Shaheen Bagh Protest: શાહીન બાગમાં પ્રદર્શનકારીઓને સવાલ સમજાવતી જોવા મળી તીસ્તા, ભાજપે જારી કર્યો વીડિયો


ભાજપનો દાવો છે કે વાર્તાકારો સાથે વાત કરવા માટે શાહીન બાગના પ્રદર્શનકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ બીજું કોઈ નહીં પરંતુ તીસ્તા સીતલવાડ આપી રહી છે. 
 

Shaheen Bagh Protest: શાહીન બાગમાં પ્રદર્શનકારીઓને સવાલ સમજાવતી જોવા મળી તીસ્તા, ભાજપે જારી કર્યો વીડિયો

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં પાછલા બે મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મામલા પર સુપ્રીમ કોર્ટે કેટલાક વાર્તાકારની નિમણૂંક કરી છે, જે પ્રદર્શનકારીઓને જગ્યા બદલવાની અપીલ કરશે. પ્રદર્શનકારીઓને વાર્તાકાર મળ્યા આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ મોટો આરોપ લગાવ્યો છે. અમિત માલવીયે એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં સામાજીક કાર્યકર્તા તીસ્તા સીતલવાડ પ્રદર્શનકારીઓને સવાલ સમજાવી રહી છે. 

ભાજપનો દાવો છે કે વાર્તાકારો સાથે વાત કરવા માટે શાહીન બાગના પ્રદર્શનકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ બીજું કોઈ નહીં પરંતુ તીસ્તા સીતલવાડ આપી રહી છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે એક વીડિયો ટ્વીટ કરીને આ દાવો કર્યો છે કે વાર્તાકારોને શું સવાલ-જવાબ કરવાના છે તેની તાલીમ પ્રદર્શનકારીઓને તીસ્તા સીતલવાડ આપી રહી છે. અમિતે લખ્યું છે કે જુઓ આ આંદોલન કેટલું સ્વયંભૂ છે. 

અમિત માલવીયે શાહીન બાગનો દાવો કરતો જે વીડિયો જારી કર્યો છે, તેમાં તીસ્તા સીતલવાડ ઉભી છે. તેની સાથે હાજર એક યુવતી પ્રદર્શનકારીઓને સવાલ સમજાવી રહી છે. તે કહી રહી છે કે આ સવાલ છે પરંતુ જવાબ કોઈએ આપવાનો નથી. 

— Amit Malviya (@amitmalviya) February 19, 2020

પ્રથમ સવાલઃ શું શાહીન બાગ આંદોલનની જગ્યા બદલવાથી આંદોલન નબળું પડશે?

બીજો સવાલઃ જો જગ્યા બદલવાની વાત થાય છો મહિલાઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે?

ત્રીજો સવાલઃ આંદોલનને કારણે કેટલાક લોકોને સમસ્યા થઈ રહી છે, તે માટે આપણે શું કરવાનું છે?

ચોથો સવાલઃ અડધો રસ્તો ખોલવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે?

પાંચમો સવાલઃ શું શાહીન બાગ આંદોલનનું રંગરૂપ બદલવાથી આંદોલન નબળુ પડશે?

વીડિયોમાં આ સવાલો પૂછ્યા બાદ તીસ્તા સીતલવાડ માઇક સંભાળે છે અને સવાલોને સમજાવવાનું શરૂ કરે છે. તેણે કહ્યું કે, રંગ-રૂપનો મતલબ છે કે તમે લોકો અહીં પર 24 કલાક ન બેસો, સપ્તાહમાં એક-વાર કે બે વાર આવો, ક્યારેક ક્યારેક સાંજે આવો. સવાલ રાખવો આપણી ફરજ છે. પરંતુ વીડિયોના અંતમાં સવાલ પૂછનારી યુવતી કહે છે કે આ માત્ર અમારા સવાલ છે જવાબ તમારા હશે. 

ગુરૂવારે ફરી શાહીન બાગ જશે વાર્તાકાર
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વાર્તાકાર સાધના રામચંદ્રન અને સંજય હેગડેએ બુધવારે શાહીનબાગમાં પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ તેમની સામે પોતાની વાત રાખી હતી. પ્રદર્શનકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે તેણે તો માત્ર રસ્તો 150 મિટર બંધ કર્યો છે, અસલી જામ તો દિલ્હી પોલીસે કર્યો છે. પોલીસે રસ્તાને 3 બાજુથી બંધ કર્યો છે. આ દરમિયાન વાર્તાકારો પર પ્રદર્શનકારીઓ તરફથી સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો. 2 કલાક ચાલી આ વાતચીતમાં કોઈ ઉકેલ ન આવ્યો. વાર્તાકાર હવે ફરી ગુરૂવારે પ્રદર્શનકારીઓ સાથે વાત કરશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news