સિદ્ધરમૈયાનો વળતો પ્રહાર, કોઇ પણ ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં નહી જાય

કર્ણાટક ભાજપ અધ્યક્ષે દાવો કર્યો કે 23 મે બાદ કોંગ્રેસનાં 20 અસંતુષ્ટ ધારાસભ્યોના વલણના આધારે વર્તમાન સરકારનું ભાવી નક્કી થશે

સિદ્ધરમૈયાનો વળતો પ્રહાર,  કોઇ પણ ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં નહી જાય

બેંગ્લુરૂ : કર્ણાટક ભાજપ અધ્યક્ષ બસપા યેદિયુરપ્પાએ શુક્રવારે દાવો કર્યો કે રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર કેટલા દિવસ ચાલશે તે તે વાત પર નિર્ભર કરશે કે લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસનાં 20 અસંતુષ્ટ ધારાસભ્યો દ્વારા શું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તેમને રાજ્યમાં ભાજપનાં પક્ષમાં રાજ્યના સરકારી પરિવર્તનનું પુર્વાનુમાન વ્યક્ત કરતા કહ્યું કે, વિધાનસબામાં તેના આંકડામાં વધારો થશે. બીજી તરફ કોંગ્રેસની તરફથી સિદ્ધારમૈયાએ મોર્ચો સંભાળી લીધો છે. સિદ્ધારમૈયાનું કહેવું છે કે કોઇ પણ ધારાસભ્ય પાર્ટી છોડીને ભાજપમાં નહી જાય. 

સિદ્ધારમૈયાએ કુલબર્ગી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભાજપનાં લોકો ખોટુ બોલી રહ્યા છે. કોઇ પણ ધારાસભ્ય તેમની સાથે નહી જાય. અમારી સરકારી સ્થાયી છે. યેદિયુરપ્પા પર સત્તાની ભુખનો આરોપ લગાવતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેમને ત્રણ દિવસમાં મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમને શરમ આવવી જોઇએ પરંતુ તેમ છતા તેઓ સતત રાજ્યના મુખ્યમંત્રી બનવા અને 20 ધારાસભ્યો આવવાનો દાવો કરી રહ્યા છે. તેઓ સત્તામાં કઇ રીતે આવશે ? તેમણે સવાલનાં અંદાજમાં કહ્યું કે, શું ભાજપથી તેનાં નેતાઓ નારાજ નથી અને શું ભાજપનાં ધારાસભ્યો ખરીદશે તથા તેના માટે તેમની પાસેથી પૈસા ક્યાંથી આવશે. તેમણે પુછ્યું કે શું ભાજપ આપણા ધારાસભ્યો ખરીદશે ?

કોંગ્રેસ પિત્રોડાનાં નિવેદન સાથે છેડો ફાડવાની સાથે 2002 તોફાનોનો મુદ્દો ઉખેળ્યો
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ
જેમ જેમ 23 મે નજીક આવી રહી છે, કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વધતી જઇ રહી છે. યેદિયુરપ્પાએ શુક્રવારે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો. તેમણે દુષ્કાળ પ્રભાવિત પ્રદેશ સરકારની આલોચના કરી તેને માનસિક રીતે મૃત ગણાવ્યા. તેમણે ગઠભંધનની અંદર ગરમ માહોલ હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ જ કારણ છે કે મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી એક રિસોપ્રમાં જતા રહ્યા છે. યેદિયુરપ્પાએ કહ્યું કે, આ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની અંદર તણાવપુર્ણ વાતાવરણ દર્શાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news