટે દોષી ઠેરવ્યો હતો અને 1991માં મોતની સજા ફટકારી હતી. પરંતુ સરકારે 2008માં સરબજીતને ફાંસી આપવા પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ એપ્રિલ 2013માં લાહોરમાં કેદીઓના હુમલા બાદ સરબજીતનું મોત થઈ ગયું હતું.
આ પણ વાંચોઃ દર્દીના ઓપરેશનનો સમય, ટ્રાફિકમાં ફસાયેલા ડોક્ટર કાર છોડી, ત્રણ કિમી દોડીને પહોંચ્યા હોસ્પિટલ
સરબજીતે પાકિસ્તાનમાં કહ્યું કે તે એક કિસાન છે અને સરહદ નજીક તેનું ઘર છે. તે ભટકીને પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયો છે. પરંતુ પાકિસ્તાને તેની કોઈ વાત માની નહીં.
આ વર્ષે થયું હતું સરબજીતની બહેનનું નિધન
નોંધનીય છે કે સરબજીત સિંહની બહેરન દલબીરનું આ વર્ષે 26 જૂને નિધન થયું હતું. તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ભાઈને ભારત પરત લાવવાની મુહિમ શરૂ કરી હતી. 60 વર્ષના બલબીર કૌરનું નિધન કાર્ડિયક અરેસ્ટને કારણે થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે