Hijab Row: હિજાબ વિવાદ પર અમિત શાહ બોલ્યા- તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ

Hijab Row: ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, મારૂ માનવુ છે કે તમામ ધર્મના લોકોએ સ્કૂલનો યુનિફોર્મ અને ડ્રેસ કોડ અપનાવવો જોઈએ. 

Hijab Row: હિજાબ વિવાદ પર અમિત શાહ બોલ્યા- તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ

નવી દિલ્હીઃ કર્ણાટકમાં હિજાબને લઈને શરૂ થયેલો વિવાદ દેશભરમાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે. મામલો હાલ કર્ણાટક હાઈકોર્ટમાં છે. આ વચ્ચે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે હિજાબને લઈને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, કોર્ટનો નિર્ણય આવ્યા બાદ દેશની જનતાએ તે નિર્ણયનો સ્વીકાર કરવો જોઈએ. 

અમિત શાહે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ- મારૂ માનવુ છે કે બધા ધર્માના લકોએ સ્કૂલનો યુનિફોર્મ અને ડ્રેસ કોડને અપનાવવો જોઈએ તથા તેનું પાલન કરવું જોઈએ. દેશ બંધારણના આધાર પર ચાલશે. 

સોમવારે પણ કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબને લઈને સુનાવણી થઈ હતી. આ દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, હિજાબ એક જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક નિર્દેશોને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવા જોઈએ. 

સરકારે કહ્યું કે, હિજાબ મામલામાં અરજીકર્તા ન માત્ર તેને પહેરવાની મંજૂરી માંગી રહી છે, પરંતુ તે જાહેરાત પણ ઈચ્છે છે કે તેને પહેરવું ઇસ્લામને માનનાર તમામ લોકો પર ધાર્મિક રૂપથી બાધ્યકારી છે. 

મહત્વનું છે કે હિજાબ વિવાગ શૈક્ષણિક સંસ્થાઓમાં તે સમયે તણાવનું કારણ બની ગયો જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓએ તેને ક્લાસની અંદર પહેરવાની મંજૂરી માંગી, જ્યારે હિન્દુ વિદ્યાર્થીઓએ ભગવા સ્કાર્ફ પર ભાર આપ્યો હતો. 

હાલમાં રાજ્યના ઉડુડીમાં એક કોલેજની વિદ્યાર્થિનીઓ કેમ્પલ ફ્રંટ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત સંવાદદાતા સંમેલનમાં સામેલ થઈ હતી. તેનું આયોજન વર્ગખંડમાં હિજાબ પહેરી પ્રવેશની મંજૂરી આપવાની કોલેજ તંત્રએ ના પાડવાના વિરોધમાં કરવામાં આવ્યું હતું. 

આ ઘટનાના ચાર દિવસ પહેલા તેમણે આચાર્ય પાસેથી હિજાબ પહેરીને વર્ગખંડની અંદર જવાની મંજૂરી માંગી હતી. પરંતુ તેને મંજૂરી આપવામાં આવી નહીં. કોલેજના આચાર્ય રૂદ્રે ગૌડાએ કહ્યુ હતુ કે અત્યાર સુધી વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને પરિસર સુધી પહોંચતી હતી પરંતુ વર્ગખંડમાં જતા પહેલાં તેને હટાવી દેતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news