AN-32 વિમાન મામલો: ભારતીય વાયુસેનાએ ખાસ ટીમ લીપો મોકલી, ઘટનાસ્થળે હાથ ધરશે તપાસ 

ભારતીય વાયુસેનાની ખાસ ટુકડીને 12000 ફૂટ ઊંચાઈવાળા પહાડોથી ઘેરાયેલા અત્યંત દુર્ગમ વિસ્તાર એવા અરુણાચલ પ્રદેશના લીપોમાં મોકલવામાં આવી છે.

AN-32 વિમાન મામલો: ભારતીય વાયુસેનાએ ખાસ ટીમ લીપો મોકલી, ઘટનાસ્થળે હાથ ધરશે તપાસ 

પ્રણવ પ્રિયદર્શી, નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની ખાસ ટુકડીને 12000 ફૂટ ઊંચાઈવાળા પહાડોથી ઘેરાયેલા અત્યંત દુર્ગમ વિસ્તાર એવા અરુણાચલ પ્રદેશના લીપોમાં મોકલવામાં આવી છે. આ દુર્ગમ વિસ્તારમાં મંગળવારે 9 દિવસ બાદ ભારતીય વાયુસેનાના AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ભાળ મળી. જ્યાંથી વિમાનના કાટમાળના કેટલાક ટુકડા જોવા મળ્યાં. ભારતીય વાયુસેનાના Mi 17 હેલિકોપ્ટરથી ચાલી રહેલી શોધખોળ દરમિયાન આ ટુકડાં જોવા મળ્યાં. અત્રે જણાવવાનું કે આસામના જોરહાટથી 3 જૂનના રોજ આ વિમાને 8 ક્રુ મેમ્બર્સ અને 5 મુસાફરો સાથે અરુણાચલ પ્રદેશના મેચુક માટે ઉડાણ ભરી હતી. ત્યારબાદ વિમાન ગુમ થઈ ગયું હતું. 

AN - 32

આ વિસ્તાર અરુણાચલ પ્રદેશના શિયોમી જિલ્લા અને સિયાંગ જિલ્લા વચ્ચે પડે છે. ભારતીય વાયુસેના દ્વારા લાપત્તા વિમાન AN-32ની માહિતી આપનારા માટે 5 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાની આ ખાસ ટુકડી એર પેરા ટ્રુપર્સની ટીમને ઘટનાસ્થળ પર તપાસ કરવા મોકલાઈ રહી છે. AN-32 વિમાનમાં સવાર પાઈલટ સહિત ભારતીય વાયુસેનાના 13 લોકોના મોત થયા હોવાની ભીતી સેવાઈ રહી છે.

જુઓ LIVE TV

વાયુસેનાના એક નિવેદનમાં કહેવાયું છે કે, "શોધ અભિયાનમાં લાગેલા વાયુસેના એમઆઈ-17 હેલિકોપ્ટરે આજે ટાટોના ઉત્તર પૂર્વમાં અને લિપોના ઉત્તરમાં 16 કિમીના અંતરે લગભગ 12 હજાર ફૂટની ઊંચાઈ પર વિમાનના કાટમાળની ભાળ મેળવી.ઠ નિવેદનમાં કહેવાયું કે, "વિમાનમાં સવાર લોકો અંગે માહિતી મેળવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. અભિયાનને આગળ વધારવામાં આવશે અને જાણકારી આપવામાં આવશે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news