તાજમહેલ વિવાદમાં મહેબૂબા મુફ્તીની એન્ટ્રી, કહ્યું- ભાજપમાં તાકાત હોય તો તેને મંદિર બનાવી દેખાડે

Mehbooba Mufti on Tajmahal Row: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, મસ્જિદ અને તાજમહેલની વાત કરવામાં આવી રહી છે. મુગલોના સમયના તાજમહેલ અને મસ્જિદો પાછળ પડવાથી કંઈ મળશે નહીં. 

તાજમહેલ વિવાદમાં મહેબૂબા મુફ્તીની એન્ટ્રી, કહ્યું- ભાજપમાં તાકાત હોય તો તેને મંદિર બનાવી દેખાડે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. મુફ્તીએ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના અનંતનાગના સૂર્યમંદિરમાં પૂજાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ભાજપની સરકાર લોકોને રોજગારી આપી રહી નથી, તેથી ધ્યાન ભટકાવવા મુસલમાનોને પાછળ લોકોને લગાવવામાં આવી રહ્યો છે. 

તાજમહેલ વિવાદ પર આપ્યું નિવેદન
મહત્વનું છે કે દેશમાં છેલ્લા કેટલાક દિવસથી તાજમહેલનો મુદ્દો ચર્ચામાં છે. અહીં બંધ 22 જેટલા રૂમ ખોલવાની માંગ કરવામાં આવી રહી છે. તેને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હવે આ મુદ્દે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, મસ્જિદ અને તાજમહેલની વાત કરવામાં આવી રહી છે. મુગલોના સમયની મસ્જિદો અને તાજમહેલની પાછળ પડવાથી કંઈ મળશે નહીં. તેમણે ભાજપ સરકારને પડકાર ફેંકતા કહ્યું કે જો તાકાત હોય તો લાલકિલ્લા અને તાજમહેલને મંદિર બનાવી દો, પછી જોઈએ કેટલા લોકો આ દેશમાં તેને જોવા આવશે. 

— ANI (@ANI) May 10, 2022

આ પહેલાં બુલડોઝર પર આપ્યું હતું નિવેદન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી હંમેશા પોતાના નિવેદન માટે જાણીતા છે. આ પહેલાં પણ તે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવી ચુક્યા છે. દેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી પર પણ મુફ્તીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુસલમાનોના ઘર અને રોટી છીનવવાની હોડ લાગી છે. તેમણે કહ્યું કે, માત્ર મુસલમાનોને ટાર્ગેટ બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી એવા મુદ્દા ચર્ચામાં છે, જેને લઈને રાજકીય માહોલ ગરમ છે. નોંધનીય છે કે દેશમાં બુલડોઝરની કાર્યવાહી, લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ, ભાષા વિવાદ હોય કે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરાવવાની વાત હોય. હવે તાજમહેલને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news