ભારતીય કેપ્ટન કોહલીએ ન્યૂઝીલેન્ડ માટે કહી દીધી આ મોટી વાત

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ હંમેશા સાચી ભાવનાની સાથે રમત રમે છે અને જો ભારત કોઈની સાથે નંબર એકનું સ્થાન શેર કરે છે, તો ચોક્કસપણે તે કીવી હશે. 

Updated By: Feb 19, 2020, 09:20 PM IST
ભારતીય કેપ્ટન કોહલીએ ન્યૂઝીલેન્ડ માટે કહી દીધી આ મોટી વાત

વેલિંગ્ટનઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ હંમેશા સાચી ભાવનાની સાથે રમત રમે છે અને જો ભારત કોઈની સાથે નંબર એકનું સ્થાન શેર કરે છે, તો તે ચોક્કસપણે કીવી ટીમ હશે. તેણે આ વાત ભારતીય એમ્બેસી તરફથી આયોજીત સમાહોરમાં કરી હતી. મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા ઈન્ડિયન હાઈ કમિશન (ભારતીય એમ્બેસી)એ ભારતીય ટીમને સન્માન આપ્યું હતું. 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ભારતીય ટીમ નંબર વન છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ હાલ છઠ્ઠા નંબર પર છે. તેણે આગળ કહ્યું, 'અમે અહીં આવીને સન્માનનો અનુભવી કરી રહ્યાં છીએ. આમંત્રણ આપવા માટે અમે બધા લોકોનો આભાર માનીએ છીએ. અમે તમે લોકો સાથે આનંદ માણ્યો.'

વિરાટ કોહલીએ કહ્યું, 'ભારતીય ટીમને અહીં જે પ્રેમ મળ્યો તે પ્રશંસાપાત્ર છે. વનડે સિરીઝમાં હાર મળી, પરંતુ ટેસ્ટ સિરીઝ માટે અમે તૈયાર છીએ. બંન્ને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શુક્રવારથી રમાશે.'

આ દરમિયાન તેણે કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનની સાથે બાઉન્ડ્રી નજીક થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોહલીએ કહ્યું કે, અમારા બંન્ને વચ્ચે જીવનને લઈને વાત થઈ હતી, ન કે ક્રિકેટ વિશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર