યુપીની દીકરીએ બનાવી 'રેપ પ્રુફ પેન્ટી', ખાસિયત એક ક્લિક પર

ફર્રુખાબાદની સીનૂએ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પેન્ટી ડિઝાઇન કરી છે

યુપીની દીકરીએ બનાવી 'રેપ પ્રુફ પેન્ટી', ખાસિયત એક ક્લિક પર

નવી દિલ્હી : દેશમાં વધી રહેલા બળાત્કારના કિસ્સાઓથી ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદની 19 વર્ષની સીનુ કુમારી બહુ અપસેટ છે. બીએસસીની વિદ્યાર્થીની એવી સીનુ કુમારીએ યુવતીઓ અને બાળકીઓને બળાત્કારથી બચાવવા માટે ખાસ રેપ પ્રુફ પેન્ટી તૈયાર કરી છે. આ પેન્ટી કોઈ સામાન્ય પેન્ટી નથી પણ એમાં ઇલેકટ્રોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આ્વ્યો છે. આમાં સ્માર્ટલોક લગાવવામાં આવ્યું છે જે પાસવર્ડથી જ ખુલ છે. લોકેશનની સાચી જાણકારી એમાં લાગેલી જીપીઆરએસ સિસ્ટમ આપે છે તેમજ ઘટનાસ્થળની વાતચીત રેકોર્ડ કરવા માટે એમાં રેકોર્ડર પણ લાગેલું છે. 

ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના એક સાધારણ પરિવારની સીનુએ માહિતી આપી છે કે "હું રોજ દુનિયામાં બનતી બળાત્કારની ઘટનાઓથી બહુ અપસેટ થતી હતી. આ કારણે મેં મારાથી બનતા પ્રયાસ કર્યા. હું બીએસસી થર્ડ યરની વિદ્યાર્થી છું. મને ઇલેક્ટ્રોનિક્સમાં રસ છે અને એક મહિનાની મહેનત પછી મેં રેપ રોકવામાં મદદ કરે એવી પેન્ટી તૈયાર કરી છે."

પાસવર્ડથી જ ખુલશે
આ ખાસ પેન્ટી વિશે માહિતી આપતા સીનુએ જણાવ્યું છે કે "આમાં એક સ્માર્ટલોક લાગેલું છે જે પાસવર્ડ વગર નથી ખુલતું. આ પેન્ટી બ્લેડપ્રુફ કપડાની બની છે જેને ચાકુ કે પછી બીજા ધારદાર હથિયારથી કાપી નથી શકાતું. આ પેન્ટીના કપડાને બાળી પણ નથી શકાતું. આમાં એક બટન લાગેલું છે જે દબાવવાથી 100 કે પછી 1090 નંબર પર ઓટોમેટિક કોલ થઈ જશે અને જીપીઆરએસ સિસ્ટમની મદદથી ઘટનાસ્થળે પહોંચી શકાશે. આ સિવાય પેન્ટીમાં રેકોર્ડર પણ લાગેલું છે જેથી ઘટનાસ્થળની તમામ વાતચીત રેકોર્ડ થઈ જશે."

માત્ર 5,000 રૂ.નો ખર્ચ 
સીનુના દાવા પ્રમાણે આ મોડલ હજી સુધારોવધારો થઈ શકે છે. હાલમાં સીનુએ આ પેન્ટીની પેટન્ટ મેળવવા માટે અલાહાબાદના નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનને અરજી કરી છે. આ પેન્ટી બનાવવાના ખર્ચ વિશે સીનુએ માહિતી આપી છે કે આ બનાવવામાં પાંચ હજાર રૂ.નો ખર્ચ થયો છે. આ થોડી મોંઘી છે પણ આશા છે કે સરકાર એમાં મદદ કરીને એનો ખર્ચ ઘટાડવામાં અને એને ગરીબ મહિલાઓ સુધી પહોંચાડવામાં મદદ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news