કોરોનાની અસર, નેવીએ ટાળ્યો મેગા નૌસૈનિક અભ્યાસ 'મિલન 2020'


કોરોના વાયરસના ચેપને રોકવા માટે હવે ભારતીય નેવીએ પોતાના મેગા નૌસૈનિક અભ્યાસ મિલન 2020ને સ્થગિત કરી દીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ નૌસૈનિક અભ્યાસ 18થી 28 માર્ચ વચ્ચે થવાનો હતો. 

કોરોનાની અસર, નેવીએ ટાળ્યો મેગા નૌસૈનિક અભ્યાસ 'મિલન 2020'

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સતત વધતા કેસો બાદ દેશમાં દરેક રીતે સાવધાની રાખવામાં આવી રહી છે. દેશભરમાં કોરોનાના આશરે 8 મામલા અત્યાર સુધી સામે આવી ચુક્યા છે. ભારતીય નેવીએ પણ કોરોનાના ચેપની વિરુદ્ધ સાવધાની રાખતા મંગળવારે પોતાનો મલ્ટી-નેશન નૌસૈનિક અભ્યાસ 'મિલન 2020'ને ટાળી દીધો છે. 

18થી 28 માર્ચથી થવાની હતી નવલ એક્સરસાઇઝ
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના ચેપને રોકવા માટે નેવીએ આ પગલું ભર્યું છે. વિશાખાપટ્ટનમમાં થનારા આ બહુ-રાષ્ટ્ર મેગા નૌસૈનિક અભ્યાસને અત્યારે ટાળી દીધો છે. મિલન નવલ એક્સરસાઇઝને 18થી 28 માર્ચ વચ્ચે થવાની હતી. આ નૌસૈનિક અભ્યાસમાં 40 દેશોના ભાગ લેવાની આશા હતી. અધિકારીઓએ જણાવ્યું, 'તમામ ભાગીદારો અને  COVID-19ના ફેલવાથી લાગેલા યાત્રા પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા નૌસૈનિક પ્રેક્ટિસોને અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યો છે.'

અધિકારીઓએ જણાવ્યું કે, મિલન 2020ને ખુબ ઉત્સાહજનક પ્રતિક્રિયા મળી હતી. વિશ્વભરની નેવીએ આ પ્રેક્ટિસમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય નેવી આવનારા દિવસોમાં પ્રેક્ટિસ કરશે. ભારતીય નેવી દિલથી તે તમામ નેવીનો આભાર વ્યક્ત કરે છે જેણે મિલન 2020માં સામેલ થવાના નિયંત્રણનો સ્વીકાર કર્યો હતો. 

પીએમની અપીલ
કોરોના વાયરસનો પ્રભાવ સતત વધી રહ્યો છે. પાછલા બે દિવસોની અંદર જે રીતે ભારતમાં તેના મામલા સામે આવ્યા છે ત્યારબાદ લોકોમાં ડર છે. અત્યાર સુધી ભારતમાં કોરોનાના નવ મામલાની ખાતરી થઈ ચુકી છે, જેમાંથી એક દિલ્હીમાં છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને લોકોને અપીલ કરી છે કે વધુ ડરવાની જરૂર નથી. આ અપીલ બાદ પણ લોકોના મનમાં અલગ-અલગ સવાલ ઉઠી રહ્યાં છે. લોકો આ વાયરસના ચેપથી લઈને આશંકામાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news