કિસાન આંદોલનમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ નારા, સામે આવ્યો Video

આ વીડિયો દિલ્હી-નોઇડાના ચિલ્લા બોર્ડરનો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અમિત માલવીય (Amit Malviya)એ એક એવો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) વિરુદ્ધ વિવાદાસ્પદ નારા લગાવવામાં આવી રહ્યાં છે. 
 

કિસાન આંદોલનમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ નારા, સામે આવ્યો Video

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં શરૂ થયેલ કિસાન આંદોલન  (Farmers Protest) જેમ-જેમ આગળ વધી રહ્યું છે તેમ-તેમ તેની પાછળનું સત્ય પણ સામે આવવા લાગ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અમિત માલવીય (Amit Malviya)એ એક એવો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) વિરુદ્ધ વિવાદાસ્પદ નારા લગાવવામાં આવી રહ્યાં છે. 

આ વીડિયો દિલ્હી-નોઇડાના ચિલ્લા બોર્ડરનો છે. જેમાં 12 દિવસ બાદ હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ કિસાન નેતાઓ સાથે વાર્તા બાદ ખોલાવી હતી. માલવીયે આ વીડિયોને શેર કરતા લખ્યુ, 'શરમજનક, કિસાન આંદોલનના નામ પર મહિલાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપશબ્દ બોલી રહી છે. શું આ બધું ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટીઓ માટે છે?'

Is this all that the Communist parties of India capable of? pic.twitter.com/6QkQ6ksxEa

— Amit Malviya (@amitmalviya) December 13, 2020

એક દિવસના અનશન, કિસાન નેતાની જાહેરાત
સિંધુ બોર્ડર પર આયોજીત પત્રકાર પરિષદમાં કિસાન નેતાઓએ જણાવ્યું કે, પોતાના આંદોલનને લઈને તેના નેતાઓની બેઠક થઈ છે, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કિસાન સિંધુ, ટિકરી, પલવલ, ગાઝીપુર સહિત તમામ નાકા પર અનશન પર બેસવાના છે. આ બધા સ્થળો પર કિસાન નેતા અનશન કરશે. કિસાન નેતા ગુરનામ સિંહ ચિડોનીએ કહ્યુ કે, કિસાન કાલે સવારે 8થી સાંજે 5 કલાક સુધી એક દિવસીય અનશન પર રહેશે. ધરણા બધા જિલ્લા મુખ્યાલયો પર આયોજીત થશે. કિસાન નેતા શિવ કુમાર કક્કાએ કહ્યુ કે, અમારૂ વલણ સ્પષ્ટ છે. અમે ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માગ કરીએ છીએ. બધા કિસાન નેતા સાથે છે. 

સરકાર સાથે વાત કરવા કરશું સમિતિની રચનાઃ ટિકૈત
તો સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સિંધુ બોર્ડર પર પત્રકાર પરિષદમાં કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમારે નજર રાખવાની જરૂર છે જેથી કોઈ ખોટા તત્વ અમારી વચ્ચે ન હોય. અમારા બધા યુવાઓએ સતર્ક રહેવાની જરૂર છે. જો સરકાર વાત કરવા ઈચ્છે છે તો અમે એક સમિતિની રચના કરીશું અને આગળનો નિર્ણય કરીશું. 

કેજરીવાલ કરશે એક દિવસનો ઉપવાસ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) કિસાનોના સમર્થનમાં કાલે (સોમવાર) એક દિવસનો ઉપવાસ રાખશે. તેમણે લોકોને ઉપવાસ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બધા લોકો પોતાના ઘરમાં એક દિવસનો ઉપવાસ રાખે અને કિસાનોની માંગનું સમર્થન કરે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, દેશના ઘણા ખેલાડીઓએ કિસાનોનું સમર્થન કર્યું છે, શું તે એન્ટી નેશનલ છે? શું દેશના વકીલ, વ્યાપારી એન્ટી નેશનલ છે? અન્ના હજારેના આંદોલન દરમિયાન કોંગ્રેસની સરકાર બદનામ કરતી હતી, તેજ રીતે કિસાન આંદોલનને બીજેપી બદનામ કરી રહી છે. 

ઉત્તરાખંડના કિસાનોની કૃષિ મંત્રી સાથે મુલાકાત
એક તરફ પ્રદર્શનકારી કિસાન ત્રણ નવા કાયદાની વિરુદ્ધ પોતાનું આંદોલન આક્રમક કરવાની રણનીતિ પર આગળ વધી રહ્યાં છે તો બીજીતરફ ઉત્તરાખંડના કિસાનોના એક પ્રતિનિધિમંડળે આ કાયદાનું સમર્થન કર્યું છે. આ પ્રતિનિધિમંડળે રવિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી અને ત્રણ નવા કૃષિ કાયદાને કિસાનોના હિતમાં ગણાવી તેનું સમર્થન કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news