close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કલમ 370

પૂંછ સેક્ટરમાં અચાનક ગોળીબારી કરવા લાગ્યું પાકિસ્તાન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ ક્રોધે ભરાયેલા પાકિસ્તાને (Pakistan) બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. શનિવારે સવારે પણ પાકિસ્તાનના પૂંછ (Poonch)ના શાહપુર કિરની સેક્ટરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારી શરૂ કરી દીધી હતી.

Nov 2, 2019, 12:17 PM IST

કાશ્મીર અને કલમ 370 મુદ્દે પ્રભાવશાળી US સાંસદે PM મોદીના ભરપેટ વખાણ કર્યાં, જાણો શું કહ્યું?

અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે ગુરુવારે બંધારણની અસ્થાયી કલમ (Article 370)ની કેટલીક જોગવાઈઓને જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાના 'બોલ્ડ પગલાં' બદલ પીએમ નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે.

Nov 1, 2019, 09:48 AM IST

યુરોપિયન યુનિયનના સાંસદોના J&K પ્રવાસનો આજે બીજો દિવસ, સ્થિતિની કરશે સમીક્ષા

યુરોપિયન યુનિયન (European Union)ના સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ આજે બીજા દિવસે પણ જમ્મુ  કાશ્મીર (Jammu Kashmir)ના હાલાતની સમીક્ષા કરશે. નોંધનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 હટાવાયા બાદથી કાશ્મીરની મુલાકાત કરનારું આ પહેલુ વિદેશી પ્રતિનિધિ મંડળ છે. આ અગાઉ યુરોપિયન સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું. પ્રતિનિધિ મંડળ અહીંની એક ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચ્યું. ત્યારબાદ તેમને બદામી બાગમાં સેનાના 15 કોર હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યાં. અહીં સેનાના ટોચના કમાન્ડરોએ તેમને કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપી.

Oct 30, 2019, 09:49 AM IST

આ તો હદ કરી...કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપનારા દેશોને પણ પાકિસ્તાને ધમકી આપી

પાકિસ્તાનમાં નેતાઓના હાસ્યાસ્પદ નિવેદનોની શ્રેણીમાં વધુ એક નિવેદન જોડાયુ છે. એક મંત્રીએ કાશ્મીર પર દુનિયાની ચૂપ્પી પર સવાલ ઉઠાવ્યા છે અને જંગનો રાગ આલાપતા કહ્યું કે યુદ્ધ થયું તો પાકિસ્તાન જો એક મિસાઈલ ભારત પર છોડશે તો બીજી તેના સમર્થક દેશ પર.

Oct 30, 2019, 07:41 AM IST

યુરોપિયન સાંસદો કાશ્મીર પહોંચ્યા તો વિપક્ષના નેતાઓ ભડક્યા, પ્રિયંકા-માયાવતીએ જાણો શું કહ્યું?

યુરોપિયન યુનિયનના સાંસદો આજે કાશ્મીરની મુલાકાતે છે. વિદેશી પ્રતિનિધિ મંડળની આ કાશ્મીર મુલાકાત પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભડક્યા છે.

Oct 29, 2019, 12:51 PM IST

કાશ્મીર મુદ્દે તુર્કીએ લીધો હતો પાકિસ્તાનનો પક્ષ, હવે PM મોદીએ આપ્યો જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના અંતમાં પ્રસ્તાવિત તુર્કી પ્રવાસ રદ કર્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆને સપ્ટેમ્બરમાં થયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપ્યું હતું.

Oct 20, 2019, 07:44 AM IST

જીતુ વાઘાણી સાથે શીર્ષ સંવાદ: 'ચૂંટણી વ્યક્તિ નહીં પરંતુ કમળ લડે છે, લોકો કમળને મત આપે છે'

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે ઝી 24 કલાકના ચેનલ હેડ દિક્ષિત સોનીએ ખાસ વાતચીત કરી જેના અંશ અહીં રજુ કર્યાં છે. આ મુલાકાતમાં જીતુ વાઘાણીએ આવનારી 6 બેઠકો માટેની પેટાચૂંટણી તથા વિરોધીઓના પ્રહારો તથા અન્ય પડકારો પર ખુલીને વાત કરી. આવનારી 6 વિધાનસભા પેટાચૂંટણીના સ્થાનિક મુદ્દાઓ, કલમ 370, રામ મંદિર, અલ્પેશ ઠાકોર... જાણો તેમણે આ સમગ્ર મુદ્દાઓ પર શું જવાબ આપ્યો. 

Oct 19, 2019, 04:08 PM IST

કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહેલા ફારૂક અબ્દુલ્લાના બહેન-પુત્રીની અટકાયત 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના બહેન સુરૈયા અને પુત્રી સાફિયાને પોલીસે અટકાયતમાં લીધા છે.

Oct 15, 2019, 03:16 PM IST

જમ્મુ-કાશ્મીરમાં Postpaid પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ, ઈન્ટરનેટ માટે હજુ રાહ જોવી પડશે

જમ્મુ અને કાશ્મીરમાં મોબાઈલ પોસ્ટપેડ સર્વિસ બહાલ કરી દેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવાયા બાદથી સુરક્ષા કારણોસર મોબાઈલ ફોન સેવાઓ અને ઈન્ટરનેટ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સમયગાળા દરમિયાન જો કે જમ્મુ અને લદાખમાં મોબાઈલ ફોન સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ કાશ્મીર ખીણમાં પાંચ ઓગસ્ટથી પ્રતિબંધ હતો. 

