CMની ખુરશી પર ખેંચતાણ વચ્ચે બોલી શિવસેના- અમે બનાવીશું મહારાષ્ટ્રની કુંડળી

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ-શિવસેના વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈને ખેંચતાણ ચાલું છે. બંન્ને પાર્ટી તરફથી એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરવામાં આવી રહી છે. 
 

CMની ખુરશી પર ખેંચતાણ વચ્ચે બોલી શિવસેના- અમે બનાવીશું મહારાષ્ટ્રની કુંડળી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સત્તાની ખુરશીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેનાએ ભારતીજ જનતા પાર્ટી પર ફરી હુમલો કર્યો છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉજે કહ્યું કે, મહારાષ્ટ્રની કુંડળી તો અમે બનાવીશું. કુંડળીમાં ક્યા ગ્રહને ક્યાં રાખવો છો અને ક્યા તારાને જમીન પર ઉતારવો છે, ક્યા તારાને ચમક આપવી છે, એટલી તાકાત આજે પણ શિવસેનાની પાસે છે. 

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના અને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. બંન્ને પાર્ટીઓ તરફથી ભરપૂર નિવેદનબાજી થઈ રહી છે. થોડા દિવસ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ 50-50 ફોર્મ્યુલાના વચનને પાળવું જોઈએ અને ગઠબંધન ધર્મ નિભાવવો જોઈએ. આ દરમિયાન સંજય રાઉતે કહ્યું હતું કે, શિવસેનાની પાસે ઘણા વિકલ્પ છે, પરંતુ અમે તેના પર વિચાર કરવા ઈચ્છતા નથી. 

આ પહેલા ભાજપના સાંસદ સંજય કાકડેએ કહ્યું હતું કે, શિવસેનાના આશરે 45 ધારાસભ્યો ભાજપની સાથે મળીને સરકાર બનાવવા ઈચ્છે છે. તેવામાં તેણે પોતાના નિર્ણય પર વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે, શિવસેનાના મંત્રીઓને સરકારમાં રહેવાની ટેવ પડી ગઈ છે. 

સુનીલ મુનગંટીવારે શું કહ્યું
સત્તાની ખેચતાંણ વચ્ચે બુધવારે ભાજપના નેતા સુનીલ મુનગંટીવારે નિવેદન આપ્યું કે, જો શિવસેના કોંગ્રેસ કે એનસીપી સાથે મળીને સરકાર બનાવે છે તો તે વિપરિત બુદ્ધિ જેવું હશે. મહારાષ્ટ્ર ભાજપના નેતા સુનીલ મનુગંટીવારે કહ્યું કે, આ પ્રકારનો મતભેદ પહેલા પણ જોવા મળ્યો છે. અમે પહેલા પણ સાથે હતા. ફરી સાથે આવ્યા છીએ. જે જનાદેશ મળ્યો છે, તે ભાજપ-શિવસેનાના ગઠબંધનને મળ્યો છે. 

ભાજપ-શિવસેનાની સરકાર બનશેઃ ફડણવીસ
સરકારની રચના માટે ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે બુધવારે મુંબઈમાં(Mumbai) ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના નિવર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadanvis) ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા પછી ફરી એક વખત ફડણવીસે દાવો કર્યો કે રાજ્યમાં ભાજપ-શિવસેના ગઠબંધનની જ સરકાર બનશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news