દિલ્હી હિંસાઃ ફાયરિંગ કરનાર શાહરૂખને કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો
ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી અજીત સિંહલાએ કહ્યું કે, શાહરૂખે જે પિસ્તોલથી જાફરાબાદમાં ફાયરિંગ કર્યું હતું, તેણે તે પિસ્તોલ મુંગેરથી ખરીદી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો ( CAA)ને લઈને દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ પર પિસ્તોલ તાકનાર શાહરૂખની મંગળવારે ઉત્તરપ્રદેશના શામલીથી ધરપકડ કરવામાં આવી હતી. શાહરૂખ ઘટના બાદ ફરાર હતો. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શાહરૂખને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેને 4 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે દિલ્હી હિંસા દરમિયાન 24 ફેબ્રુઆરીએ જાફરાબાદ વિસ્તાકમાં એક વ્યક્તિએ 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ વ્યક્તિએ ફાયરિંગ દરમિયાન એક પોલીસ કર્મી પર પિસ્તોલ તાકી હતી. ફાયરિંગ કરતા આ વ્યક્તિ ફરી ટોળામાં ગાયબ થઈ ગયો હતો. આ વ્યક્તિની ઓળખ શાહરૂખના રૂપમાં થઈ હતી. શાહરૂખે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર પિસ્તોલ તાકી હતી. દીપક
જોશમાં આવી ચલાવી ગોળી
ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી અજીત સિંગલાએ કહ્યું કે, શાહરૂખે જે પિસ્તોલથી જાફરાબાદમાં ફાયરિંગ કર્યું હતું, હકીકતમાં તેણે પિસ્તોલ મુંગેરથી ખરીદી હતી. શાહરૂખ પોતાના ઘરમાં જુરાબની ફેક્ટરી ચલાવતો હતો. તેનો એક સાથે તેના ઘરમાં કામ કરતો હતો, શાહરૂખને તેણે પિસ્તોલ આપી હતી. તેમણે કહ્યું કે, શાહરૂખનું કહેવું છે કે જ્યારે પ્રદર્શન ચાલી રહ્યું હતું અને પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે તે જોશમાં આવી ગયો અને પોતાને ગોળી ચલાવવાથી રોકી શક્યો નહીં.
Delhi Police: Shahrukh (the man who pointed a gun at police during violence in North East Delhi on 24 Feb) has been sent to 4-day police custody. pic.twitter.com/H0UEy521uw
— ANI (@ANI) March 3, 2020
શાહરૂખનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી
પોલીસ પ્રમાણે શાહરૂખનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી પરંતુ તેના પિતાનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. શાહરૂખનો દાવો છે કે તેણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શાહરૂખની શામલીના બસ સ્ટેન્ડથી ધરપકડ કરવામાં આવી છે. શાહરૂખે પોલીસને જણાવ્યું કે, તે ગુસ્સામાં હતો અને તેથી પોતાને ફાયરિંગ કરતા રોકી શક્યો નહીં. તેને મોડલિંગનો શોખ છે અને તે ટિકટોક વીડિયો પણ બનાવે છે.
પિતા પર નોંધાયેલો છે નકલી નોટ રાખવાનો કેસ
શાહરૂખના પિતા પર ડ્રગ અને નકલી ચલણનો કેસ નોંધાયેલો છે. શાહરૂખ પર કોઈ કેસ નોંધાયેલો નથી. પોલીસ પ્રમાણે શાહરૂખની ધરપકડ ત્યારે થઈ જ્યારે તે શામલી બસ સ્ટેન્ડથી મિત્રની પાસે જઈ રહ્યો હતો. પોલીસે કહ્યું કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન સાથે આરોપીના શું સંબંધ છે, તેની પર પણ તપાસ કરવામાં આવશે.
બીએ સેકન્ડ યર સુધી શાહરૂખે કર્યો હતો અભ્યાસ
પોલીસે કહ્યું કે, શાહરૂખે બેચલર ઓફ ઓર્ટ્સ સેકેન્ડ યર સુધી અભ્યાસ કર્યો છે. પોલીસ હજુ તે નક્કી કરશે કે શાહરૂખ ક્યાં રહ્યો અને કોણે તેની મદદ કરી હતી. જેણે શાહરૂખની મદદ કરી તેની પણ ધરપકડ કરવામાં આવશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે