અખિલેશ સામે નારાજગી બાદ ભાજપમાં સામેલ થશે શિવપાલ યાદવ? આજે મુલાયમ સિંહ સાથે કરશે ચર્ચા

Shivpal Yadav to join BJP: અખિલેશ યાદવના કાકા અને જસવંત નગરથી ધારાસભ્ય શિવપાલ યાદવ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી ચર્ચા ચાલી રહી છે. 

અખિલેશ સામે નારાજગી બાદ ભાજપમાં સામેલ થશે શિવપાલ યાદવ? આજે મુલાયમ સિંહ સાથે કરશે ચર્ચા

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ શિવપાલ યાદવ પોતાના ભત્રિજા અખિલેશ યાદવથી નારાજ ચાલી રહ્યા છે અને હવે માહિતી છે કે શિવપાલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. શિવપાલ સિવાય તેમનો પુત્ર આદિત્ય પણ ભાજપમાં જોડાઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે અખિલેશ સામે નારાજગી બાદ શિવપાલ યાદવ નવુ સમીકરણ શોધી રહ્યાં છે. 

શિવપાલ યાદવ કરશે ઓપી રાજભર સાથે મુલાકાત
ભાજપમાં સામેલ થવાની અટકળો વચ્ચે શિવપાલ યાદવ ઇટાવા સ્થિત આવાસથી લખનઉ રવાના થઈ ગયા છે અને સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર શિવપાલ યાદવ આજે લખનઉમાં એસબીએસપી નેતા ઓમ પ્રકાશ રાજભર સાથે મુલાકાત કરશે. 

મુવાયમ સિંહને મળવા જશે દિલ્હી
ઓપી રાજભર સાથે મુલાકાત બાદ શિવપાલ યાદવ દિલ્હી રવાના થશે, કારણ કે સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવે શિવપાલ યાદવને પોતાના આવાસ પર સાંજે મુલાકાત માટે બોલાવ્યા છે. શિવપાલે ઇટાવાથી નિકળવા સમયે મીડિયા સામે બોલવાનો ઇનકાર કર્યો હતો અને પોતાની ગાડીથી રવાના થઈ ગયા હતા. 

શિવપાલ યાદવે અમિત શાહ પાસે માંગ્યો સમય
આ પહેલા શિવપાલ યાદવ છેલ્લા બે દિવસથી દિલ્હીમાં હતા અને આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. ત્યારબાદ રાજકીય વર્તુળમાં હલચલ શરૂ થઈ છે, કારણ કે શિવપાલ જાહેરમાં અખિલેશ સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. 

શપથ માટે વિધાનસભા પણ ન પહોંચ્યા શિવપાલ
ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભામાં 50 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ મંગળવારે શપથ ગ્રહણ કર્યા અને અત્યાર સુધી 393 ધારાસભ્યોએ શપથ લઈ લીધા છે. પરંતુ શિવપાલ યાદવ હજુ શપથ લેવા પહોંચ્યા નથી. 

શિવપાલે યાદવે કંઈ કહેવાનો ઇનકાર કર્યો
ઇટાવામાં જ્યારે પત્રકારોએ શિવપાલ યાદવને વિવાદના મુદ્દા પર સવાલ કર્યો તો તેમણે કહ્યું- હું કંઈ બોલવાનો નથી. જો મારી પાસે કંઈ કહેવા માટે હશે તો હું તમને ફોન કરીશ. મહત્વનું છે કે શિવપાલ યાદવે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા) બનાવી હતી, પરંતુ હાલમાં પૂરી થયેલી ચૂંટણી તેમણે સપાના ચિન્હ પર લડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news