મકરસંક્રાતીએ સોનુ ખરીદવાથી થશે અનેક ગણો ફાયદો, અહીં મળી રહ્યું છે મોટુ ડિસ્કાઉન્ટ
Sovereign Gold Bond દ્વારા સસ્તુ સોનુ ખરીદવા ઇચ્છો છો તો તમારા માટે સૌથી સારી તક છે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 14-18 જાન્યુઆરી સુધી એક ગ્રામ સોનું 3214 રૂપિયામાં મળશે
Trending Photos
નવી દિલ્હી : મકર સંક્રાંતિ પ્રસંગે સોનુ ખરીદવાની સારી તક છે. સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની નવી સીરીઝ લોન્ચ કરી રહી છે, જેમાં તમે 14 જાન્યુઆરીથી માંડીને 18 જાન્યુઆરી સુધી પૈસા લગાવી શકે છે. આ દરમિયાન તમે 3214 રૂપિયા પ્રતિગ્રામ સોનું ખરીદી શકો છો. સોવરેન ગોલ્ડ સ્કીમ 2018-19 સીરીઝ માટે ઓનલાઇન અરજી તથા ચુકવણી કરનારા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિગ્રામની છુટ આપવામાં આવશે. તે ઉપરાંત અનેક એવી ખાસ વાતો છો, જે તમારા માટે જાણવી જરૂરી છે.
શું છે આ સ્કીમ
સરકારી ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર, 2015 ચાલુ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય સોનાની ફિઝિકલ ડિમાન્ડને ઘટાડવાનો છે. બોન્ડમાં લઘુત્તમ રોકાણ એક ગ્રામ છે. ઘરમાં સોનું ખરીદીને રાખવાનાં બદલે તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરો છો તો, તમે ટેક્સથી પણ બચી શકો છો. આ યોજનામાં સોનાની સુરક્ષા મુદ્દે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી હોતી. કારણ કે આ એક સરકારી યોજના છે, તેવામાં સોનાની શુદ્ધતાની સંપુર્ણ ખાત્રી હોય છે.
આ રીતે 50 રૂપિયા પ્રતિગ્રામની છુટ મળી શકે છે
આ સોવરેન ગોલ્ડ બ્રાંડ 2018-19ની 5મી સીરીઝ છે. સરકાર ઓનલાઇન આવેદન કરનારા અને ડિજીટલ માધ્યમથી ચુકવણી કરનારા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિગ્રામની છુટ આપશે.
કેટલી છે મેચ્યોરિટી લિમિટ?
સ્કીમની મેચ્યુરિટી 8 વર્ષની છે. કોઇ પણ વ્યક્તિની પાસે આ બોન્ડને ખરીદવાનાં બે વિકલ્પ હોય છે. રોકાણકારો પોતાનાં બોન્ડને કોઇને પણ ટ્રાન્સફર કરી શકીએ છીએ, પરંતુ તેઓ વ્યક્તિ સ્કીમની શરતોને પુરી કરતા હો. જો તમે સમય પહેલા બોન્ડની બહાર કાઢવા માંગે છે તો ઓછામાં ઓછા 5 વર્ષ વિતવા છતા પણ તમે એવું કરી શકો છો.
શું મળશે બોન્ડ
આ બોન્ડનું વેચાણ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પસંદ કરાયેલ પોસ્ટ ઓફીસ અને સ્ટોક એક્સચેન્જ દ્વારા કરી શકે છે.
કેટલું સોનું ખરીદી શકો છો
આ સ્કીમનો સૌથી નાનો બોન્ડ 1 ગ્રામ સોના બરાબર હશે. કોઇ પણ વ્યક્તિ એક વર્ષમાં મહત્તમ 500 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે