શાહીન બાગ: હંગામા પર ભડકી વાર્તાકાર સાધના રામચંદ્વન, પ્રદર્શનકારીઓને આપી સખત ચેતાવણી
શાહીન બાગ (Shaheen Bagh)માં બીજા દિવસે ગુરૂવારે વાર્તાકાર સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિમવામાં આવેલા વાર્તાકાર વરિષ્ઠ વકીલ સંજય હેગડે (Sanjay Hegde) અને સાધના રામચંદ્વન (Sadhna Ramachandran) પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા પહોંચ્યા પરંતુ કોઇ સમાધાન ન નિકળ્યું.
Trending Photos
નવી દિલ્હી: શાહીન બાગ (Shaheen Bagh)માં બીજા દિવસે ગુરૂવારે વાર્તાકાર સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિમવામાં આવેલા વાર્તાકાર વરિષ્ઠ વકીલ સંજય હેગડે (Sanjay Hegde) અને સાધના રામચંદ્વન (Sadhna Ramachandran) પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા પહોંચ્યા પરંતુ કોઇ સમાધાન ન નિકળ્યું. શાહીન બાગનો રસ્તો ગત બે મહિનાથી બંધ છે. મુખ્ય માર્ગનો રસ્તો ખોલવાનો પ્રયત્ન ચાલુ છે પરંતુ વાત આગળ વધી નહી. વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે આંદોલન ઉદાહરણ બને. આ દરમિયાન વાર્તા દરમિયાન ટોકાટાકી સાથે વાર્તાકાર સાધના રામચંદ્વન ઉશ્કેરાઇ ગયા. તેમણે પ્રદર્શનકારીને ઉડાઉ જવાબ આપતાં શાંતિ વાત ન થઇ તો આવતીકાલે આવીશું નહી.
સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ વકીલ સાધનાએ કહ્યું કે કાલે અને આજે અમે પ્રયત્ન કર્યો કે અહીં શાંતિ જળવાઇ રહે પરંતુ એવું થઇ રહ્યું નથી. આવતી કાલે બહેનો એવી જગ્યા શોધે જ્યાં વાત થઇ શકે. અહીં વાત કરવા માટે 10-10 મહિલાઓ આવે અને વાત કરે, બાકી મહિલાઓ બહાર રહેશે. સાધનાએ આગળ કહ્યું 'અમે વાયદો કર્યો હતો કે અમે આવીશું, તમે બોલાવ્યા, અમે આવ્યા પરંતુ આજે ખૂબ સમજી વિચારીને મળીને વાત કરવી છે. અમને આવતીકાલે દાદીઓના આર્શિવાદ મળ્યા. કાલે અમે કહ્યું હતું કે ભારતમાં આવી પુત્રીઓ હોય તો હિંદુસ્તાન સુરક્ષિત છે.'
તેમણે કહ્યું કે 'કાલે અમે તમને (પ્રદર્શનકારીઓ) સમજાવ્યા હતા, તમે ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા, નાગરિકતા કાનૂન અને એનઆરસી તે બધા મુદ્દા અમે સમજ્યા છીએ. તમને સમજાવી દેશું નાગરિકતા કાનૂન અને એનઆરસીનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ છે, તે કેસ સુનાવણીમાં આવશે. અત્યારે કોઇ તારીખ નથી. આ અંગે આજે અમે વાત ન કરી શકીએ કારણ કે તે મુદ્દો સાંભળવામાં આવશે.
તેમણે પ્રદર્શનકારીઓને કહ્યું 'આજનો મુદ્દો છે. તમારા અધિકારનો છે, વિરોધનો મુદ્દો છે પરંતુ આ જે અરજી છે, જેના લીધે આજે અમે અહીં છીએ, અરજીમાં પ્રશ્ન છે કે જે રસ્તો બંધ છે, બંધનો જે મુદ્દો છે, તેના માટે અમે અહીંયા છીએ. જો અમે આ રસ્તા પર કોઇ સમાધાન નિકાળીએ કે તમારું આંદોલન પણ યથાવત રહે અને કોઇ રસ્તો પણ નિકળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે