યોગી કેબિનેટમાં જિતિન પ્રસાદ પર બીજેપીની મહેરબાનીનું કારણ શું છે? મળ્યું પાવરફૂલ મંત્રાલય

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદનું રાજકીય કદ ઘણું ઝડપથી વધી ગયું છે. બીજેપીએ માત્ર તેમને કેબિનેટ મંત્રી જ બનાવ્યા નહીં પરંતુ લોક નિર્માણ વિભાગ જેવું ભારે ભરખમ મંત્રાલય આપીને તેમના રાજકીય કદને વધારવાનો સંદેશ આપ્યો છે. જિતિન પ્રસાદ પર મહેરબાનીની વચ્ચે ભાજપના અનેક રાજકીય ઉદ્દેશ્ય છૂપાયેલા છે.

યોગી કેબિનેટમાં જિતિન પ્રસાદ પર બીજેપીની મહેરબાનીનું કારણ શું છે? મળ્યું પાવરફૂલ મંત્રાલય

નવી દિલ્લીઃ યોગી સરકાર 2.0માં શપથ લેનારા બધા મંત્રીઓને તેમના વિભાગની વહેંચણી સોમવારે કરી દેવામાં આવી. કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવેલા જિતિન પ્રસાદનું કદ સતત વધતું જઈ રહ્યું છે. વિભાગની વહેંચણીમાં જિતિન પ્રસાદને ખાસ મહત્વ મળ્યું છે. અને પીડબલ્યુડી જેવું ભારે ભરખમ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. યોગી સરકારના પહેલા કાર્યકાળમાં આ વિભાગ ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની પાસે રહ્યું હતું. એવામાં સવાલ થઈ રહ્યો છે કે જિતિન પ્રસાદ પર બીજેપી આટલી મહેરબાન કેમ છે.

જિતિનને પીડબલ્યૂડી સૌથી ચોંકાવનારો નિર્ણય:
ઉત્તર પ્રદેશની સરકારમાં વિભાગ વહેંચણીમાં લોક નિર્માણ વિભાગની વહેચણી સૌથી ચોંકાવનારું માનવામાં આવે છે. કેશવ પ્રસાદ મૌર્ય પાસેથી લઈને આ વિભાગ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા બ્ર્રાહ્મણ નેતા જિતિન પ્રસાદને આપવામાં આવ્યું. જિતિન પ્રસાદને પીડબલ્યૂડી વિભાગ મળતાં રાજકીય વર્તુળોમાં પણ અનેક લોકો હેરાન છે કે આટલું ભારે ભરખમ મંત્રાલય બીજા પક્ષમાંથી આવેલા નેતાને કેવી રીતે મળી ગયું. તેનું એક કારણ એ છે કે પીડબલ્યુડી વિભાગ મોટાભાગના રાજ્ય સરકારમાં નંબર-2નું સ્થાન રાખનારા નેતાઓ પાસે રહ્યું છે. કેશવ પહેલાં સપા સરકારમાં શિવપાલ યાદવ અને બસપા સરકારમાં નસીમુદ્દીન સિદ્દિકી પીડબલ્યૂડી મંત્રી હતા. હવે તે જવાબદારી જિતિન પ્રસાદને મળી છે.

જિતિન પ્રસાદનો અનુભવ કામ આવ્યો:
પીડબલ્યૂડી વિભાગ હંમેશા ચર્ચામાં રહ્યો છે. છેલ્લી યોગી સરકારમાં આ વિભાગ કેશવ પ્રસાદ મૌર્યની પાસે હતો. ત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શી કરવા માટે તમામ પ્રક્રિયાઓ અપનાવવામાં આવી. તેના પછી પણ આરોપ-પ્રત્યારોપ લાગતા રહ્યા. આથી આ અત્યંત મહત્વપૂર્ણ પીડબલ્યૂડી વિભાગની જવાબદારી જિતિન પ્રસાદને સોંપવામાં આવી. કેમ કે કેન્દ્રમાં મંત્રી હતા ત્યારે તેમની પાસ અનેક મહત્વપૂર્ણ મંત્રાલય રહ્યા. પરંતુ ક્યારેય કોઈ આરોપ-પ્રત્યારોપ તેમના પર લાગ્યો નહીં. કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારમાં તે ભૂતલ પરિવહન મંત્રી હતા. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે તેમના અનુભવને જોતાં યોગી સરકાર 2.0માં તેમને પીડબલ્યૂડી જેવા ભારે ભરખમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

બીજી પાર્ટીના અસંતુષ્ટ નેતાઓને સંદેશ:
જિતિન પ્રસાદ સ્વચ્છ છબિવાળા નેતા માનવામાં આવે છે અને હજુ યુવા નેતા છે. એવામાં બીજેપી તેમને ભવિષ્યના નેતા તરીકે પણ આગળ વધારી રહી છે. અને સાથે જ કોંગ્રેસ સહિત બીજા પક્ષના અસંતુષ્ટ નેતાઓ માટે પણ મોટો સંદેશ છે. આ જ કારણ છે કે જિતિન પ્રસાદને કેબિનેટમાં તો રાખ્યા પરંતુ તેમને કેશવ પ્રસાદ પાસેથી પીડબલ્યૂડી વિભાગ લઈને સોંપવામાં આવ્યું. બીજેપીએ આ કામ કરીને કોંગ્રેસ નેતાઓ માટે મોટો સંદેશ છોડ્યો છે કે કોંગ્રેસનો મોટો ચહેરો બીજેપીમાં આવીને પણ મોટો બની શકે છે. જિતિન પ્રસાદને ભારે ભરખમ વિભાગ આપીને અને બીજેપીમાં તેમના રાજકીય કદ વધવાથી પાર્ટીએ તે મિથને તોડવાનો પ્રયાસ કર્યો છે કે બીજા પક્ષોમાંથી આવેલા નેતાઓ પર બીજેપી ઓછો વિશ્વાસ કરે છે. અને તેમને રાજકીય મહત્વ આપતી નથી. જે રીતે જિતિન પ્રસાદને પીડબલ્યૂડી અને બ્રજેશ પાઠકને ડિપ્ટી સીએમ બનાવીને બીજા પક્ષોના નેતાઓને ઈશારો છે કે જો તે બીજેપી તરફ આવે છે તો તેમને પસ્તાવો નહીં થાય.

