Ashrams: ભારતના આ 5 આશ્રમમાં રહેવા માટે એક પૈસો નહીં ખર્ચવો પડે, વિના મૂલ્યે મળશે ભોજન
Trending Photos
ઉનાળાની કે દીવાળીની રજાઓમાં આપણે બધા બ્રેક લઈને ફરવા જતા હોઈએ છીએ. રહેવા માટે મોંઘીદાટ હોટલોમાં રૂમ પણ બૂક કરાવીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે અનેક એવી અફલાતૂન જગ્યાઓ છે જ્યાં તમને મફતમાં આશ્રમમાં રહેવાની અને ખાવાની વ્યવસ્થા પણ મળે છે. આવો જાણીએ આવા આશ્રમ ક્યાં ક્યાં છે....
1 ઋષિકેશ
ઋષિકેશના ગીતા આશ્રમમાં એક હજાર કરતા વધુ રૂમ છે. આ આશ્રમમાં રોકાવવા માટે સારી વ્યવસ્થા છે અને સૌથી મોટી વાત એ છે કે તમારી પાસેથી એક રૂપિયો પણ વસૂલ કરવામાં આવશે નહીં. આ આશ્રમમાં લક્ષ્મી નારાયણ મંદિર ઉપરાંત એક આયુર્વેદિક વિભાગ અને એક લાઈબ્રેરી પણ છે. અહીં આવતા દરેક મહેમાનને શાકાહારી ભોજન પીરસાય છે.
2. કોઈમ્બતુર
આ વિશાળ શિવજીની મૂર્તિ ઈશા ફાઉન્ડેશનમાં સ્થાપિત છે. અહીં આવેલા આશ્રમમાં જો તમે સ્વયંસેવી કાર્યક્રમોમાં ભાગ લેશો તો તમારા માટે વિના મૂલ્યે રહેવાની સુવિધા હશે. કોઈમ્બતુર પણ ફરવા માટે ખુબ જ સુંદર અને શાંત પહાડોથી ઘેરાયેલી જગ્યા છે.
3. કેરળ
કેરળમાં તમને ખુબ જ હરિયાળી જોવા મળશે. આનંદાશ્રમમાં તમે એટલી શાંતિ મહેસૂસ કરશો કે તમને પક્ષીઓના ચહેંકવાનો અવાજ પણ સ્પષ્ટપણે સંભળાશે. અહીં આવનારા મુલાકાતીઓએ ભોજન માટે પૈસા આપવાની જરૂર નથી. તમને અહીં રહીને ખુબ જ શાંતિનો અહેસાસ થશે. અહીં તમને એકદમ ઘર જેવું એટલે કે ઓછા મસાલાવાળું ભોજન મળશે. આ આશ્રમ સંપૂર્ણ રીતે ગામઠી રીતે બનાવવામાં આવેલો છે. ચારેબાજુથી પ્રકૃતિથી ઘેરાયેલો હોવાના કારણે મુલાકાતીઓ પોતાની જાતને એકદમ તણાવમુક્ત અનુભવે છે.
4. ભારત હેરિટેજ સર્વિસિસ, ઋષિકેશ
આ આશ્રમની પોતાની એક અલગ જ કહાની છે. આશ્રમ અને સંસ્થાન સ્વસ્થ જીવનશૈલી માટે શરીર અને મનના ઉપચાર માટે કોર્સ ઉપલબ્ધ કરાવે છે. સ્વયંસેવી કાર્યક્રમોમાં ભાગ લઈને કોઈ પણ અહીં વિનામૂલ્યે રોકાવવાની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. અહીં તમે વિદેશથી આવેલા લોકો વચ્ચે રહેવાનો અને તેમની સાથે વાતચીત કરવાનો અવસર પણ મળશે. સારી વાત એ છે કે આશ્રમ સ્વયંસેવી ગતિવિધિઓમાં ભાગ લેનારાને સન્માન પ્રમાણપત્ર પણ આપે છે.
5. રામનાશ્રામમ, તમિલનાડું
તિરુવન્નામલાઈની પહાડીઓમાં સ્થિત આ આશ્રમમાં શ્રી ભગવાનનું વિશાળ મંદિર છે. આશ્રમમાં એક ખુબ મોટો બગીચો અને એક લાઈબ્રેરી છે. શ્રી ભગવાનના ભક્તોએ અહીં રોકાવવા મટે કોઈ ભાડું આપવું પડતું નથી. ફાયદાની વાત એ છે કે અહીં તમે શુદ્ધ શાકાહારી ભોજનનો આનંદ ઉઠાવી શકો છો. તે માટે તમારે તમારી મુસાફરીના સમય કરતા ઓછામાં ઓછા છ અઠવાડિયા પહેલા અહીં રોકાવવા માટેનું બુકિંગ કરાવવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે