Kerala Human Sacrifice Case: ફેસબુક પર 'શ્રીદેવી' બની ગયો હતો શફી, પતિ સામે તેની પત્ની સાથે બનાવતો હતો સંબંધ

Kerala Human Sacrifice Case: કેરલમાં કાળા જાદૂ કાંડને લઈને અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. તાંત્રિક શફીએ ફેસબુક દ્વારા દંપત્તિને અપરાધ કરવા માટે રાજી કરી લીધા. તેણે દંપત્તિને ધનની લાલચ આપી હતી. 

Kerala Human Sacrifice Case: ફેસબુક પર 'શ્રીદેવી' બની ગયો હતો શફી, પતિ સામે તેની પત્ની સાથે બનાવતો હતો સંબંધ

તિરૂવનંતપુરમઃ કેરલના પથાનામથિટ્ટા જિલ્લામાં કાળા જાદૂ અને બલિ કાંડ બાદ હડકંપ મચી ગયો છે. ધન અને તંત્ર મંત્રના ચક્કરમાં કોઈ માણસ કેટલો નીચે પડી જાય છે, તે વાતનો નમૂનો કેરલના ગામમાં જોવા મળ્યો છે. કાળા જાદૂને લઈને અહીં બે મહિલાઓની બલી આપવામાં આવી અને મૃતદેહની સાથે હેવાનિયત કરવામાં આવી. હવે તે વાત સામે આવી છે કે બલિ આપનાર દંપત્તિને ફસાવવા માટે તાંત્રિક શફીએ ફેસબુકનો સહારો લીધો હતો. તેણે ભગવલ સિંહને ફેસબુક પર શ્રીદવી બનીને રિક્વેસ્ટ મોકલી હતી. 

ફેક ફેસબુક પ્રોફાઇલથી શરૂ થઈ કહાની
આ કહાની એક ફેક ફેસબુક પ્રોફાઇલથી શરૂ થઈ જે શ્રીદેવીના નામે બનાવવામાં આવી હતી. આરોપી ભગવલ સિંહ એક હાઈકૂ કવિ છે. હાઈકૂ કાવ્યની એક જાપાની વિદ્યા છે. ભગવલ સિંહની બીજી પત્ની લૈલાએ ફેસબુક પર એક પોસ્ટ જોઈ જેમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો ધનવાન બનવા ઈચ્છે છે તે સંપર્ક કરે. ત્યારબાદ દંપત્તિએ પોસ્ટ વિશે અન્ય જાણકારી મેળવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ભગવલ સિંહને એક ફેસબુક રિક્વેસ્ટ આવી જે શ્રીદેવીના નામે હતી. તેણે ભગવલ સિંહના હાઈકૂની પ્રશંસા કરી હતી. 

ત્યારબાદ બંને વચ્ચે ચેટ થવા લાગી. તે શ્રીદેવીએ ભગવલ સિંહ અને તેની પત્નીને એક તાંત્રિકને મળવા માટે મનાવ્યા અને કહ્યું કે તે ધનવાન બનાવી શકે છે. હકીકતમાં શ્રીદેવી તે શફી હતો જેને મળવા માટે કહેવામાં આવી રહ્યું હતું. આ વાતની જાણકારી ભગવલ સિંહ અને લૈલાને નહોતી. ત્યારબાદ શફીએ ખુદ દંપત્તિનો સંપર્ક કર્યો અને તેને ત્યાં અવરજવર શરૂ કરી. ત્યારબાદ રાશિદ ઉર્ફે શફીએ ભગવલ સિંહ અને લૈલાની સાથે નજીકના સંબંધ બનાવી લીધા હતા. 

પતિની સામે પત્ની સાથે બનાવતો હતો શારીરિક સંબંધ
પોલીસનું કહેવું છે કે રાશિદે પહેલા કહ્યુ કે આ તંત્ર ક્રિયામાં તે ભગવલ સિંહની સામે લૈલા સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. ધનની લાલચમાં આંધળા થઈ ચુકેલા દંપત્તિ તે માટે તૈયાર પણ થઈ ગયું હતું. પોલીસ સૂત્રોનું કહેવું છે કે હંમેશા રાશિદ લૈલા સાથે સેક્સ કરતો હતો. આ દરમિયાન તે ભગવલ સિંહને ત્યાં બાંધી દેતો હતો. 

ત્યારબાદ રાશિદે તે દંપત્તિને કહ્યું કે ધનવાન બનવા માટે તેણે બધા પાપ ધોવા પડશે. તે માટે કોઈ મનુષ્યની બલી આપવી પડશે. જે વ્યક્તિની પ્રથમ બલી આપવામાં આવી તેને રાશિદ કોચ્ચિથી લાવ્યો હતો. રાશિદે તેને લાલચ આપી હતી કે તેણે પોર્ન વીડિયોમાં કામ કરવું પડશે, તેના બદલામાં 10 લાખ રૂપિયા આપવામાં આવશે. પોલીસે કહ્યું કે 8 જૂને ત્રણેયે મળી તેની હત્યા કરી દીધી હતી. પીડિતની પુત્રીએ તેની લાપતા હોવાની ફરિયાદ 27 ઓગસ્ટે નોંધાવી હતી. 

મનુષ્યનું માંસ ખાધુ
પહેલી હત્યાના બે મહિના બાદ રાશિદે ભગવલ સિંહ અને લૈલાને કહ્યું કે દેવી હજુ ખુશ નથી તેથી વધુ એક બલિ આપવી પડશે. ત્યારબાદ ધર્માપુરી, તમિલનાડુના એક લોટરી વેન્ડરને ફસાવવામાં આવ્યો. તેને જૂની રીત અપનાવીને લાવવામાં આવ્યો. 26 સપ્ટેમ્બરે તેની પણ હત્યા કરી દેવામાં આવી. પોલીસના સૂત્રોનું કહેવું છે કે લૈલાએ તે વાતનો સ્વીકાર કર્યો છે કે તેણે પતિની સાથે મળી મનુષ્યનું માંસ પકાવ્યું અને પછી ખાધુ. રાશિદે તેને આમ કરવા માટે કહ્યું હતું. 

ત્યારબાદ મૃતદેહના 56 ટુકડા કરી ભગવલ સિંહના ઘરના ખુણામાં ખાડો ખોડી દાટી દેવામાં આવ્યા હતા. બીજા પીડિતની બહેનની ફરિયાદ બાદ પોલીસે પગલા ભર્યા અને પછી ત્રણેય ઝડપાઈ ગયા. દંપત્તિની કોચ્ચિથી 120 કિમી દૂર એલાંથુર ગામથી ધરપકડ કરવામાં આવી છે. અહીંના લોકો પણ ચોંકી ગયા કે દંપત્તિ આવું કામ કરી શકે છે. ભગવલ સિંહ આસપાસના લોકોમાં પોતાના હાઇકૂ માટે જાણીતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news