પહેલાં પણ બીજા નેતાઓને આપ્યા છે હોદ્દા:
બીજેપીએ આ પહેલાં બસપામાંથી આવેલા નેતાઓને સરકારમાં સ્થાન આપ્યું હતું. જેમાં સ્વામી પ્રસાદ મૌર્યથી લઈને દારા સિંહ ચૌહાણ અને ધર્મ સિંહ સૈની સુધીનાને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા. આવી જ રીતે મધ્ય પ્રદેશના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભાના સાંસદ બનાવવાની સાથે કેન્દ્રમાં મંત્રી બનાવ્યા. તો અસમમાં હિમંત બિશ્વા સરમા અને મણિપુરમાં એન. બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા છે જે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા હતા.

બીજેપી માટે સંકટમોચક બન્યા હતા જિતિન પ્રસાદ:
બીજેપીમાં એન્ટ્રી પછી જિતિન પ્રસાદને રાજ્યપાલ કોટામાંથી એમએલસી બનાવીને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. અને તેમને યોગી સરકારના પહેલા કાર્યકાળના અંતિમ વિસ્તરણમા ટેકનિકલ શિક્ષા મંત્રી બનવવામાં આવ્યા. જિતિન પ્રસાદે બીજેપીમાં જોડાઈને બુદ્ધિજીવી લોકોના સંમેલન દ્વારા બીજેપીના પક્ષમાં માહોલ બનાવવાનું શરૂ કર્યું. જિતિન પ્રસાદના રાજકીય પ્રભાવવાળા ગઢમાં બીજેપીને જીત મળી છે. જ્યાં ખેડૂત આંદોલન અને લખીમપુર ઘટનાથી નુકસાન થવાની સંભાવના હતી. એવામાં શાહજહાંપુર, લખીમપુર ખીરી, સીતાપુર, પીલીભીત, બહરાઈચ અને બરેલીના વિસ્તારવાળી સીટો પર બીજેપીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે બીજેપીએ તેમને ફરીથી કેબિનેટમાં જગ્યા આપી અને તેમનું સ્થાન પણ ઉંચુ કરી દીધું.

પીડબલ્યૂડીમાં ઠેકેદારોનું નેક્સેસ તોડવાની રણનીતિ:
ઉત્તર પ્રદેશના રાજકારણમાં પીડબલ્યૂડી મંત્રાલયને હંમેશાથી મલાઈદાર અને રાજકીય વગવાળો વિભાગ માનવામાં આવે છે. અને આ વિભાગના ઠેકેદારોમાં એક ખાસ જાતિનું વર્ચસ્વ રહ્યું છે. યૂપી જો ઠાકુર-બ્રાહ્મણની વચ્ચે વર્ચસ્વના જંગની ચર્ચા હોય છે તો માત્ર રાજકીય વર્ચસ્વની નહીં પરંતુ ઠેકાથી લઈને નોકરશાહી સુધીમાં વર્ચસ્વની લડાઈ રહે છે. એવામાં આ વખતે આ વિભાગને જિતિન પ્રસાદને આપી દીધું હોવાની ચર્ચા છે. કેમ કે પહેલીવાર સૌથી મલાઈદાર અને વગદાર વિભાગ કોઈ બ્રાહ્મણને મળ્યો છે. માનવામાં આવે છે કે જિતિન પ્રસાદ દ્વારા પીડબલ્યૂડીમાં ઠેકેદારમા નેક્સેસ તોડવાનો દાવ હાઈકમાન્ડે રમ્યો છે.

કેમ જિતિન પ્રસાદ પસંદગી કરવામાં આવી:
જિતિન પ્રસાદ મૃદુભાષી છે અને સહજતાથી લોકોને મળતા રહે છે. બીજું સામાજિક સમીકરણ બ્રાહ્મણ ચહેરો છે અને મુખ્યમંત્રી સાથે તેના સહજ સંબંધ પણ છે. જણાવવામાં આવી રહ્યું છેકે સીએમ અને પીએમ સાથે સહજ સંબંધ હોવું જિતિન માટે કેટલું લાભકારી સાબિત થયું. જોકે માનવામાં આવી રહ્યું છેકે યોગી સરકારમાં સામેલ મંત્રી એકે શર્મા હોય કે જિતિન પ્રસાદ. આ બંને મંત્રીઓને વિભાગો આપતાં સમયે કેન્દ્રની પસંદનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ રીતે અનેક મિથક આ મંત્રીમંડળમાં વિભાગની વહેંચણીમાં તૂટ્યા અને રાજકીય સંદેશ પણ ભાજપે આપ્યો. એવામાં જિતિન પ્રસાદ કઈ રીતે પોતાના કામથી બધાને સંતુષ્ટ કરી શકશે તેના પર બધાની નજર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news