J&K પર દુષ્પ્રચાર ગેંગને મોટો ઝટકો, સુપ્રીમે કહ્યું- 'લોકો HCનો સંપર્ક નથી કરી શકતા તે દાવો ખોટો'

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદથી સગીરોને અટકાયતમાં રાખવાના આરોપ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જુવેનાઈલ જસ્ટિસ પેનલને તપાસ કરીને એક અઠવાડિયાની અંદર રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે.

J&K પર દુષ્પ્રચાર ગેંગને મોટો ઝટકો, સુપ્રીમે કહ્યું- 'લોકો HCનો સંપર્ક નથી કરી શકતા તે દાવો ખોટો'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદથી સગીરોને અટકાયતમાં રાખવાના આરોપ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જુવેનાઈલ જસ્ટિસ પેનલને તપાસ કરીને એક અઠવાડિયાની અંદર રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કાશ્મીરમાં બાળકોને કથિત રીતે અટકાયતમાં લેવાના મુદ્દા સંબંધિત અરજી પર સુનાવણી કરશે કારણ કે તે સગીરો સંબંધિત મહત્વનો મુદ્દો છે. 

CJI રંજન ગોગોઈએ કહ્યું કે અમને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો રિપોર્ટ મળ્યો છે જેમાં કહેવાયું છે કે લોકો દ્વારા હાઈકોર્ટમાં એપ્રોચ કરી ન શકતા હોવાનો આરોપ ખોટો છે. સીજેઆઈએ કહ્યું કે અમે કાશ્મીરી બાળકો સંબંધિત મુદ્દાને જોઈશું. 

સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે અમને તેનો વિરોધાભાસી રિપોર્ટ મળ્યો છે. કારણ કે તેમાં બાળકોને કેદ કરી રાખવાનો આરોપ છે. આથી અમે હાઈકોર્ટના જુવેનાઈલ જસ્ટિસ પેનલને આદેશ આપીએ છીએ કે તેઓ આ આરોપોની તપાસ કરીને પોતાનો રિપોર્ટ એક અઠવાડિયાની અંદર કોર્ટને આપે. અરજીકર્તાએ કહ્યું કે એક છોકરાને કોઈ પણ કારણ વગર અટકાયતમાં રખાયો છે. 

જુઓ LIVE TV

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જે છોકરાને કેદમાં રાખવાની વાત કરાઈ રહી છે તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડને સોંપવામાં આવ્યો હતો. તેના પરિજનોએ હાઈકોર્ટમાં એપ્રોચ કર્યો હતો. સીજેઆઈએ કહ્યું કે અમે કાશ્મીરી બાળકો સંબંધિત મુદ્દાને જોઈશું. પરંતુ લોકો હાઈકોર્ટમાં એપ્રોચ કરી શકતા નથી તે આરોપ ખોટો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news