Oct 14, 2019, 01:28 PM IST

આતંકવાદીઓની વિચારધારા સામે લડત ખુબ જરૂરી: NSA અજીત ડોભાલ

ATS&STFના પ્રમુખોની એક બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે આતંકવાદને  ખતમ કરવા માટે કડક કાર્યવાહીની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આતંકવાદીઓની વિચારધારા સામે લડવાની ખુબ જરૂર છે. અજીત ડોભાલે કહ્યું કે એનઆઈએએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ જેટલું પ્રભાવી કામ કર્યું છે એટલું અન્ય કોઈ એજન્સીએ કર્યું નથી. 

Oct 14, 2019, 12:01 PM IST

ઈમરાને લાખ પ્રયત્નો કર્યાં પરંતુ આ દેશે જરાય મચક ન આપી, કાશ્મીરનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન પીએમએ કાશ્મીર મુદ્દે સમર્થન બદલ ઈરાનનો આભાર વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી અને આ મુલાકાતમાં પણ તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.  ઈમરાન ખાને ફરી એકવાર મુસ્લિમ એક્તાની વાત કરી. તેમણે કહ્યું કે મુસ્લિમ ઉમ્માન સામે આંતરિક અને બહારના તમામ પડકારો સામે છે. મુસ્લિમ દેશો વચ્ચે એક્તા અને એકજૂથતાનો સંદેશ આપવો ખુબ જરૂરી છે. ઈમરાન ખાને વધુમાં કહ્યું કે કાશ્મીરમાં બે મહિનાથી 80 લાખ મુસ્લિમો કરફ્યુના કારણે નજરકેદ છે. રાષ્ટ્રપતિ રૂહાનીએ કાશ્મીરમાં માનવાધિકારીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હું કાશ્મીર મુદ્દે તેમના સમર્થન બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. 

Oct 14, 2019, 11:47 AM IST

Breaking: જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર બપોરથી તમામ Postpaid મોબાઈલ સેવાઓ શરૂ થઈ જશે

કાશ્મીર (Kashmir)થી કલમ 370 હટાવાયા બાદ સુરક્ષા કારણોસર જમ્મુ અને કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો ધીરે ધીરે હટાવી લેવામાં આવી રહ્યાં છે.

Oct 12, 2019, 12:50 PM IST

દેશભરની દરગાહોનું એક ડેલિગેશન જશે કાશ્મીર, તેમનો હેતુ જાણીને PAKને લાગશે જબરદસ્ત ઝટકો

આ ડિલિગેશન 12 ઓક્ટોબરના રોજ જશે અને 14 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. ત્યાંના અલગ અલગ વિસ્તારોમાં પહોંચીને યુવાઓને દેશ પ્રત્યે જાગરૂક કરવામાં આવશે.

Oct 11, 2019, 09:16 AM IST

370 હટાવવાનો વિરોધ કરનાર અંગ્રેજ સાંસદ સાથે કોંગ્રેસી નેતાઓની મુલાકાત બાદ વિવાદ

રાફેલની પુજા પર સવાલ ઉઠાવીને ઘેરાયેલ કોંગ્રેસ ફરી એકવાર અંગ્રેજી નેતા સાથેની મુલાકાત બાદ વિવાદમાં

Oct 10, 2019, 07:00 PM IST

વોટ બેંક માટે થઈને કોંગ્રેસ-NCPએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો: અમિત શાહ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે સાંગલીમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ-એનસીપી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યાં.

Oct 10, 2019, 03:16 PM IST

જમ્મુ-કાશ્મીરમાં આજથી પ્રતિબંધ હટતા પર્યટકો માટે 'દરવાજા ખુલ્લા'  સરકારે બહાર પાડી એડવાઈઝરી

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ની અર્થવ્યવસ્થાની લાઈફલાઈન એવા પર્યટકોની અવરજવર પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે હવે હટાવી દેવાયો છે.

Oct 10, 2019, 01:45 PM IST

કાશ્મીર: અટકાયતમાં લેવાયેલા 3 નેતાઓનો આજે થશે છૂટકારો, બોન્ડ સાઈન કરાવવામાં આવ્યાં

કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવવામાં આવી તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂપે કાશ્મીર ખીણના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જો કે હવે તેમના છૂટકારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Oct 10, 2019, 12:02 PM IST

VIDEO: નેશનલ કોન્ફરન્સના નેતાઓએ ફારૂક અબ્દુલ્લા સાથે કરી મુલાકાત

નેશનલ કોન્ફરન્સના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી અને એનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. એનસી નેતાઓના 15 સભ્યોના પ્રતિનિધિ મંડળે ફારૂક સાથે શ્રીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી. શિષ્ટ મંડળે ફારૂક અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લા સાથે પણ મુલાકાત કરી. આ અવસરે ફારૂક અબ્દુલ્લા સાથે નેતાઓ તેમના ઘરની છત પર જોવા મળ્યાં. તેમની સાથે પત્ની મૌલી અબ્દુલ્લા પણ જોવા મળ્યાં. 

Oct 6, 2019, 01:23 PM IST

'લાચાર' ઈમરાન ખાને PoKના લોકોને કહ્યું,- 'જો LoC પાર કરી તો ભારત...'

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ અને કાશ્મીરને લઈને ફરીથી એકવાર ઝેર ઓક્યુ છે.

Oct 5, 2019, 01:29 PM IST

PAK સેનાનું મોટું ષડયંત્ર, LoC પર લોકોને કૂચ કરવા માટે ઉશ્કેર્યા, ભારતીય સેના હાઈ અલર્ટ પર

પાકિસ્તાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં યુવાઓનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનું પ્લાનિંગ કર્યું છે. જેના કારણે પાકિસ્તાની સેનાએ આજે પીઓકેના સ્થાનિક લોકોને નિયંત્રણ રેખા (LoC) સુધી માર્ચ કાઢવાનું કહ્યુ છે. મોટા ષડયંત્રની આશંકાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. 

Oct 4, 2019, 10:06 AM IST