શાહીન બાગઃ વાર્તાકાર હબીબુલ્લાહની એફિડેવિટ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી

એફિડેવિટમાં કહ્યું છે કે સરકારે વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો સાથે વાત કરવી જોઈએ. 

Updated By: Feb 23, 2020, 03:42 PM IST
શાહીન બાગઃ વાર્તાકાર હબીબુલ્લાહની એફિડેવિટ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદાને કારણે શાહીન બાગ માર્ગ જામને લઈને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર હબીબુલ્લાહે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે શાહીન બાગમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ છે પરંતુ દિલ્હી પોલીસે છાહીન બાગની ચારેતરફ 5 રસ્તા બંધ કર્યાં છે, જેથી લોકોને મુશ્કેલી થી રહી છે. જો પોલીસ આ રસ્તાઓ ખોલી દે તો ટ્રાફિક સામાન્ય થઈ જશે. તેમણે કહ્યું કે, સ્કૂલ વાન અને એમ્બ્યુલન્સને પોલીસ દ્વારા ચેકિંગ બાદ જવા દેવામાં આવે છે. 

મહત્વનું છે કે આ મામલામાં વજાહત હબીબુલ્લાહે ખુદ સુપ્રીમ કોર્ટમાં પ્રદર્શનકારીઓના પક્ષમાં અરજી દાખલ કરી હતી. પાછલી સુનાવણી દરમિયાન તેમના વકીલે કોર્ટને કહ્યું હતું કે, તે તેમને પણ લોકો સાથે વાત કરવા કહેશે. ત્યારબાદ હબીબુલ્લાહે આ એફિડેવિટ દાખલ કરી છે. શાહીન બાગના પ્રદર્શનકારીઓને રસ્તા પરથી હટાવવાને લઈને દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવાર (24 ફેબ્રુઆરી)એ સુનાવણી કરશે. 

ભારતીય નેવીનું મિગ-29K ગોવામાં ક્રેશ, પાઈલટને બચાવી લેવાયો

સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલા વાર્તાકારે પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપી દીધો છે. પાછલી સુનાવણીમાં 17 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સમસ્યાના સમાધાન માટે વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને વાર્તાકાર બનાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, તે રસ્તો રોકીને બેઠેલા લોકો સાથે વાત કરી અને કોઈ બીજી જગ્યાએ પ્રદર્શન કરવા સમજાવે. કોર્ટે કહ્યું હતું કે, તે પૂર્વ માહિતી કમિશનર વજાહત હબીબુલ્લાહ જો ઈચ્છે તો જઈ શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...